શાઓમી ભારતીય માર્કેટમાં 12 જુલાઈએ 67 વૉટનું ચાર્જર લોન્ચ કરશે. કંપનીએ તેની માહિતી સોશિયલ મીડિયા પર આપી છે. સાથે જ 9 સેકન્ડનું ટીઝર રિલીઝ કર્યું છે. કંપનીએ લખ્યું કે, તમામ પ્રકારના ડિવાઈસ માટે એક જ સોલ્યુશન રહેશે. ચાર્જરમાં USB ટાઈપ A પોર્ટ મળશે. સાથે USB ટાઈપ A અને USB ટાઈપ C કેબલ મળશે.
કંપનીના જણાવ્યા પ્રમાણે, આ ચાર્જરથી તમામ પ્રકારના ડિવાઈસ ચાર્જ કરી શકાશે. અર્થાત તેની મદદથી સ્માર્ટફોન સાથે USB ટાઈપ-C પોર્ટ ધરાવતાં લેપટોપ, ટેબ્લેટ સહિતના ગેજેટ ચાર્જ કરી શકાશે. આ ચાર્જર ક્વૉલકોમ ક્વિક ચાર્જ 3.0 ટેક્નોલોજી સપોર્ટ કરે છે. તેને BIS (બ્યૂરો ઓફ ઈન્ડિયન સર્ટિફિકેશન) મળ્યું છે. તેની ડિઝાઈન કોમ્પેક્ટ છે. કંપનીએ ચાર્જરની કિંમત પર સસ્પેન્સ રાખ્યું છે.
36 મિનિટમાં ફુલ ચાર્જ થશે બેટરી
કંપનીનું કહેવું છે કે 67 વૉટના ચાર્જરથી 5000mAhની બેટરીવાળો સ્માર્ટફોન માત્ર 36 મિનિટમાં ફુલ ચાર્જ થઈ જશે. Mi 11 અલ્ટ્રા યુઝર્સ માટે આ ચાર્જર સોને પે સુહાગા સાબિત થઈ શકે છે કારણ કે ફોન સાથે 55 વૉટનું ચાર્જર મળી રહ્યું છે.
Mi 11 અલ્ટ્રામાં 67 વૉટ ચાર્જિંગ સપોર્ટ
કંપનીના ફ્લેગશિપ સ્માર્ટફોન Mi 11 અલ્ટ્રાના ગ્લોબલ વેરિઅન્ટમાં 67 વૉટનો ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે છે પરંતુ ઈન્ડિયન વેરિઅન્ટમાં 55 વૉટનું ચાર્જર છે. આ ફોનનાં લોન્ચિંગ સમયે કંપનીએ કીધું હતું કે 67 વૉટના ચાર્જરને તે એક એક્સેસરીઝ તરીકે લોન્ચ કરશે.
હાઈપર ચાર્જ ફાસ્ટ ચાર્જિંગ
શાઓમીએ થોડા ટાઈમ પહેલાં જ આ ટેક્નોલોજી લોન્ચ કરી હતી. હાઈપરચાર્જ ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીની મદદથી 4000mAh બેટરીવાળો સ્માર્ટફોન માત્ર 3 મિનિટમાં 50% અને 8 મિનિટમાં ફુલ ચાર્જ થઈ જશે. આ જ રીતે 120 વૉટનું વાયરલેસ ચાર્જિંગ 4000mAh બેટરીને 1 મિનિટમાં 10% અને 7 મિનિટમાં 50% સુધી ચાર્જ કરી શકે છે. તો 120 વૉટ વાયરલેસ ચાર્જિંગની બેટરી તે 15 મિનિટમાં ફુલ ચાર્જ કરશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.