ટેક ટિપ્સ:ટ્રેનની મુસાફરી દરમિયાન વ્હોટ્સએપ દ્વારા ભોજન મગાવી શકશો, જાણો સ્ટેપવાઈઝ પ્રોસેસ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શું તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો અને તમારી મુસાફરી દરમિયાન ભોજનનો ઓર્ડર આપવા માગો છો? તો હવે તમે WhatsApp દ્વારા ઓર્ડર કરી શકો છો. હા, તમે તે સાચું સાંભળ્યું. Zoop ઈન્ડિયા, એક ઓનલાઈન પ્લેટફોર્મ જે મુસાફરોને ટ્રેનમાં ભોજન પહોંચાડે છે, તેણે WhatsApp ચેટબોટ સોલ્યુશન્સ પ્રોવાઈડર Jio Haptik Technologies Limited સાથે ભાગીદારી કરી છે, તે મુસાફરોને 'ટ્રેન પ્રવાસમાં સીમલેસ ફૂડ ઓર્ડરિંગ અને ડિલિવરી' માટે સક્ષમ બનાવે છે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, WhatsApp આધારિત સેલ્ફ-સર્વિસ ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ મુસાફરોને ફૂડ ઓર્ડર આપવા અને તેમની સીટ પર સીધા જ રીઅલ-ટાઇમ ઓર્ડર ટ્રેકિંગ, ફીડબેક અને સપોર્ટ સાથે ડિલિવરી મેળવવાની મંજૂરી આપે છે. મુસાફરો તેમના PNR નંબરનો ઉપયોગ કરીને આયોજિત ટ્રેન સ્ટોપ પર પસંદગીની રેસ્ટોરન્ટમાં ભોજનનો ઓર્ડર આપી શકે છે. WhatsApp ચેટબોટ પ્લેટફોર્મ મુસાફરોને નેટવર્ક કનેક્ટિવિટી સમસ્યાઓને દૂર કરવામાં અને તેમની મુસાફરી દરમિયાન ખોરાકની સુલભતામાં સુધારો કરવામાં મદદ કરે છે.

WhatsApp પર +91 7042062070 નંબર સેવ કરીને મુસાફરો Zoop સાથે ચેટ કરી શકે છે. આ ચેટબોટ પ્લેટફોર્મ દ્વારા ખોરાકનો ઓર્ડર કેવી રીતે આપવો તે માટેની અહીં સ્ટેપવાઈઝ પ્રોસેસ છે.

સ્ટેપ-1: WhatsAppમાં ઉપર આપેલ નંબર સેવ કરીને ચેટ વિન્ડો પર Hi પર ટૅપ કરો. વિકલ્પો પસંદ કરવા માટે એક બટન સાથે મેસેજ પોપ અપ થાય છે.
સ્ટેપ-2: ઓર્ડર ફૂડ વિકલ્પ પર ટેપ કરો.
સ્ટેપ-3: તમને તમારો PNR નંબર દાખલ કરવા માટે કહેવામાં આવશે.જો તમને આ ક્ષણે તે યાદ ન હોય, તો તમે તેને ઓનલાઈન અથવા તમારી ટિકિટમાં શોધી શકો છો અને જરૂરી વિગતો દાખલ કરી શકો છો.

WhatsApp એ અત્યાર સુધીની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન છે અને Haptik આજે WhatsApp ઈ-કોમર્સમાં મોખરે છે. Zoopindia.comના સ્થાપક પુનીત શર્માએ જણાવ્યું હતું કે, ‘ટ્રેનમાં ગુણવત્તાયુક્ત ખોરાકની અછતની સમસ્યા અમે ઉકેલવા માગીએ છીએ. હેપ્ટિક દ્વારા સંચાલિત વોટ્સએપ ચેટબોટ સોલ્યુશન સૌથી અત્યાધુનિક છે. તે તમામ રેલ્વે મુસાફરો માટે એક આદર્શ સ્વ-સેવા ઉકેલ છે. લોકો આ નવીનતાને કેવી રીતે પ્રતિભાવ આપે છે તે જોવા માટે અમે ઉત્સાહિત છીએ.’