7 ફેબ્રુઆરીથી વેલેન્ટાઇન વીકની શરૂઆત થઈ ચૂકી છે. યુવાનો 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડેની આતુરતાથી રાહ જોતા હોય છે. તો બીજી તરફ વેલેન્ટાઇન પર અસુરક્ષિત સેક્સની ઘટનામાં પણ ધરખમ વધારો થાય છે. તો સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા કોષ (UNFPA)ના વિશ્વ જનસંખ્યા રિપોર્ટ 2022 અનુસાર, દુનિયાભરમાં દર વર્ષે 12 કરોડ 10 લાખ મહિલા પ્લાનિંગ વગર પ્રેગ્નન્ટ થઈ જાય છે, જે પૈકી 30 ટકા એબોર્શન કરાવે છે.
આજના અમારા એક્સપર્ટ છે સ્ત્રીરોગ નિષ્ણાત ડો. રોમિક કપૂર અને ફર્ટિલિટી એક્સપર્ટ ડો. પૂજા
સવાલ : અસુરક્ષિત સેક્સ શું હોય છે?
જવાબ : જ્યારે એક મહિલા અને પુરુષ કોઈ પ્રિકોશન વગર સંબંધ બનાવે છે તો એને અસુરક્ષિત સેક્સ કહેવામાં આવે છે.
સવાલ : આ સમયે કયા પ્રકારના પ્રિકોશન લઈ શકાય છે?
જવાબ : મહિલાઓ કોપર ટી અને પુરુષ કોન્ડોમનો ઉપયોગ કરી શકે છે.
સવાલ : અનપ્લાન્ડ પ્રેગ્નન્સીથી બચવા માટે કયા ઉપાય કરવા જોઇએ?
જવાબ : ઘણીવાર તમામ પ્રયાસો બાદ પણ અનપ્લાન્ડ પ્રેગ્નન્સીથી બચવું મુશ્કેલ થઈ જાય છે, પરંતુ આપણે આ બધા પ્રિકોશન લેવા જોઇએ...
અપરિણીત છોકરીઓ માટે અનપ્લાન્ડ પ્રેગ્નન્સીને આજે પણ ખરાબ નજરે જોવામાં આવે છે. આજકાલની જનરેશનને લાગે છે કે તે લોકો સૌથી મોડર્ન છે અને તે લોકોને ખબર છે કે તેઓ શું કરી રહ્યા છે, તેથી આજની યુવા પેઢી સેક્સમાં પણ અવનવા પ્રયોગ કરે છે. આ લોકોને એકથી વધારે પાર્ટનર હોવું પણ ખોટું નથી લાગતું. તો આ લોકોને આ જોખમ વિશે જાણકારી આપીને અસુરક્ષિત સેક્સ અને અનપ્લાન્ડ પ્રેગ્નન્સીથી બચી શકે છે.
સવાલ : અસુરક્ષિત સેક્સથી ફર્ટિલિટી પર પણ અસર પડે છે, આ કેટલું સાચું છે?
જવાબ : મહિલાના શરીરમાં ફેલોપિયન ટ્યૂબની મદદથી એગ્સ અંડાશયથી ગર્ભાશય સુધી પહોંચે છે. ટ્યૂબલ ઇન્ફેકશનનને સૅલ્પાઇટીસ કહેવામાં આવે છે. આવું ત્યારે થાય છે, જ્યારે વજાઇનામાંથી બેક્ટેરિયા ફેલોપિયન ટ્યૂબ સુધી પહોંચે છે, જેને કારણે ટ્યૂબ સંક્રમિત થઈ જાય છે અને સોજો આવી જાય છે. આ બેક્ટેરિયા અસુરક્ષિત જાતીય સંબંધો દ્વારા સ્ત્રીના શરીરમાં પ્રવેશ કરે છે. સ્ત્રીઓમાં વંધ્યત્વનું આ પણ એક મુખ્ય કારણ માનવામાં આવે છે.
તો ભારતમાં સરેરાશ દરરોજ એબોર્શનને કારણે 8 મહિલાનાં મોત થાય છે. યુએનના ડેટા અનુસાર, 67% મહિલાઓનાં મોતનું કારણ અનસેફ એબોર્શન છે. આ આંકડો બહુ જ વધારે છે.
સવાલ : બધા જ પ્રિકોશન રાખવા છતાં અપરિણીત મહિલા પ્રેગ્નન્ટ થાય છે તો શું કરવું જોઈએ અને શું નહિ?
જવાબ : પ્રિકોશન રાખવા છતાં અપરિણીત મહિલા પ્રેગ્નન્ટ થાય છે તો...
સવાલ : ગર્ભનિરોધક ગોળીઓ દરેક મહિલા માટે સુરક્ષિત છે?
જવાબ : ગર્ભનિરોધક ગોળીઓ લેતાં પહેલાં ડોક્ટરની સલાહ અચૂક લો, ગોળીઓ લીધાનાં 2 અઠવાડિયાં બાદ સંપૂર્ણ ચેકઅપ કરાવો, જો તમને હાર્ટ, ડાયાબિટીસ, અસ્થમા અને એનિમિયાની બીમારી હોય તો તમારી મરજીથી ગોળીઓ લેવાને બદલે ડોક્ટરની સલાહ લઈને જ ગોળીઓ લો.
સવાલ : ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દુકાનદાર દવા આપી શકે છે?
જવાબ : મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી એક્ટ અનુસાર, ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ગર્ભપાતની ગોળીઓ વેચવી એ પણ એક પ્રકારનો ગુનો જ છે. વેચાણ કરતાં પહેલાં પ્રિસ્ક્રિપ્શનનો ફોટો, બિલનો રેકોર્ડ રાખવો પણ જરૂરી છે.
સવાલ : પુરુષો કોન્ડોમનો ઉપયોગ કરવાથી કેમ બચે છે?
જવાબ : ઘણી પરિણીત મહિલાઓનું કહેવું છે કે તેમના પતિ કોન્ડોમનો ઉપયોગ કરવા માગતા નથી. તેમને લાગે છે કે તેમને કોન્ડોમથી આનંદ નહીં મળે. તો આંકડા દર્શાવે છે કે દેશમાં 10માંથી માત્ર 1 પુરુષ કોન્ડોમનો ઉપયોગ કરે છે .નસબંધીના નામે પુરુષોને શારીરિક નબળાઈ, નપુંસકતા અને જીવનભર બોજ સહન ન કરી શકવાનો અથવા કોઈ રોગનો ભોગ બનવાનો પણ ડર લાગે છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 (NFHS) અનુસાર, ફેમિલી પ્લાનિંગ કરતી મહિલાઓની સંખ્યા સૌથી વધુ છે. તો વધુમાં વધુ 10માંથી 4 સ્ત્રી અનવોન્ટેડ પ્રેગ્નન્સીથી બચવા માટે નસબંધી કરાવે છે, જ્યારે નસબંધી કરાવનારા પુરુષોની સંખ્યા બિલકુલ નહિવત્ છે.
સવાલ : કોન્ડોમનો ઉપયોગ કરવાથી અનપ્લાન્ડ પ્રેગ્નન્સીથી કેવી રીતે બચી શકાય છે?
જવાબ : તો બીજી તરફ કોન્ડોમ ગર્ભાવસ્થાને રોકવામાં સંપૂર્ણપણે સફળ નથી. કોન્ડોમનો નિષ્ફળતા દર 30 ટકા છે, પરંતુ એ અન્ય વસ્તુઓ માટે કામ કરે છે .એનો ઉપયોગ બેક્ટેરિયલ ઇન્ફેકશન અને વાયરથી બચાવી શકે છે. જ્યારે 80-90ના દાયકામાં એઇડ્સના કેસોમાં વધારો થયો, ત્યારે WHOએ કોન્ડોમનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.
સવાલ : માસિક દરમિયાન સેક્સ કરતા સમયે કોન્ડોમનો ઉપયોગ કરવો જરૂરી છે?
જવાબ : આ એક તથ્ય છે. જો તમે આ સમયે પ્રેગ્નન્ટ નથી થવા ઇચ્છતા, તેથી પાર્ટનર પર કોન્ડોમનો ઉપયોગ કરવાનું દબાણ કરો છો, પરંતુ આ સમય દરમિયાન તમે આમ પણ પ્રેગ્નન્ટ નથી થઇ શક્તાં.
સવાલ : શું એબોર્શન માટે કોઈ ઘરગથ્થુ ઉપાય છે?
જવાબ : ના, આ ઉપાય તમારા માટે જોખમી સાબિત થઇ શકે છે. ઘણી મહિલાઓ કહે છે કે તેમણે ગર્ભપાત માટે ઉકાળો પીધો છે અને પપૈયું પણ ખાધું છે. આ ઉપાયોથી ઘણી વખત ગર્ભપાત થઈ જશે, પરંતુ ગર્ભાશયમાં ઈન્ફેક્શન, બ્લીડિંગ જેવી અનેક સમસ્યાઓ પણ થઇ શકે છે.
સવાલ: કઈ પરિસ્થિતિમાં કાયદાકીય રીતે એબોર્શન કરી શકાય છે?
જવાબ : સુપ્રીમ કોર્ટના એડવોકેટ ડી.બી.ગોસ્વામીના જણાવ્યા મુજબ, ભારતમાં નીચેના સંજોગોમાં ગર્ભપાત કાયદેસર રીતે કરી શકાય છે...
સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર, મહિલાઓ માટે કોન્ડોમ સૌથી વધુ પસંદગીનું ગર્ભનિરોધક છે. આ સ્થિતિમાં નીચે આપેલું ક્રિએટિવ વાંચીને કોન્ડોમ સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ બાબતોને સમજો અને એને અન્ય લોકો સાથે પણ શેર કરો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.