જો તમે સ્માર્ટફોન હેંગની સમસ્યાથી પીડિત છો તો અમે તમારા માટે વિવિધ ટિપ્સ લઈને આવ્યા છીએ. આ ટેક ટિપ્સ ફોલો કરીને તમે તમારા સ્માર્ટફોનની સ્પીડ વધારી શકો છો. સ્માર્ટફોન હેંગ થવા પાછળ ઓવર ગેમિંગ, સ્ટોરેજ સહિતના અનેક કારણો હોય છે. તેના નિવારણ માટે આ સ્ટેપ્સ ફોલો કરો.
1.સૌ પ્રથમ ફોનનાં સેટિંગમાં જઈ સોફ્ટવેર અપડેટ પર જાઓ. તેમાં ઓટો ડાઉનલોડ ઓફ કરો.
2.ત્યારબાદ અકાઉન્ટ સેટિંગમાં જઈ ઓટો સિન્ક ડેટા ઓપ્શનને પણ ઓફ કરો. તેનાથી ફાયદો એ થશે કે ફોનની એપ્સ સિંક થવા માટે ઈન્ટરનેટનો ઉપયોગ નહિ કરે. સાથે જ ફોનનું સ્ટોરેજ પણ બચી જશે.
3. હવે પ્લે સ્ટોરનાં સેટિંગમા જઈ ઓટો અપડેટ ઓફ કરી દો.
4. ફોનના નેવિગેશન બારમાં આપેલાં રિસન્ટ બટન પર ક્લિક કરો અને બેકગ્રાઉન્ડમાં ચાલી રહેલી એપ્સને ક્લોઝ ઓલ એપ્સ કરો. તેનાથી રેમનો વપરાશ ઓછો થશે.
5. આ સિવાય ફોનમાંથી તમે જેનો ઉપયોગ નથી કરી રહ્યા તેવી એપ્સને પણ ડિલીટ અથવા અનઈન્સ્ટોલ્ડ કરી દો. આ એપ્સ તમારા ફોનની મેમરી રોકે છે, જેને લીધે તમારા ફોનનાં પર્ફોર્મન્સ પર અસર પડે છે.
6. ફોનના સેટિંગમાં જઈ અબાઉટ ફોન પર ક્લિક કરો. સોફ્ટવેર ઈન્ફોર્મેશન પર ક્લિક કરી બિલ્ડ નંબર પર 7થી 8 વખત ટેપ કરો. ત્યારબાદ ઓપન થતા ડેવલપર ઓપ્શનમાં Backgound Process limit પર ક્લિક કરી NO ઓપ્શન સિલેક્ટ કરો.
7. ડેવલપર્સ ઓપ્શનમાં જ ટ્રાન્ઝિશન એનિમેશન સ્કેલ અને વિન્ડો એનિમેશન સ્કેલ ઓપ્શન શોધી બંને ઓપ્શન ઓફ કરી દો. આ તમામ ટિપ્સ ફોલો કર્યા બાદ તમારો ફોન પહેલાં કરતાં વધુ સારું પર્ફોર્મન્સ આપશે.
નોંધ: હોમ સ્ક્રીન પર મિનિમમ આઈકોન રાખો. મેમરી પર સમયાંતરે ક્લિન કરતા રહો. વગર કામની ફાઈલ્સ ડિલીટ કરવાનું ન ભૂલો. તેનાથી તમારો ફોન ફાસ્ટ પર્ફોર્મન્સ આપશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.