તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • YouTube Has Started Testing Its Short Video Sharing App To Compete With Chinese App Tiktok, Which Will Get More Licensed Music Access Than Tiktok.

એપ ઈન ડેવલપમેન્ટ:ચાઈનીઝ એપ ટિકટોકને ટક્કર આપવા યુટ્યુબે પોતાની શોર્ટ વીડિયો શેરિંગ એપનું ટેસ્ટિંગ શરૂ કર્યું, ટિકટોક કરતાં વધારે લાયસન્સ મ્યૂઝિક એક્સેસ મળશે

એક વર્ષ પહેલા
  • યુટ્યુબની આગમી એપમાં ટિકટોકની જેમ જ 15 સેકન્ડનો વીડિયો બનાવી શેર કરી શકાશે
  • એન્ડ્રોઈડ અને iOS યુઝર્સ પર એપનું ટેસ્ટિંગ શરૂ થયું છે

દુનિયાના સૌથી મોટા વીડિયો પ્લેટફોર્મ યુટ્યુબ પણ હવે ‘ટિકટોક’ની જેમ શોર્ટ વીડિયો શેરિંગ માર્કેટમાં જંપ લાવશે. ચાઈનીઝ શોર્ટ વીડિયો શેરિંગ એપ ટિકટોકને ટક્કર આપવા યુટ્યુબ પોતાની શોર્ટ વીડિયો મેકિંગ એપ લોન્ચ કરશે. કંપની હાલ આ એપનું ટેસ્ટિંગ એન્ડ્રોઈડ અને iOS યુઝર્સ પર કરી રહી છે. એપના ડેવલપર્સ એપ્રિલ મહિનામાં જ તેની માહિતી આપી ચૂક્યા છે. યુટ્યુબની અપકમિંગ એપને ટિકટોક કરતાં વધારે લાયસન્સ મ્યૂઝિક એક્સેસ મળશે.

મલ્ટિપલ ક્લિપ રેકોર્ડ કરી શકાશે
ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટે પોસ્ટમાં લખ્યું છે કે, આ એપની મદદથી યુઝર ડાયરેક્ટ મલ્ટિપલ ક્લિપ રેકોર્ડ કરી અપલોડ કરી શકશે. જો વીડિયો 15 સેકન્ડથી વધારે લાંબો હશે તો તેને યુટ્યુબ પર અપલોડ કરી શકાશે. 15 સેકન્ડથી વધારે લાંબા વીડિયોને ફોન ગેલરીમાં સેવ કર્યા બાદ અપલોડ કરી શકાશે.

iOS અને એન્ડ્રોઈડ પર ટેસ્ટિંગ શરૂ

  • કંપનીએ જણાવ્યું કે, એપનું ટેસ્ટિંગ કેટલાક iOS અને એન્ડ્રોઈડ પર ચાલી રહ્યું છે. યુઝર્સ ‘ક્રિએટ અ વીડિયો’ વિભાગમાં જઈ વીડિયો અપલોડ કરી ટેસ્ટ કરી રહ્યા છે. જોકે તેમાં ટિકટોકની જેમ ફિલ્ટર, મ્યૂઝિક અને ઈફેક્ટ જેવાં ફીચર્સ મળશે કે કેમ તેની કંપનીએ સ્પષ્ટતા કરી નથી.
  • યુટ્યુબ દ્વારા હાલ શોર્ટ વીડિયો ફીચર યુટ્યુબ સ્ટોરીમાં આપવામાં આવી રહ્યું છે. તેને યુટ્યુબ રીલ્સ કહેવામાં આવે છે. તેનાથી યુઝર્સ શોર્ટ વીડિયો અપલોડ કરી શકે છે. કંપનીએ આ ફીચરને વર્ષ 2017માં શરૂ કર્યું હતું.

ફેસબુકે પણ ટિકટોકને ટક્કર આપવા Collab એપ લોન્ચ કરી
તાજેતરમાં જ ફેસબુકે પણ ટિકટોકને ટક્કર આપવા તેની શોર્ટ વીડિયો શેરિંગ એપ Collab એપ લોન્ચ કરી છે. તેનાથી યુઝર મ્યૂઝિક અને શોર્ટ વીડિયો ક્લિપ બનાવી શકે છે. જોકે હાલ એપનું બીટા વર્ઝન લોન્ચ થયું છે. તે ઈન્વાઈટ ઓન્લી ઓપ્શન સાથે iOS યુઝર્સ માટે જ અવેલેબલ છે. આ એપ પર એક સાથે 3 અલગ અલગ શોર્ટ વીડિયો શૂટ કરી તેને એડિટ કરી શકાય છે. એપથી વીડિયો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પર પણ શેર કરી શકાય છે.

ભારતમાં ટિકટોક એપ પોપ્યુલર
ટિકટોકની શરૂઆત વર્ષ 2016માં ચીનમાં થઈ હતી અને વર્ષ 2018માં તે દુનિયાભરમાં પોપ્યુલર બની. ત્યારબાદ તેની લોકપ્રિયતા વધી ગઈ. ભારતમાં એપ 2019માં લોન્ચ થઈ હતી. વર્ષ 2019માં તે વ્હોટ્સએપ બાદ સૌથી વધુ ડાઉનલોડ હાંસલ કરનારી એપ બની હતી. એપને 100 કરોડથી પણ વધારે ડાઉનલોડ્સ મળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...