• Home
  • Xiaomi will be adding 3 new features to the company's latest operating system MIUI 11

ન્યૂ ફીચર / શાઓમી કંપનીની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમમાં 3 નવાં ફીચર ઉમેરવામાં આવશે

Xiaomi will be adding 3 new features to the company's latest operating system MIUI 11

  • કસ્ટમાઈઝેબલ લોક સ્ક્રીનની મદદથી યુઝર કલર્સ, કેપ્શન, પિક્ચર અને ઈમોજીને લોક સ્ક્રીનમાં પણ એડ્જસ્ટ કરી શકશે
  • ફોકસ મોડની મદદથી ફોનના રનિંગ ટાઈમને 20થી 90 મિનિટ્સ સુધી એડ્જસ્ટ કરી શકાય છે

Divyabhaskar.com

Nov 08, 2019, 06:20 PM IST

ગેજેટ ડેસ્ક: ચાઈનીઝ ટેક કંપની ‘શાઓમી’ પોતાની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ MIUI 11માં 3 નવાં ફીચર ઉમેરવાની તૈયારીમાં છે. ચાઈનીઝ વેબસાઈટ ‘ગિઝમોચાઈના’ના રિપોર્ટ અનુસાર 'ફોકસ મોડ', 'કરિક્યુલમ' અને 'કસ્ટમાઈઝેબલ લોક સ્ક્રીન' 3 નવાં ફીચર એડ કરવામાં આવશે.

ફોકસ મોડ
આ મોડ ઓન કરવાથી ફોનમાં કેટલાક પ્રકારનાં રિસ્ટ્રિક્શન આવી જશે. તેની સાથે જ આ મોડ ઓન કરતા કેટલાક કેમેરા ફીચર અને ઇમર્જન્સી કોલિંગ સેવા ચાલુ રહેશે. આ મોડમાં યુઝર ફોનના રનિંગ ટાઈમને 20થી 90 મિનિટ્સ સુધી એડ્જસ્ટ કરી શકાય છે. આ મોડને સેટિંગમાં જઈને સ્ક્રીન ટાઈમ મેનેજમેન્ટમાં ઓન કરી શકાય છે.

કરિક્યુલમ મોડ
આ મોડ વિદ્યાર્થીઓ માટે ડેવલપ કરવામાં આવ્યો છે. આ ફીચરમાં વિદ્યાર્થીઓ માટે એક કેલેન્ડર આપવામાં આવશે, જેમાં નોટ્સ તૈયાર કરી શકાશે.

કસ્ટમાઈઝેબલ લોક સ્ક્રીન
આ ફીચરની મદદથી યુઝર કલર્સ, કેપ્શન, પિક્ચર અને ઈમોજીને લોક સ્ક્રીનમાં પણ એડ્જસ્ટ કરી શકશે. આ નવાં ફીચર અપડેટ પહેલાં રેડમી K20, પોકો F1, રેડમી નોટ 7 પ્રો, રેડમી નોટ 7, રેડમી Y3 અને રેડમી નોટ 7S સ્માર્ટફોન્સમાં આપવામાં આવશે.

X
Xiaomi will be adding 3 new features to the company's latest operating system MIUI 11
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી