તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • You Will Now Get A New Ringtone For Group Calling, Camera Shortcuts Can Be Accessed During Calling, Find Out What Other Features You Will Get

વ્હોટ્સએપ યુઝર્સ આનંદો:હવે ગ્રૂપ કોલિંગ માટે નવી રિંગટોન મળશે, કોલિંગ દરમિયાન કેમેરા શોર્ટકટ એક્સેસ કરી શકાશે, જાણો બીજા કયા ફીચર્સનો લાભ મળશે

2 મહિનો પહેલા
  • વ્હોટ્સએપનાં બીટા વર્ઝનમાં નવાં ફીચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે
  • ટૂંક સમયમાં તેને લોન્ચ કરવામાં આવી શકે છે

કોરોનાકાળમાં વ્હોટ્સએપે અનેક યુઝર ફ્રેન્ડલી ફીચર્સ લોન્ચ કર્યાં છે. તેની હરોળમાં વ્હોટ્સએપ વધુ કેટલાક ફીચર્સ લોન્ચ કરવા જઈ રહી છે. તેમાં ન્યૂ રિંગટોન ફોર ગ્રૂપ કોલ, સ્ટિકર એનિમેશન, UI ઈમ્પ્રૂવમેન્ટ ફોર કોલ્સ અને રિટર્ન કેમેરા સામેલ છે. વ્હોટ્સએપના સમાચારોને ટ્રેક કરતી વેબસાઈટ WABetainfoએ ટ્વીટ કરી તેની માહિતી આપી છે.

વેબસાઈટના રિપોર્ટ અનુસાર, વ્હોટ્સએપના 2.20.198.11 વર્ઝનના કેટલાક બીટા યુઝર્સને તેનો લાભ મળી રહ્યો છે. કંપનીએ ગૂગલ પ્લે બીટા પ્રોગ્રામ હેઠળ નવી અપડેટ લોન્ચ કરી છે.

રિંગટોન ફોર ગ્રૂપ કોલ
અત્યાર સુધી વ્હોટ્સએપમાં સાદા કોલ માટે રિંગટોન સેટ કરવાનો ઓપ્શન મળતો હતો અને ગ્રૂપની ઈન્કમિંગ મેસેજ ટ્યુન સેટ કરવા મળતી હતી. નવી અપડેટમાં યુઝર્સ ગ્રૂપ કોલ માટે રિંગટોન સેટ કરી શકશે. હાલ વેબસાઈટે એક જ ટ્યૂન જાહેર કરી છે. બની શકે તેમાં યુઝર્સને ઢગલો ઓપ્શન મળી રહે.

ન્યૂ સ્ટિકર એનિમેશન
તાજેતરમાં જ વ્હોટ્સએપે એનિમેટેડ સ્ટિકર સપોર્ટ લોન્ચ કર્યો હતો, જે 8 વાર લૂપિંગ કરે છે. નવી અપડેટમાં લાંબા એનિમેશન ધરાવતા સ્ટિકર મળશે, જે ઓછી વખત લૂપિંગ કરશે.

UI ફોર કોલ્સ
કંપનીએ કોલિંગ માટે UI (યુઝર ઈન્ટરફેસ)માં પણ ફેરફાર કરશે. તેમાં તમામ ફંક્શન બટન બોટમ અર્થાત સ્ક્રીનની નીચે જ જોવા મળશે. તેમાં કેમેરા સ્વિચ, મેસેજ, વીડિયો, માઈક્રોફોન અને ઈન્ફોર્મેશન સામેલ હશે.

જોકે આ તમામ ફીચરયુક્ત નવી અપડેટને ઓફિશિયલી ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી. આ તમામ ફીચર પર હાલ કંપની ટેસ્ટિંગ કરી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો