તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • You Will Get Only 1 Hour Free Service On Google Meet, For Nonstop Calling You Have To Take A Membership Plan Of Rs 750

ફ્રી અનલિમિટેડ વીડિયો કોલિંગ સમાપ્ત:ગૂગલ મીટ પર માત્ર 1 કલાક જ ફ્રી સર્વિસ મળશે, નોનસ્ટોપ કોલિંગ માટે તમારે 750 રૂપિયાનો મેમ્બરશિપ પ્લાન લેવો પડશે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગૂગલ મીટથી વીડિયો કોન્ફરન્સિંગ કરનાર યુઝર્સ માટે ખરાબ સમાચાર છે. હવે કંપનીએ વીડિયો કોલિંગ એપ મીટ પર ફ્રી અકાઉન્ટ માટે અનલિમિટેડ ગ્રુપ વીડિયો કોલની સુવિધા સમાપ્ત કરી દીધી છે. હવે યુઝર્સ એક કલાક માટે જ ગ્રુપ કોલિંગ કરી શકશે. ગૂગલના જણાવ્યા અનુસાર, ગ્રુપ વીડિયો કોલિંગ દરમિયાન 55 મિનિટ બાદ એક નોટિફિકેશન મળશે જેમાં કોલ પૂરો થવાની જાણકારી આપવામાં આવશે.

750 રૂપિયા દર મહિને ખર્ચ થશે
હવે એવા યુઝર્સ જે 1 કલાકથી વધારે સમય સુધી ગ્રુપ વીડિયો કોલિંગ કરવા માગે છે, તેમને પોતાના ગૂગલ અકાઉન્ટને અપગ્રેડ કરવું પડશે. તેના માટે તમે ગૂગલ વર્કસ્પેસ મેમ્બરશિપ ખરીદી શકો છો. દર મહિને વર્કપ્લેસ મેમ્બરશિપ પ્લાન માટે 9.99 ડોલર (લગભગ 750 રૂપિયા) ખર્ચ કરવા પડશે. પ્લાન વગર વન-ઓન-વન કોલ પર 24 કલાક સુધી અને ત્રણ અથવા તેનાથી વધુ લોકોની સાથે 60 મિનિટ માટે કોલ ઉપલબ્ધ રહેશે.

કંપનીએ ગયા વર્ષે જાહેરાત કરી હતી કે, ગૂગલ અકાઉન્ટ ધરાવતી કોઈપણ વ્યક્તિ કોઈ સમયમર્યાદા વગર 100 લોકોની સાથે ફ્રી મિટિંગ કરી શકે છે. તેની ઈન્ટીગ્રેટેડ કમ્યુનિકેશન અને હેલ્પ સર્વિસ વર્ક પ્લેસ હવે ગૂગલ અકાઉન્ટ ધરાવતા તમામ લોકો માટે ઉપલબ્ધ છે.

કોરોના મહામારીમાં લોન્ચ થઈ હતી એપ
ગૂગલ મીટને એપ્રિલ 2020માં લોન્ચ કરવામાં આવી હતી, બાદમાં તેને જીમેલ અકાઉન્ટમાં જોડી દેવામાં આવી. તે સમયે કોરોના મહામારી ઝડપથી ફેલાઈ રહી હતી. જેના કારણે વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન એજ્યુકેશનનો ટ્રેન્ડ વધવા લાગ્યો હતો. લોન્ચ બાદથી ગૂગલે બ્લર બેકગ્રાઉન્ડ, નોઈઝ કેન્સલેશન, વધુ લોકોને કનેક્ટ કરવા જેવાં ફિચર્સ એપમાં જોડ્યાં હતાં. યુઝર એક્સપિરિયન્સ વધારવા માટે ગૂગલે આ એપમાં ઘણા સુધારા પણ કર્યા.