• Gujarati News
  • Utility
  • Gadgets
  • You Can Check Oxygen And Heart Rate, The Starting Price Of The Smartwatch Has Been Kept At Rs 2,099 In The Special Offer.

ન્યૂ સ્માર્ટવોચ:જિયોનીએ ભારતમાં ઓક્સિજન અને હાર્ટ રેટ મોનિટર કરતી 3 સ્માર્ટવોચ લોન્ચ કરી, બેઝિક વેરિઅન્ટની કિંમત ₹2099

6 મહિનો પહેલા
  • StylFit GSW6, StylFit GSW7 અને StylFit GSW8 સ્માર્ચવોચ સોશિયલ મીડિયા નોટિફિકેશન સપોર્ટ કરે છે
  • તમામ સ્માર્ટવોચમાં સ્ટેપ કાઉન્ટ, કેલરી બર્ન, હાર્ટ રેટ અને ઓક્સિજન લેવલ સહિતના હેલ્થ ફીચર મળે છે

જિયોનીએ ભારતમાં તેની 3 નવી સ્માર્ટવોચ જિયોની StylFit GSW6, જિયોની StylFit GSW7 અને જિયોની StylFit GSW8 લોન્ચ કરી છે. જિયોની StylFit GSW8ને મહિલાઓ માટે ડિઝાઈન કરવામાં આવી છે. તે માસિક ધર્મ સાયકલ ટ્રેક કરે છે. જિયોની સ્માર્ટવોચમાં ફિટનેસ ટ્રેકિંગ સાથે હાર્ટ રેટ મોનિટરિંગ મળે છે. સ્પોર્ટ મોડ સાથે આઉટ ડોર રન, સાયકલિંગ અને કાઉન્ટ સ્ટેપ પણ તે મોનિટર કરે છે. આ ત્રણેય સ્માર્ચવોચ બ્લુટૂથ વોઈસ કોલિંગ સપોર્ટ સાથે આવે છે.

કિંમત
જિયોની StylFit GSW6ની કિંમત 6999 રૂપિયા છે. જિયોની StylFit GSW7ની કિંમત 3999 રૂપિયા અને StylFit GSW8ની કિંમત 8999 રૂપિયા છે. જિયોની StylFit GSW7ને 13 જૂને કંપની સરપ્રાઈઝ કિંમત સાથે સેલ કરશે. ફ્લિપકાર્ટ પર રવિવારે જિયોની StylFit GSW7 2099 રૂપિયામાં મળશે.

જિયોની StylFit GSW6નાં ફીચર્સ અને સ્પેસિફિકેશન

  • આ વોચમાં સ્ક્વેર ડિસ્પ્લે મળે છે. તેમાં ગ્લાસ કલર પ્રોટેક્શન ટોપ પર મળે છે.
  • સ્માર્ટવોચમાં બ્લુટૂથ v5 કનેક્ટિવિટી મળે છે. તે વોઈસ કોલિંગ અને મ્યુઝિક પ્લેયર સપોર્ટ કરે છે.
  • તેમાં 220mAhની બેટરી મળે છે. કંપનીનો દાવો છે કે તે 15 દિવસનો સ્ટેન્ડ બાય ટાઈમ અને 5 દિવસનું બેકઅપ આપે છે.
  • તે સોશિયલ મીડિયા નોટિફિકેકશન સપોર્ટ કરે છે.

જિયોની StylFit GSW7નાં ફીચર્સ અને સ્પેસિફિકેશન

  • તેમાં 1.3 ઈંચની કર્વ્ડ ડિસ્પ્લે છે. તે 24 કલાક હાર્ટ રેટ મોનિટરિંગ કરે છે. સ્માર્ટવોચ બ્લડ ઓક્સિજન લેવલ પણ મોનિટરિંગ કરે છે. તે ટેક્સ્ટ, ઈમેલ, ફેસબુક, વ્હોટ્સએપ સહિતની સોશિયલ મીડિયા નોટિફિકેશન સપોર્ટ કરે છે.
  • તેને IP67 રેટિંગ મળ્યું છે. તે ડસ્ટ અને વૉટર રેઝિસ્ટન્સ છે.
  • તેમાં 130mAhની બેટરી છે.

જિયોની StylFit GSW8નાં ફીચર્સ અને સ્પેસિફિકેશન

  • આ વોચમાં કર્વ્ડ ડિસ્પ્લે મળે છે. તે સ્પીકર અને માઈક્રોફોન સાથે આવે છે. સ્માર્ટવોચમાં બ્લુટૂથ કનેક્ટિવિટી છે. તેનાથી વોઈસ કોલિંગ અને મ્યુઝિક પ્લેયર સપોર્ટ મળે છે.
  • તે હાર્ટ રેટ, મેન્સ્ટ્ર્યુઅલ સાયકલ અને સ્લીપ સાયકલ ટ્રેક કરે છે.
  • તેમાં 300mAhની બેટરી છે. તેનો સ્ટેન્ડ બાય ટાઈમ 18 દિવસનો છે.
  • તેના ફાઈન્ડ માય ફોન ફીચરની મદદથી ફોનનું લોકેશન જાણી શકાય છે.
અન્ય સમાચારો પણ છે...