ગૂગલ અકાઉન્ટ ધરાવતા દરેક યુઝર્સ માટે ટુ-સ્ટેપ વેરિફિકેશન (2SV)કરવું ફરજીયાત બની ગયું છે. કંપની 9 નવેમ્બરથી દરેક યુઝર્સ માટે 2SV લાગુ કરી રહી છે. કંપનીએ આ ચેન્જ યુઝરની સિક્યોરિટી વધારવા માટે કર્યો છે. આ વેરિફિકેશન પછી તમારા અકાઉન્ટમાં લોગઈનમાં એક નવું લેયર જોડાઈ જશે. ચાલો, સૌપ્રથમ 2SV પ્રોસેસ વિશે જાણીએ...
2SV ઓન કરવાની પ્રોસેસ
આ વર્ષે 2SVની જાહેરાત કરી હતી
ગૂગલે આ વર્ષે 2SV લાગુ કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ વર્ષની શરુઆતમાં જ પોતાના બ્લોગમાં કહ્યું હતું કે, 2021ના અંત સુધીમાં 2SVમાં 15 કરોડ ગૂગલ યુઝર્સને ઓટો-ઇનરોલ કરાવવાનો પ્લાન બનાવી રહ્યા છે. આ ઓન કરવા માટે 2 મિલિયન(20 લાખ) યુટ્યુબ ક્રિએટર્સની જરૂર છે.
9 નવેમ્બરના રોજ 2SV ફીચર ઓટોમેટિક એક્ટિવ થઈ જશે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ગૂગલ ટુ-સ્ટેપ વેરિફિકેશનને સક્ષમ કરવા માટે દરેક યુઝર્સને ઈમેલ અને ઈન-એપ વેરિફિકેશન મોકલી રહ્યું છે. જો આ વેરિફિકેશન પ્રોસેસ ઇનેબલ નહીં હોય તો 9 નવેમ્બરના રોજ ઓટોમેટિક એક્ટિવ થઈ જશે.
લોગઈન માટે ફોન જરૂરી
ટુ-સ્ટેપ વેરિફિકેશનનો ડાયરેક્ટ અર્થ છે કે, તમે લોગઈન સુધી પહોંચવા માટે એક્સ્ટ્રા સ્ટેપ ફોલો કરવા પડશે. અકાઉન્ટ સિક્યોરિટી પહેલાંની સરખામણીએ વધી જશે. આ પ્રોસેસ દરમિયાન જ્યારે પણ તમે ગૂગલ અકાઉન્ટ પર લોગઈન કરશો તો પાસવર્ડની સાથે OTPની જરૂર પણ પડશે. આના વગર અકાઉન્ટમાં લોગઈન નહીં થાય. એટલે કે કોઈ પણ વ્યક્તિ સરળતાથી તમારું અકાઉન્ટ હેક નહીં કરી શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.