Google Pixel 6aનું પ્રી-બુકિંગ શરૂ:6GB રેમ અને લાઈવ ટ્રાન્સલેશન જેવાં ફીચર્સ મળશે, હવે 4000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગૂગલનો પિક્સલ સ્માર્ટફોન Pixel 6a ભારતીય બજારમાં આવવાની તૈયારીમાં છે. ભારતીય ગ્રાહકો માટે તેનું પ્રી બુકિંગ શરુ થઈ ગયું છે. ગૂગલ તરફથી આ ફોનનું વેચાણ 28 જુલાઈથી શરૂ થશે. ગૂગલે મે મહિનામાં યોજાયેલી I/O ઇવેન્ટમાં આ ડિવાઈસ અંગે ચર્ચા કરી હતી. આ પહેલાં કંપનીએ વર્ષ 2020માં Pixel 4a લોન્ચ કર્યો હતો. પિક્સલ સ્માર્ટફોન સિવાય તમે પિક્સલ બડ્સ અને ગૂગલનાં અન્ય ડિવાઈસ પણ ખરીદી શકો છો. Google Pixel 6a કંપનીની 6-સીરીઝનો સૌથી સસ્તો ફોન છે.

યૂઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 5 વર્ષની સિક્યોરિટી અપડેટ આપવામાં આવી છે.
યૂઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 5 વર્ષની સિક્યોરિટી અપડેટ આપવામાં આવી છે.

Google Pixel 6aની કિંમત 43,999 રૂપિયા છે
Google Pixel 6aની કિંમત 43,999 રૂપિયા છે. જો કે, પ્રી બુકિંગ દરમિયાન તમે આ ફોનને 39,999 રૂપિયામાં ખરીદી શકશો. એક્સિસ બેંકના કાર્ડ અને EMI ટ્રાન્ઝેક્શન પર 4000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ભારતમાં આ ફોન બે કલર ઓપ્શન ચારકોલ અને ચાકમાં જોવા મળે છે. ગૂગલ આ ડિવાઈસ પર 6000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ આપી રહ્યું છે. આ ઓફર પિક્સલ ડિવાઇસીસ માટે જ છે. આ સાથે જ અન્ય ફોનના એક્સચેન્જ પર તમે 2000 રૂપિયા સુધીની બચત કરી શકો છો. આ ફોનની સાથે જો નેસ્ટ હબ ઝેન-2 કે પિક્સલ બડ્સ-A સિરીઝ કે ફિટબીટ ઇન્સ્પાયર-2 ખરીદો છો તો તમારે માત્ર 4,999 રૂપિયા ખર્ચ કરવા પડશે. ફ્લિપકાર્ટથી પિક્સલ બડ્સ પ્રો 19,990 રૂપિયામાં ખરીદી શકો છો.

Google Pixel 6aમાં લાઇવ ટ્રાન્સલેશનની સુવિધા મળશે, જે મેસેજથી લઇને વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ સુધી દરેક વસ્તુને સપોર્ટ કરશે. આ વાતને એવી રીતે સમજો કે જો તમે ઈન્સ્ટાગ્રામ પર કોઈ વિદેશી ભાષાનો વીડિયો જોઈ રહ્યા છો, તો આ ફીચર તે ભાષાને રિયલ ટાઈમ લેન્ગ્વેજમાં ટ્રાન્સલેટ કરશે.
Google Pixel 6aમાં લાઇવ ટ્રાન્સલેશનની સુવિધા મળશે, જે મેસેજથી લઇને વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ સુધી દરેક વસ્તુને સપોર્ટ કરશે. આ વાતને એવી રીતે સમજો કે જો તમે ઈન્સ્ટાગ્રામ પર કોઈ વિદેશી ભાષાનો વીડિયો જોઈ રહ્યા છો, તો આ ફીચર તે ભાષાને રિયલ ટાઈમ લેન્ગ્વેજમાં ટ્રાન્સલેટ કરશે.

Google Pixel 6aનાં સ્પેસિફિકેશન્સ
Google Pixel 6a 6.1 ઇંચની એફએચડી + OLED સ્ક્રીન સાથે આવે છે, જે 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટ પર છે. આ ડિવાઇસમાં 6GB રેમ + 128GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે.​​​​​​​ તેમાં ડ્યુઅલ રિયર કેમેરા મળે છે, જેનો પ્રાઈમરી લેન્સ 12MPનો છે. બીજો 12MP અલ્ટ્રા વાઇડ એંગલ સેન્સર છે. આ ઉપરાંત 8MPનો સેલ્ફી કેમેરો છે. આ ડિવાઈસ એન્ડ્રોઇડ-12 સાથે આવે છે. તેમાં 4,306mAhની બેટરી આપવામાં આવી છે, જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ હેન્ડસેટ ટાઇટન M2 ચિપ પર કામ કરે છે.