સેલ:શાઓમીના ક્રિસમસ સેલમાં મળશે બમ્પર ડિસ્કાઉન્ટ, સ્માર્ટફોનથી લઈને લેપટોપ સુધીના ગેજેટ્સ સસ્તાંમાં ખરીદવાની તક

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેલમાં કંપની મોબાઈલ ફોનમાં 1 રૂપિયામાં સ્ક્રીન પ્રોટેક્શન પણ આપી રહી છે
  • રેડમીબુક 15 પ્રોનું 8GB+512GB વેરિઅન્ટ 12 હજાર રૂપિયા સસ્તાંમાં ખરીદી શકાશે

ક્રિસમસને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ ફેસ્ટિવ સિઝનમાં હવે કંપનીઓ સેલ લઈને આવી છે. શાઓમીએ તેનો ક્રિસમસ સેલ શરૂ કર્યો છે. આ સેલમાં મોબાઈલ ફોન અને લેપટોપ પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સાથે જ કંપની ICICI બેંકના ક્રેડિટ કાર્ડ યુઝરને 4500 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપી રહી છે.

રેડમી નોટ 11T 5G
આ ફોનની એક્ચ્યુઅલ કિંમત 22,999 રૂપિયા છે જ્યારે શાઓમીની ઓફિશિયલ સાઈટમાં સેલમાં તેની કિંમત 19,999 રૂપિયા છે. ICICI ક્રેડિટ કાર્ડ યુઝરને 1000 રૂપિયાનું એડિશનલ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. કંપની 1 રૂપિયામાં સ્ક્રીન પ્રોટેક્શન પણ આપી રહી છે. સાથે 5500 રૂપિયાની એક્સચેન્જ ઓફર પણ અવેલેબલ છે.

Mi 11X પ્રો 5G

સેલમાં 108MPના પ્રાઈમરી કેમેરાથી સજ્જ ફોનનાં 8GB+128GB વેરિઅન્ટની ખરીદી 36,999 રૂપિયામાં કરી શકાશે. ICICI બેંકના ક્રેડિટ કાર્ડ યુઝરને 2500 રૂપિયાનું એડિશનલ ડિસ્કાઉન્ટ પણ મળશે. એક્સચેન્જ ઓફર હેઠળ કંપની 21,600 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપે છે.

રેડમીબુક 15e લર્નિંગ એડિશન

લેપટોપનાં 8GB+512GB વેરિઅન્ટને 55,999 રૂપિયાને બદલે 40,999 રૂપિયામાં ખરીદી શકાશે. ICICI બેંકના ક્રેડિટ કાર્ડ યુઝરને એડિશનલ 3500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. એક્સચેન્જ ઓફર હેઠળ કંપની 21,600 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

રેડમીબુક 15 પ્રો

આ લેપટોપનું 8GB+512GB વેરિઅન્ટ 12 હજાર રૂપિયા સસ્તાંમાં ખરીદી શકાય છે. તેમાં i5 11th Gen + Iris Xe ગ્રાફિક્સ કાર્ડ છે. ICICI બેંકના ક્રેડિટ કાર્ડ યુઝરને એડિશનલ 4500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે.

Mi TV 4A 40 Horizon
તેની એક્ચ્યુઅલ કિંમત 29,999 રૂપિયા છે. સેલમાં તેની ખરીદી 22,999 રૂપિયામાં કરી શકાશે. ICICI બેંકના ક્રેડિટ કાર્ડ યુઝરને એડિશનલ 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

Mi રોબોટ વેક્યુમ મોપ P બ્લેક

સેલમાં આ વેક્યુમ ક્લીનર 8000 રૂપિયા સસ્તી કિંમતમાં ખરીદી શકાશે. ICICI બેંકના ક્રેડિટ કાર્ડ યુઝરને એડિશનલ 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. 'નો કોસ્ટ EMI'થી પણ તેની ખરીદી કરી શકાય છે.