તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાઈઝ હાઈક:શાઓમીના 'રેડમી નોટ 10'ની ખરીદી માટે હવે ₹500 વધારે આપવા પડશે, નવી કિંમત સાથે ફોન સાઈટ પર લિસ્ટ થયો

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફોનનાં 4GB+64GB બેઝિક વેરિઅન્ટની કિંમત હવે 12,499 રૂપિયા થઈ
  • ફોન 48MP પ્રાઈમરી રિઅર કેમેરા, 5000mAhની બેટરી અને સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સરથી સજ્જ છે

શાઓમીએ ગયા મહિને લોન્ચ થયેલાં 'રેડમી નોટ 10' સ્માર્ટફોનની કિંમતમાં વધારો કર્યો છે. ફોનનાં બંને વેરિઅન્ટની કિંમતમાં 500 રૂપિયાનો ભાવવધારો થયો છે. ઈ કોમર્સ સાઈટ અને કંપનીની ઓફિશિયલ સાઈટ પર ફોન હવે આ ભાવવધારા સાથે અવેલેબલ છે. રેડમી નોટ 10 48MP પ્રાઈમરી રિએર કેમેરા અને 5000mAhની બેટરીથી સજ્જ છે.

કિંમત

મોડેલજૂની કિંમતનવી કિંમત
4GB+64GB11,999 રૂપિયા12,499 રૂપિયા
6GB+128GB13,999 રૂપિયા14,449 રૂપિયા

​​​​​​​રેડમી નોટ 10નાં બેઝિક સ્પેસિફિકેશન્સ

  • ફોનમાં 6.43 ઈંચ સુપર AMOLED FHD+ ડિસ્પ્લે મળી શકે છે.
  • આ સિવાય 360 ડિગ્રી એમ્બિઅન્ટ લાઈટ સેન્સર, IR બ્લાસ્ટર અને ડ્યુઅલ સ્ટીરિયો જેવાં ફીચર્સ મળશે.
  • ફોન MIUI 12 પર બેઝ્ડ એન્ડ્રોઈડ 11 OS પર કામ કરશે. તેમાં સ્નેપડ્રેગન 678 પ્રોસેસર મળશે. ફોનમાં 6GBની રેમ અને 128GB સુધીનું સ્ટોરેજ મળશે.
  • ફોટોગ્રાફી માટે તેમાં સોની IM582 સેન્સરથી સજ્જ 48MPનો પ્રાઈમરી કેમેરા, 8MPનો અલ્ટ્રા વાઈડ કેમેરા, 2MPનું મેક્રો સેન્સર અને 2MPનું ડેપ્થ સેન્સર મળે છે. સેલ્ફી માટે તેમાં 13MPનો લેન્સ મળે છે.
  • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર છે.
  • ફોનમાં 5000mAhની બેટરી મળે છે. તે 33 વૉટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે ફોનને 0થી 100% ચાર્જ થવામાં 74 મિનિટનો સમય લાગે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો