વેલેન્ટાઈન ડે સેલ:શાઓમીના આ સેલમાં રેડમી સ્માર્ટફોનથી લઈને સ્માર્ટ ટીવી પર બમ્પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, ₹15,000ની બચત થશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેડમી બુક 15 ઈ લર્નિંગ એડિશન સેલમાં 35,499 રૂપિયામાં લિસ્ટેડ છે
  • સેલમાં રેડમી નોટ 11T 5G 2500 રૂપિયાનાં ડિસ્કાઉન્ટમાં અવેલેબલ છે

શાઓમીએ ભારતમાં તેનો 'વેલેન્ટાઈન અને મી' સેલ શરૂ કર્યો છે. Mi સ્ટોર પર અને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર સેલ લાઈવ થયો છે. આ સેલ 15 ફેબ્રુઆરી સુધી ચાલશે. સેલમાં સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

આ સ્પેશિયલ સેલમાં મી અને રેડમી બ્રાન્ડેડ સ્માર્ટ ટીવી, લેપટોપ, સ્માર્ટ બેન્ડ 6, રેડમી ઈયરબડ્સ 3 પ્રો અને મી સ્માર્ટ બેડસાઈડ લેમ્પ 2 પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

5000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ
કંપની સિટી કાર્ડ અને ક્રેડિટ EMIથી ખરીદી પર 5000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. કોટક મહિન્દ્રા બેંકના ગ્રાહકોને કાર્ડ અને EMI ટ્રાન્જેક્શન પર 10% સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે.

આ સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ
1. રેડમી 9i સ્પોર્ટ, કિંમત: 7619 રૂપિયા

વેલેન્ટાઈન ડે સેલ દરમિયાન રેડમી 9iની કિંમત 7619 રૂપિયા થઈ છે. ફ્લિપકાર્ટ પર ફોનની કિંમત 7834 રૂપિયા છે. આ ફોનમાં 13MPનો રિઅર અને 5MPનો ફ્રન્ટ કેમેરા છે.

2. રેડમી 9A સ્પોર્ટ, કિંમત: 6,569 રૂપિયા

સેલમાં આ ફોનની પ્રારંભિક કિંમત 6,569 રૂપિયા છે. ફોનની એક્ચ્યુઅલી કિંમત 7,299 રૂપિયા છે. ફ્લિપકાર્ટ પર તે 7,665 રૂપિયામાં અને એમેઝોન પર 7,499 રૂપિયામાં લિસ્ટેડ છે.

3. રેડમી નોટ 11T 5G,કિંમત: 14,499 રૂપિયા

ફોનનું બેઝિક વેરિઅન્ટ 2500 રૂપિયાનાં ડિસ્કાઉન્ટ સાથે 14,499 રૂપિયામાં લિસ્ટેડ છે. ફોનની ઓરિજિનલ કિંમત 16,999 રૂપિયા છે.

4. રેડમી નોટ 10 પ્રો, કિંમત: 16,999 રૂપિયા

સેલ દરમિયાન ફોન પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 6GB+128GB વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયા છે.

5. શાઓમી 11 લાઈટ NE 5G, કિંમત: 21,499 રૂપિયા

આ ફોન સેલમાં 21,499 રૂપિયામાં મળી રહ્યો છે. 11T પ્રો 5G અને શાઓમી 11 લાઈટ NE 5Gને એક્સચેન્જ પર 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે.

સ્માર્ટ ટીવી પર હજારોનું ડિસ્કાઉન્ટ
રેડમી સ્માર્ટ ટીવી 32 ઈંચ પર 2000 રૂપિયા અને રેડમી સ્માર્ટ ટીવી 43 ઈંચ પર 2500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સેલમાં Mi TV 5X મોડેલ 29,499 રૂપિયામાં લિસ્ટ થયું છે.

Mi સ્માર્ટ બેન્ડ 6 સેલમાં 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે તો રેડમી ઈયરબડ્સ 3 પ્રો પર 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. શાઓમી બિયર્ડ ટ્રિમર 2ને 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાશે.

લેપટોપ પર પણ ડિસ્કાઉન્ટ મળશે

  • રેડમી બુક 15 ઈ લર્નિંગ એડિશન સેલમાં 35,499 રૂપિયામાં લિસ્ટેડ છે. તેની ઓરિજિનલ કિંમત 51,999 રૂપિયા છે.
  • રેડમી બુક 15 પ્રો વેલેન્ટાઈન અને મી સેલ દરમિયાન 44,999 રૂપિયામાં અવેલેબલ છે. લેપટોપની ઓરિજિનલ કિંમત 59,999 રૂપિયા છે.
  • સેલમાં Mi નોટબુક પ્રો અને Mi નોટબુક અલ્ટ્રા પર પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
અન્ય સમાચારો પણ છે...