અપકમિંગ:2021માં 3 ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરશે શાઓમી, તેમાં 8 ઈંચ સુધીની સ્ક્રીન મળશે; સેમસંગથી ટક્કર થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચાઈનીઝ કંપની શાઓમી આઉટ ફોલ્ડિંગ, ઈન ફોલ્ડિંગ અને ક્લેમશેલ ડિઝાઈનવાળા ફોલ્ડેબલ ફોન લોન્ચ કરશે
  • DSCC (ડિસ્પ્લે સપ્લાય ચેન કન્સલટન્ટ)ના CEO રૉસ યંગે સોશિયલ મીડિયા પર માહિતી આપી

ટેક જગત માટે આગામી વર્ષ અનેક આશાઓથી ભરેલું છે. ખાસ કરીને નવા વર્ષમાં ફોલ્ડેબલ સ્માર્ટફોનની બોલબાલા રહેશે. સેમસંગથી શરૂ થયેલી આ સફર હુવાવે, મોટોરોલા અને હવે શાઓમી સુધી પહોંચી છે. સોશિયલ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ચાઈનીઝ કંપની શાઓમી નવા વર્ષમાં 3 નવા ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. શાઓમીની એન્ટ્રીથી લોકોને સસ્તાં ફોલ્ડેબલ ફોનનો ઓપ્શન મળી શકે છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે, શાઓમી 2021માં 3 ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. આ વિશે DSCC (ડિસ્પ્લે સપ્લાય ચેન કન્સલટન્ટ)ના CEO રૉસ યંગે ટ્વીટ કરી જણાવ્યું છે કે 2021માં શાઓમી 3 ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. તેમાં આઉટ ફોલ્ડિંગ, ઈન ફોલ્ડિંગ અને ક્લેમશેલ ડિઝાઈન સામેલ છે.

જોકે, આ 3 સ્માર્ટફોનમાંથી પહેલાં કયો સ્માર્ટફોન લોન્ચ થશે તેના પર હજુ સસ્પેન્સ યથાવત છે. આ અગાઉ પણ શાઓમીએ ક્લેમશેલ ટાઈપ સ્માર્ટફોનની પેટન્ટ ફાઈલ કરાવી હોય તેવા સમાચાર વહેતા થયા હતા. તેના માટે શાઓમીએ સેમસંગ અને LG સાથે ફોલ્ડેબલ OLED ડિસ્પ્લેનો ઓર્ડર આપ્યો છે.

રૉસ એંગે કહ્યું કે શાઓમીનો આઉટ ફોલ્ડિંગ ફોન હુવાવે મેટ એક્સ જેવો હશે. અર્થાત આ સ્માર્ટફોનમાં મોટી સ્ક્રીનસાઈઝ મળશે. આઉટ ફોલ્ડિંગ સ્માર્ટફોનની ડિસ્પ્લે અનફોલ્ડ થવા પર 8 ઈંચ સુધીની થઈ શકે છે.

સેમસંગ પણ નવો ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરશે
આ અગાઉ યંગ સોશિયલ મીડિયા પર જણાવી ચૂક્યા છે કે સેમસંગ ગેલેક્સી Z ફોલ્ડ 3 સ્માર્ટફોનની ડિસ્પ્લે ગેલેક્સી Z ફોલ્ડ 2થી નાની હોઈ શકે છે. તેની મેઈન ડિસ્પ્લે 7.59થી ઘટીને 7.55ની થશે. તો કવર ડિસ્પ્લે 6.21 ઈંચની હશે.

XDA ડેવલપર્સે ઓક્ટોબરમાં ખુલાસો કર્યો હતો કે તેની ટીમને MIUI 12 બીટામાં શાઓમીના ફોલ્ડેબલ કોડનેમ 'Cetus'ની માહિતી મળી છે. આ ડિવાઈસમાં સ્નેપડ્રેગન ચિપસેટ અને 108MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળી શકે છે. હાલ ભારતમાં સેમસંગ અને મોટોરોલાના ફોલ્ડેબલ સ્માર્ટફોન અવેલેબલ છે.

અન્ય સમાચારો પણ છે...