તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કન્ફર્મ:શાઓમીની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ ‘MIUI 12’ 19મે એ ગ્લોબલી લોન્ચ થશે

10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ‘MIUI 12’માં Mi હેલ્થ ફીચર મળશે, જે સ્લીપ મોનિટર કરશે
 • નવી ઓપરેટિંગ સિસ્ટમમાં લાઈવ વોલપેપરને યુઝર ઝૂમ કરી શકશે
 • નવો એડવાન્સ ડાર્ક મોડ મળશે

ચાઈનીઝ ટેક કંપની શાઓમીએ 27 એપ્રિલે ઓનલાઈન ઈવેન્ટમાં તેની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ ‘MIUI 12’ ચીનમાં લોન્ચ કરી હતી. ચીનમાં ટેસ્ટિંગ બેઝ પર તેને લોન્ચ કરવામાં આવી હતી. હવે કંપની તેને 19મે એ ગ્લોબલી લોન્ચ કરશે. કંપનીએ ટ્વીટ કરી તેની માહિતી શેર કરી છે.

ભારતમાં રેડમી K30 યુઝર્સ પાયલટ પ્રોજેકટ હેઠળ પહેલાંથી જ આ સિસ્ટમનો ઉપયોગ કરી શકે છે. તેને જોતાં કહી શકાય કે ગ્લોબલ લોન્ચ સાથે ભારતમાં પણ તેને લોન્ચ કરવામાં આવશે. જોકે તેનાં ચાઈનીઝ વર્ઝન અને ગ્લોબલ વર્ઝનમાં ફેરફાર જોવા મળશે કે કેમ તેની કંપનીએ કોઈ હિંટ આપી નથી.

ચીનમાં લોન્ચ થયેલી MIUI 12નાં ફીચર્સ

 • શાઓમીના MIUI 11 ઓપરેટિંગ સિસ્ટમમાં ડાર્ક મોડ સપોર્ટ કરે જ છે પરંતુ કંપનીએ MIUI 12માં એડવાન્સર ડાર્ક મોડ 2.0 આપ્યો છે. તેમાં વોલપેપર ડિમિંગ અને ફન્ટ ટેક્સ્ટ એડ્જસ્ટમેન્ટ મળશે.
 • નવી ઓપરેટિંગ સિસ્ટમમાં લાઈવ વોલપેપરને યુઝર ઝૂમ કરી શકશે.
 • MIUI 12માં સ્મોલ એપ પ્રિવ્યુ જોઈ શકાશે.
 • તેમાં ન્યૂ નોટિફિકેશન મેનેજમેન્ટ આપવામાં આવ્યું છે.
 • નવી ઓપરેટિંગ સિસ્ટમમાં સિક્યોરિટીને પણ સ્થાન મળ્યું છે. કોઈ એપ પરમિશન એબ્યુઝિંગ હશે તો યુઝરને નોટિફિકેશન મળી જશે.
 • આ નવી ઓપરેટિંગ સિસ્ટમમાં AI (આર્ટફિશિયલ ઈન્ટેલિજન્સ) ફીચર પણ મળશે.
 • મોસ્ટ અવેઈટેડ Mi હેલ્થ ફીચરને MIUI 12માં સ્થાન મળ્યું છે. આ ફીચર સ્લીપ મોનિટર કરે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો