તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • 10% Of Corona Patients Are Older Children, One In 20 Patients Is A 10 year old Child; How To Finally Keep Them Safe, When Will The Vaccine Come?

બાળકોની વેક્સિન માટે રાહ જોવી પડશે:કોરોના દર્દીઓમાં 10% મોટાં બાળકો, દર 20માંથી એક દર્દી 10 વર્ષનું બાળક; આખરે તેમને કેવી રીતે સુરક્ષિત રાખવાં, ક્યારે વેક્સિન આવશે?

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સમગ્ર દુનિયા કોરોનાના વધુ આક્રમક બીજા રાઉન્ડનો સામનો કરી રહી છે. આ વખતે વધુ ચિંતાજનક બાબત એ છે કે બાળકો પણ મોટી સંખ્યામાં વાયરસની ઝપેટમાં આવી રહ્યાં છે. દુનિયાભરમાં તેમના માટે પણ વેક્સિનની જરૂરિયાત અનુભવાઈ રહી છે.

કોરોનાની પહેલી લહેરથી તો બાળકો બચી ગયાં. એવું માનવામાં આવી રહ્યું છે કે ઈમ્યુનિટી સારી છે એટલે તેમને જોખમ ઓછું છે, પરંતુ બીજી લહેર આવતાં જ આ અભિપ્રાય બદલાઈ ગયો. હવેના આંકડા ચોંકાવનારા છે. બાળકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. દર 20માંથી એક દર્દી દસ વર્ષથી પણ નાનું બાળક છે.

નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલના જણાવ્યા પ્રમાણે, કોરોનાના કુલ દર્દીઓમાંથી 4.42 ટકા દર્દી 10 વર્ષથી પણ ઓછી વયનાં એટલે કે બાળકો છે. 11 વર્ષનાં બાળકોથી લઈને 20 વર્ષના યુવકો કોરોના બીમારીમાં 9.79 ટકા હિસ્સો ધરાવે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, બાળકો પહેલા એસિમ્ટોમેટિક હતા, પરંતુ તેમનામાં ઘણાં લક્ષણો જોવા મળી રહ્યાં છે, જેમ કે નાક બંધ, પેટમાં દુખાવો, ઝાડા, ગળામાં દુખાવો, થાક અને માથામાં દુખાવો. બાળકોની વેક્સિનને લઈને લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, આ તમામ સવાલોના જવાબ અમે તમને આપી રહ્યા છીએ...

બાળકોને કેટલા સમયમાં વેક્સિન આપવામાં આવી શકે છે?
બાળકોની વેક્સિન ક્યારે આવશે એ અત્યારે નક્કી નથી. અત્યારે ફાઈઝર અને બાયોટેકે 16 વર્ષ અને તેનાથી વધુની ઉંમરનાં બાળકો માટે વેક્સિન અપ્રૂવ કરી દીધી છે, પરંતુ તેનાથી ઓછી ઉંમરનાં બાળકો માટે હજી સુધી કોઈ વેક્સિન અપ્રૂવ નથી થઈ.

યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન સ્કૂલ ઓફ મેડિસિન એન્ડ પબ્લિક હેલ્થમાં વેક્સિન પ્રોગ્રામને નજીકથી જોનારા ડૉ. જેમ્સ કોન્વેના જણાવ્યા પ્રમાણે, 12થી 15 વર્ષ સુધીનાં બાળકો માટે વેક્સિન આ ઉનાળામાં આવે એવી અપેક્ષા છે. 5થી 11 વર્ષ સુધીનાં બાળકો માટે 2021ના અંત સુધી વેક્સિન આવે એવી અપેક્ષા છે અને 6 મહિનાથી 4 વર્ષ સુધીનાં બાળકો માટે 2022ની શરૂઆતમાં વેક્સિન આવી શકે છે.

જો ઘરમાં બાળકો છે, તો વેક્સિન લીધેલા લોકો મિત્રો અને સંબંધીઓની સાથે ગેટ-ટુ-ગેધર કરી શકે છે?
સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા હોય અને એનો સમય 2 અઠવાડિયાંથી વધારે થઈ ગયો છે તેઓ પોતાના ઘરમાં એક નાના ગ્રુપની સાથે ગેટ-ટુ-ગેધર કરી શકે છે, પરંતુ એમાં માત્ર તે જ લોકો સામેલ થઈ શકે છે જેમને વેક્સિન લીધી છે.

જો દરેક વ્યક્તિ વેક્સિનેટેડ છે તો માસ્ક પહેરવું એટલું જરૂરી નથી. બાળકોને આ ગેટ-ટુ-ગેધરથી કોઈપણ પ્રકારનું જોખમ થવાની સંભાવના ઓછી છે.

જેમને વેક્સિન નથી લીધી, તેમની સાથે ગેટ-ટુ-ગેધર કરી શકાય છે?

  • ડૉ. મેકબ્રાઈડના જણાવ્યા પ્રમાણે, જે લોકોએ વેક્સિન નથી લીધી તેમની સાથે જો તમે ઘરમાં ગેટ-ટુ-ગેધર રાખો છો તો તે બાળકો માટે સુરક્ષિત નથી. જો માસ્ક વગર આ લોકો તેમનાં બાળકોની સાથે નજીક આવી ગયા તો તેમને સંક્રમણનું જોખમ છે.
  • નોર્થવેસ્ટર્ન મેડિસિનનાં પીડિયાટ્રિશિયન ડૉ. નિયા હર્ડ-ગેરિસના જણાવ્યા પ્રમાણે, આ સંક્રમણના કારણે બાળકોની મેન્ટલ હેલ્થ પર ખરાબ અસર થઈ રહી છે. બાળકોમાં એકલતા, ડિપ્રેશન, એન્ક્ઝાઈટી જેવી ઘણી સમસ્યાઓ જોવા મળી રહી છે, તેથી જરૂરી છે કે માતા-પિતાએ એ બાબતોનું ધ્યાન રાખવું કે બાળકો એકલતા ન અનુભવે.
  • ડૉ. જોહન્સના જણાવ્યા પ્રમાણે, લોકો સાવધાની રાખીને તેમના મિત્રો અને સંબંધીઓની સાથે ઘરની બહાર એક પ્લે ડેટ રાખી શકે છે. તમે ઘરની બહાર સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને, માસ્ક અને સેનિટાઈઝરની સાથે ગેટ-ટુ-ગેધર રાખી શકો છો. જ્યાં સુધી બાળકો માટે વેક્સિન નથી આવતી, ત્યાં સુધી ઘરની અંદર માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગ વગર આવું ગેટ-ટુ-ગેધર રાખવું સુરક્ષિત નથી.

બાળકોની સાથે ટ્રાવેલ કરવું સુરક્ષિત છે?

  • કેટલિન રિવર્સ જોહન્સ હોફકિન્સ સેન્ટર ફોર હેલ્થ સિક્યોરિટીના મહામારી નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે, બાળકોની સાથે ટ્રાવેલ કરતી વખતે સૌથી વધારે સાવધાની રાખવાની જરૂર છે. પહેલા તમે જે જગ્યાએ જઈ રહ્યા છો ત્યાંના લોકલ હેલ્થ ડિપાર્ટમેન્ટમાંથી માહિતી લો કે ત્યાં કોઈપણ પ્રકારનો પ્રતિબંધ તો નથીને. જે જગ્યાએ તમારે રોકાવવાનું છે એ સુરક્ષિત છે કે નહીં.
  • જો બાળકોને કોઈપણ પ્રકારની હેલ્થ સમસ્યા છે તો એ વિશે તેના ડૉક્ટરની સલાહ લો. સૌથી ખાસ વાત એ છે કે બાળકોને લઈ જવાના 2 દિવસ પહેલાં તેમનો કોવિડ ટેસ્ટ કરાવવો અને પાછા ફર્યાના 5 દિવસ બાદ પણ કોવિડ ટેસ્ટ કરાવવો, સાથે તેમને સાત દિવસ માટે ક્વોરન્ટીન પણ કરો.