યુટ્યુબર અભિષેક તેલંગ સાથે Tech Talk:એક કરતાં વધારે સોશિયલ મીડિયા અકાઉન્ટથી કંટાળી ગયા હો તો આ બે રીતે ડિલીટ કરો, જાણી લો સમગ્ર પ્રોસેસ

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકાઉન્ટ ડિલીટ કર્યા પછી સોશિયલ મીડિયા સાઇટ્સ તમારા ડેટાને એકથી ત્રણ મહિના સુધી સર્વર્સમાં રાખે છે
  • એ પછી તમારી પ્રોફાઈલ, પોસ્ટ, ફોલોઅર્સ અને કમેન્ટ્સ પર્મેનન્ટલી ડિલીટ થઇ જાય છે

અત્યારના ટાઈમમાં એક યુઝર્સ પાસે ઘણા બધા સોશિયલ મીડિયા અકાઉન્ટ હોય છે. તેમાં ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક અકાઉન્ટ તો કોમન છે. ઘણીવાર સોશિયલ મીડિયાથી રૂટિનમાં ડિસ્ટબન્સ પણ થાય છે. જો તમે પણ સોશિયલ મીડિયાથી કંટાળી ગયા હો અને થોડા દિવસ કે પછી હંમેશાં માટે સોશિયલ મીડિયા અકાઉન્ટ ડિલીટ કરવા ઇચ્છતા હો તો આજે અમે તમને આની ટ્રિક જણાવી રહ્યા છીએ...

ફર્સ્ટ: થોડા ટાઈમ માટે અકાઉન્ટ ડિલીટ કરવું
સૌપ્રથમ ટેમ્પરરી મેથડની વાત એટલે કે થોડા સમય માટે અકાઉન્ટ ડિલીટ કરવાની વાત કરીએ. તમારું ફેસબુક અકાઉન્ટ હોય કે પછી ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ, પહેલા અકાઉન્ટ સેટિંગમાં જાઓ અને ત્યાં ‘Temporarily Disable My Account‘ના ઓપ્શન પર ટેપ કરો.

એ પછી તમારું અકાઉન્ટ ડિસેબલ થઈ જશે, પરંતુ જો તમારે અકાઉન્ટ ફરીથી ચાલુ કરવું હોય કે એક્ટિવ કરવું હોય તો તમારા IDથી લોગિન કરતા જ તે રીએક્ટિવ થઈ જશે. થોડા સમય માટે અકાઉન્ટ ડિસેબલ કરવાથી તમારી પ્રોફાઈલ, ફોટોઝ, પોસ્ટ, કમેન્ટ, લાઈક આ બધું જ સર્વર પર રહે છે, પરંતુ બીજા યુઝર્સ આ જોઈ શકતા નથી.

સેકન્ડ: કાયમ માટે અકાઉન્ટ ડિલીટ કરવું
હવે પર્મેનન્ટલી અકાઉન્ટ ડિલીટ કરવાની મેથડ જાણીએ. આ માટે જ્યારે તમે સોશિયલ મીડિયા અકાઉન્ટમાં જઈને તમારું અકાઉન્ટ ડિલીટ કરો છો ત્યારે તે તમને એક નવા પેજ પર લઇ જાય છે. અહીં તમારે એક ફોર્મ ભરવું પડશે કે તમે અકાઉન્ટ કેમ બંધ કરવા ઈચ્છો છો?

અકાઉન્ટ ડિલીટ કર્યા પછી સોશિયલ મીડિયા સાઇટ્સ તમારા ડેટાને એકથી ત્રણ મહિના સુધી સર્વર્સમાં રાખે છે. એ પછી તમારી પ્રોફાઈલ, પોસ્ટ, ફોલોઅર્સ અને કમેન્ટ્સ પર્મેનન્ટલી ડિલીટ થઇ જાય છે. કોઈ પણ પ્રકારની કમ્યુનિટી ગાઈડલાઈનનું ઉલ્લંઘન ના થાય ત્યાં સુધી સોશિયલ મીડિયા કંપની કોઈનું પણ અકાઉન્ટ જાતે ડિલીટ કરતી નથી.