તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આસુસના પ્રીમિયમ સ્માર્ટફોન:રોટેબલ રિઅર કેમેરા સેટઅપથી સજ્જ 'ઝેનફોન 8 ફ્લિપ' લોન્ચ થયો, સેલ્ફી પણ લઈ શકાશે; ઝેનફોન 8માં 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા

4 મહિનો પહેલા
  • આસુસ ઝેનફોન 8 ફ્લિપમાં આંખોને નુક્સાન પહોંચાડતાં બ્લૂ રે સામે પ્રોટેક્શન મળે છે
  • ઝેનફોન 8 ફ્લિપ અને ઝેનફોન 8 બંને ફોન 8K વીડિયો સપોર્ટ કરે છે

આસુસના મોસ્ટ અવેઈટેડ ઝેનફોન 8 અને ઝેનફોન 8 ફ્લિપ સ્માર્ટફોન લોન્ચ થયાં છે. ફોન યુરોપ માર્કેટમાં લોન્ચ થયાં છે. ઝેનફોન 8ની કિંમત 599 યુરો (આશરે 53,293 રૂપિયા) છે. તો તેના અપગ્રેડેડ વર્ઝન અર્થાત ઝેનફોન 8 ફ્લિપની કિંમત 799 યુરો (આશરે 71,000 રૂપિયા) છે. ભારતમાં બંને ફોન ક્યારે લોન્ચ થશે તેના પર કંપનીએ હજુ સસ્પેન્સ જ રાખ્યું છે. ઝેનફોન 8 ફ્લિપનો રોટેટ કેમેરા ફ્રન્ટ અને રિઅર કેમેરા બંને રીતે કામ કરે છે.

આસુસ ઝેનફોન 8 ફ્લિપનાં સ્પેસિફિકેશન
મોટી ડિસ્પ્લે
ફોનમાં ફ્રન્ટ કેમેરા નથી. તેને લીધે ફોનમાં 6.67 ઈંચની મોટી ડિસ્પ્લે મળે છે. ફોનના રિઅર કેમેરાને ફ્લિપ કરી તેનો ઉપયોગ ફ્રન્ટ કેમેરા તરીકે કરી શકાય છે. ફોનમાં HD AMOLED ડિસ્પ્લે છે. તેનો રિફ્રેશ રેટ 90Hz છે. ડિસ્પ્લે આંખોને નુક્સાન કરતાં બ્લૂ રે સામે પ્રોટેક્શન આપે છે.

ફ્લિપ કેમેરા
આ ફોનમાં ફ્લિપ કેમેરા હોવાથી ફોનને ઝેનફોન 8 ફ્લિપ નામ અપાયું છે. તે રેક્ટેંગ્યુલર છે. તે ફોનની બેક પેનલમાં અટેચ છે. આ સેટઅપ ફોટો કેપ્ચર કરવો હોય ત્યારે જ ઓપન થાય છે. તેમાં 64MPનો પ્રાઈમરી કેમેરા છે. તે 8K વીડિયો રેકોર્ડ કરે છે. ટ્રાઈપોડ વગર પણ વીડિયો સ્પષ્ટ રેકોર્ડ થાય છે. તેમાં 8MPનું ટેલિફોટો સેન્સર છે. તે દૂરના ઓબ્જેક્ટ શાર્પ કરી ફોટો કેપ્ચર કરે છે. તેમાં 12MPનો માઈક્રો લેન્સ છે. તે 1 ઈંચના ડિસ્ટન્સથી પણ ક્લિયર ફોટો કેપ્ચર કરે છે.

સ્ટોરેજ
8GBની રેમ, તેનાથી નેટફ્લિક્સ, PUBG, ફ્રી ફાયર જેવી ગેમ સરળતાથી રમી શકાય છે. 256GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે. સ્ટોરેજને 2TB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.

બેટરી
ફોન 5,000mAhની બેટરથી સજ્જ છે. તેમાં 30 વૉટ ફાસ્ટ ચાર્જિંગ મળે છે. તેનાથી 10 મિનિટમાં મોબાઈલની બેટરી ફુલ થઈ જાય છે. સિક્યોરિટી માટે ફોનમાં ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં વાઈફાઈ, બ્લુટૂથ, હેડફોન અને સ્પીકર સહિતના ઓપ્શન છે. મોબાઈલનું વજન 230 ગ્રામ છે.

આસુસ ઝેનફોન 8નાં સ્પેસિફિકેશન
ડિસ્પ્લે
ફુલ HD AMOLED ડિસ્પ્લે મળશે. તેનું રિઝોલ્યુશન 2400 ×1080 પિક્સલ છે. ડિસ્પ્લે આઈફોન 12 મિનીની ડિસ્પ્લે કરતાં મોટી છે. તેમાં પ્રોટેક્શન માટે ગોરિલ્લા ગ્લાસનો ઉપયોગ થયો છે.

કેમેરા
ફોનમાં 64MPનો પ્રાઈમરી કેમેરા અને 12MPનો મેક્રો કેમેરા મળે છે. આ ફોન પણ 8K વીડિયો સપોર્ટ કરે છે.

સ્ટોરેજ
ફોનમાં 6GB અને 8GB રેમના ઓપ્શન મળે છે. સાથે જ ફોન 256GB સુધીનું ઈન્ટર્નલ સ્ટોરેજ ધરાવે છે.

બેટરી
ફોન 4000mAhથી સજ્જ છે. તે 30 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે. તેનાથી ફોન 20 મિનિટમાં ચાર્જ થાય છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 3.5mmનો ઓડિયો જેક, 4G, વાઈફાઈ, બ્લુટૂથ સહિતના ઓપ્શન મળે છે. મોબાઈલનું વજન 170 ગ્રામ છે.

અન્ય સમાચારો પણ છે...