- Gujarati News
- Utility
- Gadgets
- 'ZEB FIT7220CH' Smartwatch Launched With Calling Feature And 7 Sport Modes Launched, Gets 30 Days Jumbo Battery Life
ઝેબ્રોનિક્સની ન્યૂ વોચ:કોલિંગ ફીચર અને 7 સ્પોર્ટ મોડ સપોર્ટ કરતી 'ZEB-FIT7220CH' સ્માર્ટવોચ લોન્ચ થઈ, 30 દિવસની જમ્બો બેટરી લાઈફ મળશે
- વોચ ઓક્સિજન લેવલ , બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ મોનિટરિંગ જેવાં હેલ્થ ફીચર સપોર્ટ કરે છે
- રિસન્ટ કોલ, SMS અને થર્ડ પાર્ટી એપ નોટિફિકેશન સપોર્ટ પણ મળશે
ઝેબ્રોનિક્સે તેની લેટેસ્ટ સ્માર્ટવોચ 'ZEB-FIT7220CH' ભારતમાં લોન્ચ કરી છે. વોચ કોલિંગ ફીચર સપોર્ટ કરે છે. તેના માટે વોચમાં ઈનબિલ્ટ સ્પીકર અને માઈક અટેચ છે.
ઝેબ્રોનિક્સની આ લેટેસ્ટ સ્માર્ટવોચમાં 7 સ્પોર્ટ્સ મોડ મળે છે. વોચ ઓક્સિજન લેવલ મોનિટરિંગ, બ્લડ પ્રેશર મોનિટરિંગ અને હાર્ટ રેટ મોનિટરિંગ જેવાં હેલ્થ ફીચર મળે છે. ફિટનેસ અને એક્ટિવિટી ટ્રેક કરવા માટે વોચમાં પેડોમીટર, કેલરી કાઉન્ટ, ડિસ્ટન્સ ટ્રેકર અને સ્લીપ મોનિટર મળે છે.
કિંમત
કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર વોચ 7499 રૂપિયામાં લિસ્ટેડ છે. ઈ કોમર્સ સાઈટ એમેઝોન પર વોચ 3999 રૂપિયામાં અવેલેબલ છે. વોચનાં બ્લેક, બ્લૂ, ગોલ્ડ અને મેટાલિક સિલ્વર
કલર વેરિઅન્ટ અવેલેબલ છે.
ઝેબ્રોનિક્સ ZEB-FIT7220CHનાં સ્પેસિફિકેશન
- આ વોચમાં 1.75 ઈંચની 2.5D કર્વ્ડ ગ્લાસ ડિસ્પ્લે મળે છે. આ વોચમાં 100થી વધારે કસ્ટમાઈઝ્ડ વોચ ફેસિસ મળે છે. કોલિંગ ફંક્શન માટે તેમાં ઈનબિલ્ટ સ્પીકર અને માઈક મળે છે.
- કોલર આઈડી અને કોલ રિજેક્શન ફીચર પણ આ વોચ સપોર્ટ કરે છે.
- યુઝર સ્માર્ટફોનનું મ્યુઝિક અને કેમેરા પણ સ્માર્ટવોચથી કન્ટ્રોલ કરી શકે છે. તેમાં રિસન્ટ કોલ, SMS અને થર્ડ પાર્ટી એપ નોટિફિકેશન સપોર્ટ પણ મળે છે.
- આ વોચને ZEB-FIT 20 સિરીઝ એપ સાથે પેર કરી શકાય છે. તે ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર અવેલેબલ છે.
- આ વોચ વૉકિંગ, રનિંગ, સાઈકલિંગ, સ્કિપિંગ, બેડમિન્ટન સહિતના કુલ 7 સ્પોર્ટ્સ મોડ સપોર્ટ કરે છે.
- સ્ટેપ્સ કાઉન્ટ, કેલરી બર્ન અને ડિસ્ટન્સ મેઝરમેન્ટ સહિતની એક્ટિવિટી વોચ ટ્રેક કરે છે.
- વોચને IP67 સર્ટિફિકેશન મળ્યું છે. અર્થાત વોચ વૉટર રેઝિસ્ટન્સ છે.
- કનેક્ટિવિટી માટે વોચમાં બ્લુટૂથ 5.0 મળે છે. વોચમાં 210mAhની બેટરી છે જે સિંગલ ચાર્જ પર 30 દિવસનો સ્ટેન્ડ બાય ટાઈમ આપે છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, વોચ 1.5 કલાકથી 2
- કલાકમાં ફુલ ચાર્જ થઈ જાય છે.