સ્માર્ટફોનના સીક્રેટ કોડ:ડાયલ કરતાં જ માલુમ પડશે IMEI નંબર, રિસિપ્ટ અને મોબાઈલ બોક્સ જોવાની જરૂર નહિ રહે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોબાઈલ ખરીદતાં સમયે તેનાં પેકેજિંગ બોક્સમાં મોબાઈલનાં તમામ સ્પેસિફિકેશન સાથે IMEI નંબર લખેલો હોય છે, પરંતુ ઘણી વાર બોક્સ આપણે ફેકી દેતાં હોઈએ છીએ. સાથે જ મોબાઈલ બિલની રિસિપ્ટ પણ ખોવાઈ જાય છે. તેનાથી મોબાઈલનો IMEI નંબરની જાણ થઈ શકતી નથી.

તમે તમારો ફોન રજિસ્ટર કરાવો કે તેને ઓનલાઈન વેચી રહ્યા હો તો તમને મોબાઈલનો IMEI નંબર પૂછવામાં આવે છે. આ ઓપ્શનને તમે ખાલી છોડી શકતા નથી. કારણ કે કોઈ પણ મોબાઈલને વેચવા માટે તે સૌથી જરૂરી હોય છે.

IMEI (ઈન્ટરનેશનલ મોબાઈલ સ્ટેશન ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી) દરેક મોબાઈલનો યુનિક નંબર હોય છે. તે ફોનને ઓફિશિયલ વેચવા માટે ઘણો કામનો હોય છે. જ્યારે તમારો ફોન ચોરી થઈ જાય ત્યારે પણ IMEI નંબર ઘણો જરૂરી સાબિત થાય છે. IMEI નંબરની મદદથી જ પોલીસ તમારો ખોવાયેલો ફોન શોધી શકે છે. તમે તમારા ફોનનો IMEI નંબર સિમ સ્લોટથી નોટ કરી શકો છો. ડ્યુઅલ ફોનમાં ડ્યુઅલ IMEI નંબર હોય છે. ટેબ્લેટમાં પણ IMEI નંબર હોય છે. આ નંબર ઈમર્જન્સીમાં ઘણો કામ આવે છે.

એન્ડ્રોઈડ મોબાઈલ યુઝ કરનારા યુઝર માટે ફોનનાં સ્પેસિફિકેશન જાણવા માટે ઘણા સીક્રેટ કોડ્સ હોય છે. આ કોડ્સને USSD (અનસ્ટ્રક્ચર સપ્લિમેન્ટ્રી સર્વિસ ડેટા) કહેવાય છે.

કેવી રીતે USSD કોડ્સનો ઉપયોગ કરશો?
તેનો ઉપયોગ કરવો સરળ છે. આ કોર્ડ ડાયલ કરી એન્ટર આપી તરત ફોન વિશે માહિતી મેળવી શકાશે.

*#*#4636#*#*
આ કોડથી તમે ફોનની બેટરીનું સ્ટેટસ જાણી શકો છો. તેમાં બેટરીનું ટેમ્પરેચર, બેટરી વોલ્ટ બેટરીનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે તે માલુમ કરી શકાય છે.

*#06#
આ કોડ ડાયલ કરી ફોનનો IMEI નંબર ચેક કરી શકાય છે. સાથે જ નંબર સાથે ફોનનો MEID પણ જાણી શકાય છે.

સેમસંગ ફોનનો USSD કોડ
સેમસંગનો સીક્રેટ કોડ *#0*# છે. તેનો ઉપયોગ સેમસંગના ફોનમાં હાર્ડવેરની માહિતી જાણવા માટે કરવામાં આવે છે. આ કોડ કોઈ અન્ય બ્રાન્ડ માટે કામ નહિ કરે. સાથે જ *#0228# નંબર ડાયલ કરી ફોનની ડિસ્પ્લે અને બેટરીનું સ્ટેટસ જાણી શકાય છે.

શાઓમી ફોનનો USSD કોડ
*#*#64663#*#* કોડનો ઉપયોગ શાઓમી યુઝર્સ કરી શકે છે. આ કોડનો ઉપયોગ કરી હાર્ડવેરની માહિતી ડિસ્પ્લે પર જોવા મળશે.

રિયલમી ફોનનો USSD કોડ
*#800# આ કોડ રિયલમી ફોન પર કામ કરે છે. તેને ડાયલ કરી રિયલમી યુઝર્સ પોતાના ફેક્ટરી મોડ અને ફીડબેક મેન્યૂ ઓપન કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...