તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Xiaomi's Market Share Was 28% In 2020, The Company Sold More Than 40 Million Smartphones; But Globally Apple And Samsung Sway

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાઓમીનો ભારતમાં દબદબો:2020માં શાઓમીનો માર્કેટ શેર 28% રહ્યો, કંપનીએ 4 કરોડથી વધારે સ્માર્ટફોન વેચ્યા; પરંતુ ગ્લોબલી એપલ અને સેમસંગની બોલબાલા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપની 2020ના ત્રીજા ક્વાર્ટરમાં સતત 13મી વખત શિપમેન્ટમાં નંબર વન રહી છે
  • ગ્લોબલ સ્માર્ટફોન શિપમેન્ટમાં પ્રથમ 3 ક્વાર્ટરમાં સેમસંગ અને છેલ્લા ક્વાર્ટરમાં એપલ નંબર 1 પર રહી હતી

કોરોનાકાળમાં એક તરફ કંપનીઓના સેલ્સમાં ઘટાડો આવ્યો છે. કેટલીક કંપનીઓએ તો પોતાના પ્લાન્ટ પણ બંધ કર્યા છે. તેવામાં શાઓમી પોતાનું વર્ચસ્વ જાળવી રાખવામાં સફળ બની છે. કંપનીના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે તેણે 37.7 બિલિયન ડોલર (આશરે 2.74 લાખ કરોડ રૂપિયા)ની રેવન્યૂ જનરેટ કરી છે. તેનો વાર્ષિક ગ્રોથ 19.4% રહ્યો છે. તેનો નેટ પ્રોફિટ 2 બિલિયન ડોલર (આશરે 14.53 હજાર કરોડ રૂપિયા) રહ્યો છે.

2020માં શાઓમીની સ્માર્ટફોન રેવન્યૂ 24.6%ના ગ્રોથ સાથે 23.3 બિલિયન ડોલર થઈ ગઈ છે. કંપનીએ 146.4 મિલિયન (આશરે 14.64 કરોડ રૂપિયા) યુનિટનાં ગ્લોબલ સ્માર્ટફોન શિપમેન્ટ કર્યાં છે. તે યર ઓન યર પ્રમાણે 17.5% વધારે છે. શાઓમીને ભારતીય માર્કેટનો ઘણો ફાયદો થયો છે. જોકે ચાઈનીઝ પ્રોડક્ટના વિરોધના વંટોળના સમયે વેચાણ પર અસર થઈ હતી.

2020માં સ્માર્ટફોન્સ કંપનીઓનો માર્કેટ શેર
કોરોના મહામારીએ ભલે બીજા ક્વાર્ટર પછી સ્માર્ટફોનના વેચાણ પર બ્રેક લગાવી હોય, પરંતુ ફેસ્ટિવલ અને વર્ષનાં અંતિમ મહિનામાં તેનાં વેચાણમાં ઉછાળો આવ્યો હતો.

શાઓમી ભારતમાં નંબર 1 પર રહી
કેનાલિસના રિપોર્ટ પ્રમાણે, શાઓમીનો ભારતમાં દબદબો રહ્યો છે. કંપની 2020ના ત્રીજા ક્વાર્ટરમાં સતત 13મી વખત શિપમેન્ટમાં નંબર વન રહી છે. આ દરમિયાન તેનો માર્કેટ શેર 24.7% રહ્યો. તો 2020ના પ્રથમ ક્વાર્ટર દરમિયાન 30% અને બીજા ક્વાર્ટર દરમિયાન 29% માર્કેટ શેર રહ્યો છે. ભારતમાં 2020માં 4 કરોડથી વધારે સ્માર્ટફોન વેચાયા હતા.

જૂન 2020માં ચાઈનીઝ સૈનિકોએ લદ્દાખની ગલવાન ઘાટીમાં 20 ભારતીય સૈનિકોની હત્યા કરી હતી. ત્યારબાદ દેશમાં ચીન વિરોધી વંટોળ ચાલ્યું હતું. સોશિયલ મીડિયા પર બૉયકૉટ ચાઈના હેશટેગ પણ ટ્રેન્ડિંગમાં હતું. તેમ છતાં શાઓમીએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું. માત્ર ત્રીજા ક્વાર્ટરમાં 1% માર્કેટ શેરથી તે સેમસંગ કરતાં પાછળ રહી હતી.

ગ્લોબલ શિપમેન્ટમાં એપલ અને સેમસંગનો દબદબો
ગત વર્ષે ગ્લોબલ સ્માર્ટફોન શિપમેન્ટમાં ટેક જાયન્ટ અપલ અને કોરિયન કંપની સેમસંગનો દબદબો રહ્યો હતો. એપલની આઈફોન 12 સિરીઝને લીધે કંપનીને જબરદસ્ત ફાયદો થયો હતો. જોકે લિસ્ટમાં ચાઈનીઝ કંપનીઓમાં શાઓમી સૌથી ઉપર રહી હતી. ગ્લોબલ સ્માર્ટફોન શિપમેન્ટમાં પ્રથમ 3 ક્વાર્ટરમાં સેમસંગ અને છેલ્લા ક્વાર્ટરમાં એપલ અવ્વ્લ રહી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો