જિયોના 4 નવા પ્લાન:3 મહિના ડિઝની+હોટસ્ટાર સબસ્ક્રિપ્શન મફત, ફ્રી કોલ્સ અને SMS પણ મળશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જિયોએ એકસાથે અનેક નવા પ્રીપેઈડ પ્લાન લોન્ચ કર્યા છે, જે હવે ત્રણ મહિના માટે ડિઝની+હોટસ્ટાર મોબાઇલ સબ્સ્ક્રિપ્શન સાથે આવશે. અત્યારે ડિઝની+હોટસ્ટાર મોબાઇલ બેનિફિટ્સ ઓફર કરતા તમામ પ્રીપેડ પ્લાન્સ એક વર્ષના સબસ્ક્રિપ્શન સાથે આવે છે અને તે યુઝર્સની પસંદગી કરતા થોડા વધુ ખર્ચાળ છે, પરંતુ હવે કંપનીએ ચાર નવા પ્લાન લોન્ચ કર્યા છે જેમાં ત્રણ મહિનાનું ડિઝની+હોટસ્ટાર સબસ્ક્રિપ્શન આપવામાં આવશે. જિયોએ લોન્ચ કરેલા ચાર નવા પ્રીપેડ પ્લાનમાં 151 રૂપિયા, 333 રૂપિયા, 583 રૂપિયા અને 783 રૂપિયાના પ્લાન છે. તો ચાલો આ ચાર પ્લાન વિશે વિસ્તારપૂર્વક માહિતી મેળવીએ.

પ્લાન

વેલિડિટીડેટાકોલ્સSMS

ડિઝની+હોટસ્ટાર

સબસ્ક્રિપ્શન

151-8 GB--3 મહિના
333281.5 GB Dailyઅનલિમીટેડ100 Daily3 મહિના
583561.5 GB Dailyઅનલિમીટેડ100 Daily3 મહિના
783841.5 GB Dailyઅનલિમીટેડ100 Daily3 મહિના

જો આ રિચાર્જ પ્લાન્સને એકબીજા સાથે કમ્પેર કરવામાં આવે તો વેલિડિટીને બાદ કરતા જિઓનો 583 રૂપિયાનો પ્લાન અને 783 રૂપિયાનો પ્રીપેઈડ પ્લાન 333 રૂપિયાના પ્લાન જેવો જ છે. 583 રૂપિયાના પ્લાન સાથે યૂઝર્સને 56 દિવસની વેલિડિટી મળે છે, જ્યારે 783 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને 84 દિવસની વેલિડિટી મળે છે. આ બંને પ્લાન સાથે પ્રાઈમ સબસ્ક્રિપ્શન ફ્રીમાં આપવામાં આવતું નથી અને નવા યૂઝર્સને પ્રાઈમ મેમ્બરશિપ માટે 100 રૂપિયા ચાર્જ કરવામાં આવશે.