કાઉન્સિલ ફોર ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ (CISCE)એ ફેબ્રુઆરીમાં યોજાનારી 10મા-12મા ધોરણની પરીક્ષા મુલતવી રાખી છે. આ સંદર્ભે બોર્ડે એક જાહેરનામું બહાર પાડીને જણાવ્યું કે, કોરોના રોગચાળાને કારણે સર્જાયેલી પરિસ્થિતિ અને ગત વર્ષે શાળાના શિક્ષણ પર પડેલી તેની અસરને ધ્યાનમાં રાખીને પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે.
નવું સેશન માર્ચથી શરૂ થશે
બોર્ડે એ પણ સ્પષ્ટ કર્યું કે, CISCE સાથે જોડાયેલી તમામ શાળાઓમાં નવું અકેડેમિક સેશન વર્ષ 2021-222 માર્ચથી શરૂ થશે. જાહેરનામામાં જણાવ્યા મુજબ, નવું સેશન નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર માર્ચથી જ શરૂ કરવામાં આવશે. કાઉન્સિલે કહ્યું કે, નવું અકેડેમિક યર પાછલા વર્ષોમાં જેવું હતું એવું જ રહેશે. પરીક્ષા કેઆરની તારીખો વિશેની માહિતી પછી જાહેર કરવામાં આવશે, જે વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઇટ cisce.org પર જઇને ચેક કરી શકશે.
5 રાજ્યોની ચૂંટણીને કારણે પરીક્ષા મુલતવી રાખવામાં આવી
ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાશે. એવામાં વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની હેરાનગતિ અથવા અસુવિધાથી બચાવવા માટે ચૂંટણી દરમિયાન કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીં. પરીક્ષા પરિષદે જણાવ્યું કે, CISCEની પરીક્ષાની તારીખો પછીથી 'યોગ્ય સમયે' જાહેર કરવામાં આવશે. પરીક્ષાની તારીખો સિવાય અન્ય કોઈપણ નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.