• Gujarati News
  • Utility
  • 119 Vacancies For Electrical Supervisor And More Posts, Oil India Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:ઓઈલ ઇન્ડિયા લિમિટેડે અલગ-અલગ 119 જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું, 22 જૂન પહેલાં અપ્લાય કરો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્ડિડેટ્સની ઉંમર 18 વર્ષથી 40 વર્ષ હોવી જોઈએ
  • ઉમેદવારનું સિલેક્શન ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે

ઓઈલ ઇન્ડિયા લિમિટેડે અલગ-અલગ ડ્રિલિંગ હેડમેન, ડ્રિલિંગ રિગમેન સહિત અલગ-અલગ જગ્યા પર ભરતી માટે કેન્ડિડેટ્સ પાસેથી અરજી માગી છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવની મદદથી ડ્રિલિંગ હેડમેન, ડ્રિલિંગ રિગમેન, કેમિકલ આસિસ્ટન્ટ, ઇલેક્ટ્રિકલ સુપરવાઈઝર, આસિસ્ટન્ટ મેકેનિક અને ગેસ લોગરની કુલ 119 જગ્યા પર ભરતી કરવામાં આવશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ oil-india.com પર 22 જૂન સુધી અપ્લાય કરી શકે છે.

લાયકાત
આ પોસ્ટ પર અરજી કરનારા ઉમેદવાર માન્ય શિક્ષણ બોર્ડમાંથી ધોરણ 10 પાસ હોવા જોઈએ. આ ઉપરાંત પોલિટેક્નિકના એન્જિનિયરિંગ હોલ્ડર પણ આ જગ્યા પર અપ્લાય કરી શકે છે.

જગ્યાની સંખ્યા: 119

જગ્યાસંખ્યા

ડ્રિલિંગ હેડમેન​​​​​​​

04
ડ્રિલિંગ રિગમેન05
ઇલેક્ટ્રિકલ સુપરવાઈઝર05
કેમિકલ આસિસ્ટન્ટ10
આસિસ્ટન્ટ રિગ ઇલેક્ટ્રિશિયન10
ડ્રિલિંગ ટોપમેન17
આસિસ્ટન્ટ મેકેનિક48
ગેસ લોગર20
આસિસ્ટન્ટ મેકેનિક31

​​​​​​​

ઉંમર
કેન્ડિડેટ્સની ઉંમર 18 વર્ષથી 40 વર્ષ હોવી જોઈએ.

સિલેક્શન પ્રોસેસ
કેન્ડિડેટ્સનું સિલેક્શન ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

આ રીતે અપ્લાય કરો:
યોગ્ય અને ઈચ્છુક કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 24 મેથી 22 જૂન સુધી અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ: