પ્રસ્તાવ / ક્રિપ્ટોકરન્સી રાખવા પર 10 વર્ષની જેલ થઇ શકે છે

10 year jail for buying, selling cryptocurrency

Divyabhaskar.com

Jun 09, 2019, 04:23 PM IST

યુટિલિટી ડેસ્ક: ભારતમાં હવે ક્રિપ્ટોકરન્સી રાખવા પર 10 વર્ષની જેલ થઇ શકે છે. ડિજિટલ કરન્સી બિલ, 2019માં આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ મુજબ, દરેક વ્યક્તિ જે ક્રિપ્ટોકરન્સી જનરેટ કરશે, પાસે રાખશે, વેચશે, ટ્રાન્સફર કરશે, ડિસ્પોઝ કરશે, જાહેર કરશે અથવા તેમાં ડીલ કરશે, તેને સજા ભોગવવી પડશે. એટલે કે ક્રિપ્ટોકરન્સી સાથે કોઈપણ પ્રકારની ગતિવિધિ કરવા બદલ વ્યક્તિ સજાને પાત્ર બની શકે છે.

સ્વાભાવિક છે કે, આ પ્રસ્તાવ બાદ ક્રિપ્ટોકરન્સીને ભારતમાં માન્યતા મળવાની આશા પર પાણી ફરી વળ્યું છે. આ પગલું એવા લોકોને બાનમાં લેવામાં માટે ભરવામાં આવ્યું છે જે ક્રિપ્ટોકરન્સીમાં લેણદેણ કરવાના પ્રયત્ન કરે છે.

X
10 year jail for buying, selling cryptocurrency
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી