તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાઓમીના નવાં ટીવી:QLED સ્ક્રીન સાથે લોન્ચ થશે Mi TV 5 સિરીઝ, વર્ષનાં અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે

4 મહિનો પહેલા
  • આ સિરીઝમાં 3 સ્ક્રીન સાઈઝ 55 ઈંચ, 65 ઈંચ અને 75 ઈંચના ઓપ્શન અવેલેબલ હશે
  • ભારતમાં Mi TV 5 સિરીઝની શરૂઆત 39,999 રૂપિયાથી થઈ શકે છે

શાઓમી ભારતમાં પોતાની Mi TV 5 સિરીઝ લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીના નવા ટીઝર પ્રમાણે, આ સિરીઝમાં Mi TV 5 અને Mi TV 5 પ્રો સામેલ છે. શાઓમીએ સોશિયલ મીડિયા પર આ ટીઝરમાં ક્વાન્ટમ લીપ્સ અહેડ શબ્દનો ઉપયોગ કર્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે Mi TV 5 પ્રોમાં અલ્ટ્રા HD ક્વાન્ટમ ડોટ LED (QLED) સ્ક્રીન મળશે. આ સિરીઝમાં 55 ઈંચ, 65 ઈંચ અને 75 ઈંચના ઓપ્શન અવેલેબલ હશે.

જોકે, કંપની દ્વારા રિલીઝ કરાયેલા ટીઝરમાં સિરીઝ વિશે કોઈ સ્પષ્ટતા થતી નથી, પરંતુ કંપની ટીઝરમાં Mi TV 5 પ્રોની વાત કરી રહી છે. કંપનીએ સિરીઝની લોન્ચિંગ ડેટ વિશે પણ કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ તેને આ વર્ષના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

Mi TV 5 સિરીઝ કિંમત અને સ્પેસિફિકેશન

  • Mi TV 5 અને Mi TV 5 પ્રોને કંપની ચીનમાં નવેમ્બર 2019માં લોન્ચ કરી ચૂકી છે. ભારતમાં કોરોનાને કારણે તેના લોન્ચિંગમાં વિલંબ થઈ રહ્યો છે. આ સિરીઝમાં 55 ઈંચ, 65 ઈંચ અને 75 ઈંચના ઓપ્શન અવેલેબલ હશે. આ તમામ ટીવી અલ્ટ્રા HD (3840x2160 પિક્સલ) સ્ક્રીન સાથે આવશે.
  • ચીનમાં Mi TV 5ની કિંમત CNY 2,999 (આશરે 33,800 રૂપિયા)થી શરૂ થાય છે. તો Mi TV 5 પ્રોની કિંમત CNY 3,999 (આશરે 41,700 રૂપિયા)થી શરૂ થાય છે.
  • જો આ ટીવી ભારતમાં લોન્ચ થાય છે તો Mi TV 5 સિરીઝની પ્રારંભિક કિંમત 39,999 રૂપિયા અને Mi TV 5 પ્રો સિરીઝની પ્રાંરભિક કિંમત 49,999 રૂપિયા હોઈ શકે છે. આ સિરીઝના બંને ટીવીમાં QLED સ્ક્રીનનો તફાવત રહેશે. બંને ટીવીમાં HDR સપોર્ટ પણ મળશે. ટીવીમાં એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ મળશે. સાથે જ પેચવોલ લોન્ચર પણ મળશે. Mi TV 5માં 3GBની રેમ અને 32GBનું સ્ટોરેજ મળશે. તો પ્રોમાં 4GBની રેમ અને 64GBનું સ્ટોરેજ મળશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો