તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CBSE બોર્ડ પરીક્ષા 2021:10મા-12માની બોર્ડ પરીક્ષાની ડેટશીટ 31 ડિસેમ્બરના રોજ જારી કરવામાં આવશે, કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક 31 ડિસેમ્બરના રોજ સાંજે 6 વાગે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની બોર્ડ પરીક્ષાઓની ડેટશીટ જારી કરશે. આ અંગે કેન્દ્રીય મંત્રીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા જાણકારી આપી છે. નિશંકે કહ્યું કે, વિદ્યાર્થીઓ, માતાપિતા અને શિક્ષકો લાંબા સમયથી 10મા-12માની બોર્ડની પરીક્ષાની તારીખોની રાહ જોતા હતા. આ અંગે તમામ લોકો સાથે ચર્ચા વિચારણ કરીને બોર્ડનું શિડ્યુઅલ નક્કી કરવામાં આવ્યું છે.

સોશિયલ મીડિયા પર જાણકારી આપી
શિક્ષણ મંત્રીએ શનિવારે જણાવ્યું કે 10મા-12માની બોર્ડની પરીક્ષાઓની તારીખોની જાહેરાત 31 ડિસેમ્બરે કરવામાં આવશે. તેમણે પોસ્ટ શેર કરીને કહ્યું કે વર્ષ 2021માં CBSE બોર્ડ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ પરીક્ષાઓ ક્યારે શરૂ થશે, આ અગે હું 31 ડિસેમ્બરના રોજ જાહેરાત કરીશ.

ફેબ્રુઆરી સુધી પરીક્ષા લેવામાં નહીં આવે
અગાઉ નિશંકે સોશિયલ મીડિયા પર આયોજિત એક લાઈવ વેબિનાર દ્વારા જાણકારી આપી હતી કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા 10મા અને 12માના બોર્ડની પરીક્ષાઓ ફેબ્રુઆરી સુધી લેવામાં નહીં આવે. આવી સ્થિતિમાં ફેબ્રુઆરી બાદ પરીક્ષાઓ ક્યારે થશે એ અંગે ચર્ચા વિચારણા કરીને ટૂંક સમયમાં જાણકારી આપવામાં આવશે.

લાઈવ સેશન દરમિયાન શિક્ષકો સાથે વાતચીત કરતી વખતે નિશાંકે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ઓનલાઈન મોડ દ્વારા પરીક્ષા લેવાનું શક્ય નથી. આવી પરીક્ષા રાબેતા મુજબ ઓફલાઈન મોડમાં જ લેવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો