શાઓમીનો દબદબો:ફિટનેસ બેન્ડનાં શિપમેન્ટમાં 19.6%ના માર્કેટ શેર સાથે શાઓમી સૌથી આગળ, એપલ ગ્લોબલ રિસ્ટ વોચ સેગમેન્ટમાં નંબર 1 પર

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 'Mi બેન્ડ 6'નાં શિપમેન્ટને લીધે કંપનીનો કુલ માર્કેટ શેર વધ્યો

સ્માર્ટફોન સાથે વિયરેબલ માર્કેટમાં પણ પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવામાં શાઓમી બ્રાન્ડ સફળ રહી છે. શાઓમીએ 2021ના બીજા ક્વાર્ટરમાં વિયરેબલ ફિટનેસ બેન્ડ માર્કેટમાં કુલ શિપમેન્ટમાં 19.6%ના માર્કેટ શેર સાથે ટેક જાયન્ટ એપલને પાછળ ધકેલી છે.

ગ્લોબલ વિયરેબલ્સ માર્કેટે જૂનનાં છેલ્લાં ક્વાર્ટરમાં 40.9 મિલિયન યુનિટ સાથે 6%નો ગ્રોથ મેળવ્યો છે. તેમાં એપલે હેલ્થ માર્જિનથી રિસ્ટ વોચ સેગમેન્ટમાં ટોપનું સ્થાન મેળવ્યું છે. રિપોર્ટ પ્રમાણે, આ ક્વાર્ટરમાં ફિટનેસ બેન્ડની માગ રિસ્ટ વોચની માગ કરતાં ઘણી આગળ નીકળી છે. આ ડિમાન્ડ 2020ના ચોથા ક્વાર્ટરથી યથાવત છે.

શાઓમી 19.6% માર્કેટ શેર સાથે સૌથી આગળ

કેનાલિસના માર્કેટ રિપોર્ટ પ્રમાણે, શાઓમીએ 2021ના બીજા ક્વાર્ટરમાં વિયરેબલ શિપમેન્ટમાં એપલને પાછળ ધકેલી છે. કુલ શિપમેન્ટમાં શાઓમીનો માર્કેટ શેર 19.6% છે.

રિપોર્ટ પ્રમાણે, શાઓમીનો માર્કેંટ શેર વધાવાનું કારણ 'Mi બેન્ડ 6'ની સફળતા છે. કેનાલિસના રિસર્ચ એનાલિસ્ટ સિંથિયા ચેનનું કહેવું છે કે, શાઓમીના બેઝિક વોચનાં પર્ફોર્મન્સને લીધે કંપનીને તેના રિસ્ટ વોચ શિપમેન્ટને 1. 3 મિલિયન યુનિટ સુધી વધારવા માટે મદદ મળી.

રિસ્ટ વોચ સેગમેન્ટમાં એપલ આગળ
રિસ્ટ વોચ સેગમેન્ટમાં એપલ 2021ના બીજા ક્વાર્ટરમાં 31.1%ના માર્કેટ શેર સાથે ટોપ પર છે. ત્યારબાદ હુવાવેનો માર્કેટ શેર 9% અને ગાર્મિનનો માર્કેટ શેર 7.6% છે.

સેમસંગ અને ગૂગલે સેમસંગ 'ગેલેક્સી વોચ 4' સિરીઝ લોન્ચ કરી હતી. તેની મદદથી વિયર OS 3 ડેવલપ કરવા માટે સેમસંગને 2021ના બીજા ક્વાર્ટરમાં સ્માર્ટવોચ શિપમેન્ટમાં ચોથું સ્થાન મેળવ્યું છે. તેને કારણે કંપનીને આશરે 85% સુધીનો ગ્રોથ મળ્યો છે. જ્યારે 7% માર્કેટ શેર રહ્યો છે. હુવાવે રિસ્ટ વોચ સેગમેન્ટમાં બીજા નંબરે હોવા છતાં તેના ગ્રોથમાં 33.9%નો ઘટાડો નોંધાયો છે.