તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ સર્વિસ:યુટ્યુબે ટિકટોકની જેમ શોર્ટ વીડિયો સર્વિસ ‘યુટ્યુબ શોર્ટ્સ’ ભારતમાં લોન્ચ કરી, યુઝર્સ 15 સેકન્ડનો વીડિયો બનાવી શકશે

5 મહિનો પહેલા
  • યુઝર્સને વીડિયો શૂટ અને એડિટ કરવા માટે અનેક ટૂલ્સ મળશે
  • ભારતમાં યુટ્યુબના એક્ટિવ યુઝર્સની સંખ્યા 30.8 કરોડ છે

યુટ્યુબે ફાઈનલી તેનું શોર્ટ વીડિયો ફીચર ભારતમાં લોન્ચ કર્યું છે. ટિકટોક બૅન થયા બાદ ઈન્સ્ટાગ્રામે રીલ્સ લોન્ચ કર્યું હતું. હવે તેની હરોળમાં યુઝર્સની શોર્ટ વીડિયો મેકિંગ ડિમાન્ડ પૂરી કરવા માટે યુટ્યુબે ‘યુટ્યુબ શોર્ટ્સ’ ફીચર લોન્ચ કર્યું છે. કંપનીએ ભારતમાં તેનાં લોન્ચિંગની ઓફિશિયલી જાહેરાત કરી છે.

‘યુટ્યુબ શોર્ટ્સ’
રિપોર્ટ્સ પ્રમાણે આ ફીચરમાં યુઝર્સ 15 સેકન્ડનો અથવા તેનાથી નાનો વીડિયો બનાવી તેને અપલોડ કરી શકશે. વીડિયો શૂટ અને એડિટ માટે યુઝર્સને અનેક ટૂલ્સ પણ મળશે. યુઝર્સને યુટ્યુબના લાયસન્સ સોન્ગની પરમિશન પણ મળશે

હાલ બીટા વર્ઝન લોન્ચ થયું
કંપનીએ હાલ આ સર્વિસનું અર્લી બીટા વર્ઝન લોન્ચ કર્યું છે. તેમાં નવાં ફીચર ઉમેરી કંપની તેનું સ્ટેબલ વર્ઝન લોન્ચ કરશે. ભારત સિવાય અન્ય દેશોમાં પણ આ સર્વિસ ટૂંક સમયમાં લોન્ચ થશે.

યુટ્યુબને તેના યુઝર્સ બેઝનો ફાયદો થશે
ટિકટોક બૅન થતાં જ ભારતમાં શોર્ટ વીડિયો શેરિંગ પ્લેટફોર્મની માગ વધી છે. ટિકટોકના ભારતમાં 20 કરોડ યુઝર્સ છે. યુટ્યુબના એક્ટિવ યુઝર્સની સંખ્યા ભારતમાં 30.8 કરોડ છે. આ સંખ્યા ટિકટોક કરતાં વધારે છે. તેવામાં ટિકટોક જેવી લોકપ્રિયતા ‘યુટ્યુબ શોર્ટ્સ’ને મળે છે કે કેમ તેની રાહ જોવી પડશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો