• Gujarati News
  • Utility
  • Gadgets
  • You Will Now Get The Undo Button To Delete The WhatsApp Status Update, The Error While Entering The Status Will Be Deleted

નવું ફીચર:વ્હોટ્સએપ સ્ટેટસ અપડેટ ડિલીટ કરવા માટે હવે Undo બટન મળશે, સ્ટેટસ મૂકતી વખતે થયેલી ભૂલ ડિલીટ થઈ જશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • Undo બટન સ્ટેટસ મૂકતી વખતે થયેલી ભૂલને સેકન્ડમાં સુધારશે

વ્હોટ્સએપ તેના પ્લેટફોર્મને વધુ સારું બનાવવા માટે નવા ફીચર્સ રજૂ કરે છે. વ્હોટ્સએપ હવે ફોટો એડિટ કરવા માટે Undo અને Redo બટન પર કામ કરી રહી છે. રિપોર્ટના અનુસાર, કંપની વ્હોટ્સએપના સ્ટેટસ માટે પણ એક નવું ફીચર અનડુ બટન લાવી રહી છે. આ Undo બટન સ્ટેટસ મૂકતી વખતે થયેલી ભૂલને સેકન્ડમાં સુધારશે.

સ્ટેટસ અપડેટને તરત ડિલીટ કરવામાં મદદ મળશે
વ્હોટ્સએપના અપડેટને ટ્રેક કરનાર બ્લોગ WABetaInfoના અનુસાર, વ્હોટ્સએપ એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે, જે તેના યુઝર્સ દ્વારા ભૂલથી પોસ્ટ કરવામાં આવેલા સ્ટેટસ અપડેટને તરત ડિલીટ કરવામાં મદદ કરશે. તેના માટે એપમાં એક Undo બટન આપવામાં આવશે. આ બટન Status Sent મેસેજની બાજુમાં લખેલું હશે. એટલે કે સ્ટેટસ અપડેટ કરતા જ તમે તરત એક્શન લઈ શકો છો. એવું હંમેશાં જોવામાં આવે છે કે, ઘણી વખત ભૂલથી સ્ટેટસ પર ફોટો અથવા વીડિયો અપલોડ થઈ જાય છે.

સ્ટેટસ ફટાફટ દૂર કરી શકાશે
વ્હોટ્સએપ પર પહેલાથી જ યુઝર્સને સ્ટેટસ ડિલીટ કરવાનો ઓપ્શન મળે છે. જો કે, તેના માટે તમારે પહેલા Status સેક્શનમાં જઈને સ્ટેટસ સિલેક્ટ કરવું પડશે અને ત્યારે ડિલિટ કરી શકશો. આટલા સમયમાં થઈ શકે છે કે તમારા ઘણા કોન્ટેક્ટ તે સ્ટેટસને જોઈ પણ લે. આવી સ્થિતિમાં નવું બટન ફોટો/વીડિયો દૂર કરવાનું કામ ઝડપથી કરી શકે છે.

નોટિફિકેશન પણ મળશે
બ્લોગ સાઈટના અનુસાર, જ્યારે તમે કોઈ સ્ટેટસ અપડેટને Undo કરો છો તો તમે હવે ડિલીટ કરવાની પ્રોસેસને પણ ફોલો કરી શકો છો. પૂરી થવા પર વ્હોટ્સએપ તમને નોટિફિકેશન મોકલશે કે તમારું સ્ટેટસ ડિલીટ કરી દેવામાં આવ્યું છે. સ્ટેટસ અપડેટ માટે Undo બટન અત્યારે વ્હોટ્સએપ બીટાના એન્ડ્રોઈડ વર્ઝન 2.21.22.6 પર ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. ટેસ્ટિંગ પૂરું થયા બાદ તેને તમામ યુઝર્સ માટે લોન્ચ કરી દેવામાં આવશે.