તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલ:શાઓમીના ‘Mi ટ્રુ વાયરલેસ ઈયરફોન 2’નું વેચાણ આજથી શરૂ થશે, કિંમત ₹3,999

10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ‘Mi ટ્રુ વાયરલેસ ઈયરફોન 2’ની કિંમત 4,499 રૂપિયા છે, ઓફર અંતર્ગત 17મે સુધી તેની ખરીદી 3,999 રૂપિયામાં કરી શકાશે
 • કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને એમેઝોન પરથી ખરીદી કરી શકાશે
 • ઈયરડ્સમાં 14.2mm ડ્રાઈવર્સ અને LHDC ટેક્નોલોજી મળશે
 • iOS અને એન્ડ્રોઈડ બંને ડિવાઈસ પર સપોર્ટ કરશે

ચાઈનીઝ ટેક કંપની શાઓમીએ ગત શનિવારે ‘Mi ટ્રુ વાયરલેસ ઈયરફોન 2’ ભારતમાં લોન્ચ કર્યા હતાં. કંપની મંગળવારે બપોરે 12 વાગ્યાથી તેનું વેચાણ શરૂ કરશે. ગ્રાહકો કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને એમેઝોન પરથી તેની ખરીદી કરી શકશે. 12મે થી 17મે સુધી ઓફર અંતર્ગત 3,999 રૂપિયામાં તેનું વેચાણ થશે. ત્યારબાદ તેની કિંમત વધીને 4,499 રૂપિયા થઈ જશે. જોકે લોકડાઉનને લીધે તેની ડિલિવરી સિલેક્ટેડ ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં જ કરવામાં આવશે. આ ઈયરડ્સમાં 14.2mm ડ્રાઈવર્સ અને LHDC ટેક્નોલોજી આપવામાં આવી છે.

‘Mi ટ્રુ વાયરલેસ ઈયરફોન 2’નાં બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન

 • આ ઈયરબડ્સમાં 14.2mm ડ્રાઈવર્સ આપવામાં આવ્યાં છે.
 • તેમાં ડ્યુઅલ માઇક નોઈસ કેન્સલેશન મળશે.
 • તેમાં LHDC (લૉ લેટન્સી એન્ડ હાઈ ડેફિનેશન ઓડિયો કોડેક) ટેક્નોલોજી મળશે, જે SBC કોડેક કરતાં 3 ગણી વધારે ઝડપથી ઓડિયો ટ્રાન્સમિટ કરે છે.
 • તેમાં કનેક્ટિવિટી માટે બ્લુટૂથ 5.0 મળશે. તે iOS અને એન્ડ્રોઈડ બંને ડિવાઈસ પર સપોર્ટ કરે છે.
 • ઈયરબડ્સ તેના કેસમાંથી બહાર નીકળતા જ ઓટોમેટિક સ્માર્ટફોન સાથે કનેક્ટ થશે. કેસમાંથી ઈયરબડ્સ બહાર આવતા સ્માર્ટફોનમાં પોપએપ નોટિફિકેશન મળશે.
 • તેમાં ઈન્ફ્રારેડ સેન્સર મળશે. તેની મદદથી ઈયરબડ્સ રિમૂવ કરતાં જ પ્લેબેક ઓડિયો એક્ટિવિટી બંધ થઈ જશે અને યુઝરના ઈયરબડ્ય પહેરવા પર ફરી શરૂ થશે.
 • તેમાં વોઈસ અસિસ્ટન્ટ માટે એક ડેડિકેટેડ બટન આપવામાં આવ્યું છે.
 • તેમાં 30mAhની બેટરી મળશે અને ચાર્જિંગ કેસમાં વધારાની 250mAh બેટરી મળશે.
 • પ્લેબેક કન્ટ્રોલ માટે તેમાં ટચ સેન્સિટિવ કન્ટ્રોલ મળશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો