• Home
  • Utility
  • Gadgets
  • Zoom edition pictures of Redmi K30 Pro leaked, Circular 4 rear camera setup found in phone

રેડમી K30 પ્રોનાં ઝૂમ એડિશનની તસવીરો લીક થઈ, ફોનમાં સર્ક્યુલર 4 રિઅર કેમેરા સેટઅપ મળશે

Zoom edition pictures of Redmi K30 Pro leaked, Circular 4 rear camera setup found in phone
X
Zoom edition pictures of Redmi K30 Pro leaked, Circular 4 rear camera setup found in phone

  • ‘K 30 પ્રો’નાં ઝૂમ એડિશનનાં મૂનલાઈટ, સ્કાય બ્લૂ, પર્પલ અને સ્પેસ ગ્રે કલર વેરિઅન્ટ લોન્ચ થશે
  • ફોનમાં સિંગલ પોપઅપ સેલ્ફી કેમેરા મળશે
  • ‘રેડમી K 30 પ્રો’નાં 6GB+128GB અને 8GB +128GB વેરિઅન્ટ લોન્ચ થશે
  • ઝૂમ એડિશનનાં 8GB + 542GB અને 12GB +542GB વેરિઅન્ટ લોન્ચ થશે

દિવ્ય ભાસ્કર

Mar 23, 2020, 07:31 AM IST

ગેજેટ ડેસ્ક: ચાઈનીઝ ટેક કંપની ‘રેડમી K 30 પ્રો’ સ્માર્ટફોન 26 માર્ચે ચીનમાં લોન્ચ કરશે. લોન્ચિંગ પહેલાં ‘K 30 પ્રો’નાં ઝૂમ એડિશનની તસવીરો અને સ્પેસિફિકેશન લીક થયાં છે. ટેક ટિપ્સ્ટર ઈશાન અગ્રવાલે ટ્વીટ કરી આ તસવીર અને સ્પેસિફિકેશન લીક કર્યા છે. લીક  કરવામાં આવેલી તસવીરો મુજબ ફોનનાં મૂનલાઈટ, સ્કાય બ્લૂ, પર્પલ અને સ્પેસ ગ્રે કલર વેરિઅન્ટ લોન્ચ થશે.

આ ટ્વીટ મુજબ, ‘રેડમી K 30 પ્રો’નાં 6GB+128GB અને 8GB +128GB વેરિઅન્ટ લોન્ચ થશે. ઝૂમ એડિશનનું 8GB + 542GB અને 12GB +542GB વેરિઅન્ટ લોન્ચ થશે. આ સિરીઝનાં ફોનમાં 5G સપોર્ટ અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર મળશે. કનેક્ટિવિટી માટે ફોનમાં ડ્યુઅલ મોડ 5G, વાઈફાઈ 6, 4G LTE અને 3.5mmનો ઓડિયોજેક મળશે. કંપનીના ટીઝર પેજ મુજબ, બંને એડિશનમાં HDR10+ સપોર્ટ અને 60Hzનો રિફ્રેશરેટ ધરાવતી AMOLED ડિસ્પલે મળશે.

કંપનીની માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ વીબો પર પણ ફોન લિસ્ટ થયો. તે અનુસાર ફોનમાં સિંગલ પોપઅપ સેલ્ફી કેમેરા મળશે. ફોનમાં મેટાલિક ફ્રેમિંગ અને રેડ કલર પાવર બટન મળશે. એન્ડ્રોઇડ 10 વિથ MIUI ઓપરેટિંગ સિસ્ટમ પણ મળશે.

કેમેરા સેટઅપ

ફોનમાં સર્ક્યુલર 4 રિઅર કેમેરા મળશે. તેની નીચે સિંગલ LED ફ્લેશ લાઈટ મળશે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 64MPનો પ્રાઈમરી કેમેરા મળશે.. ફોનમાં 6000mAhની બેટરી પણ મળી શકે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી