યુટ્યુબનું વેક્સિનેશન અભિયાન:14 દિવસમાં 22 વીડિયો શેર કર્યા, યુઝર્સને કહ્યું, વેક્સિનેશન સિલેક્ટ કરો, પ્રશ્ન હોય તો એક્સપર્ટની વાત સાંભળો

એક વર્ષ પહેલા
  • 6 સેકન્ડથી લઈને 35 સેકન્ડની વીડિયો ક્લિપ દેશની અલગ-અલગ ભાષામાં શેર કરી
  • છેલ્લા 3થી 4 દિવસથી યુટ્યુબ પર સૌથી વધારે વીડિયોમાં 20 સેકન્ડની ક્લિપ દેખાઈ રહી છે

મોડા તો મોડા પણ હવે દેશમાં વેક્સિનેશને સ્પીડ પકડી છે. લોકો પણ હવે સમજવા લાગ્યા છે કે, કોવિડ-19 મહામારી સામે લડવા માટે વેક્સિન જરૂરી છે. દેશમાં વેક્સિનેશનનો આંકડો 31 કરોડને પાર પહોંચી ગયો છે. આમ તો દેશમાં વેક્સિનેશનને સપોર્ટ કરવામાં ગૂગલે ઘણી મદદ કરી છે. તેણે એક્સપર્ટ કી સુનો (#ExpertsKiSuno) નામનું અભિયાન શરુ કર્યું છે. યુટ્યુબ પર નાની-નાની ક્લિપથી અલગ-અલગ એક્સપર્ટ વેક્સિનેશનનાં ફાયદા પણ જણાવી રહ્યા છે.

14 દિવસમાં 22 વીડિયો શેર કર્યા

યુટ્યુબે છેલ્લા 14 દિવસોમાં 22 વીડિયો ક્લિપ શેર કરી છે. આ 6 સેકન્ડથી લઈને 35 સેકન્ડની છે. ખાસ વાત તો એ છે કે. ક્લિપ દેશની અલગ-અલગ ભાષાઓમાં શેર કરી છે, જેથી દેશની જનતા આ જોઇને જાગૃત થાય. છેલ્લા 3થી 4 દિવસથી યુટ્યુબ પર સૌથી વધારે વીડિયોમાં 20 સેકન્ડની એક ક્લિપ દેખાઈ રહી છે. તેમાં AIIMSનાં ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા પણ વેક્સિનેશનના ફાયદા જણાવીને લોકોને અપીલ કરી રહ્યા છે. આ વીડિયોને ‘વેક્સિનેશન પર સવાલ? #ExpertsKiSuno વેક્સિનેશન ચુનો’ ટાઈટલ આપ્યું છે .

યુટ્યુબે તેના ભારતીય પેજને પણ 'YouTube India Spotlight' નામ આપ્યું છે. કંપની સતત વેક્સિનેશનને લઈને થઈ રહેલા પ્રશ્નો માટે એક્સપર્ટની વાત સાંભળવાનું લોકોને કહી રહી છે. આ માટે #ExpertsKiSuno અને #TrustTheExperts અભિયાન ચાલુ કર્યું છે. દેશમાં વેક્સિનેશન ઝડપી બન્યું ત્યારે પોઝિટિવ કેસમાં પણ ઘટાડો થયો. અમારી અપીલ છે કે વેક્સિન જરરુ લો. વેક્સિનેશનને લઈને જે પણ અફવાઓ છે તેનાથી બચો.

અન્ય સમાચારો પણ છે...