સેલ:શાઓમીએ ‘રેડમી નોટ9 પ્રો’નું વેચાણ શરૂ કર્યુ, બેઝિક વેરિઅન્ટની કિંમત ₹ 13,999

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને એમેઝોન પરથી ફોનની ખરીદી કરી શકાશે
  • 4GB + 64GB વેરિઅન્ટની કિંમત 13,999 રૂપિયા અને 6GB + 128GB વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયા
  • ફોનમાં એન્ડ્રોઈડ 10 વિથ MIUI11 ઓપરેટિંગ સિસ્ટમ અને કવૉલકોમ સ્નેપડ્રેગન 720G પ્રોસેસર મળશે

લોકડાઉન 3.0માં કેટલીક છૂટછાટની જાહેરાત થતાં ચાઈનીઝ ટેક કંપની શાઆમીએ નોટ 9 સિરીઝનાં સ્માર્ટફોન ‘રેડમી નોટ9 પ્રો’નું વેચાણ શરૂ કર્યુ છે. ગ્રાહકો કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને એમેઝોન પરથી ફોનની ખરીદી કરી શકશે. જોકે કેટલાક જ વિસ્તારમાં ડિલિવરી શરૂ કરવામાં આવી છે. અન્ય ગ્રાહકો ફોનનું પ્રિ બુકિંગ કરાવી શકે  છે. કંપનીએ ટ્વીટ કરી તેની માહિતી શેર કરી છે.

‘રેડમી નોટ9 પ્રો’ની કિંમત અને વેરિઅન્ટ

4GB + 64GB: 13,999 રૂપિયા

6GB + 128GB: 16,999 રૂપિયા

ઓફર

એમેઝોન પર ICICI બેંકનાં ક્રેડિટ/ડેબિટ કાર્ડથી ખરીદી કરવા પર ગ્રાહકોને 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય કેટલાક બેંકનાં કાર્ડ પર ‘નો કોસ્ટ EMI’ની સુવિધા પણ મળશે.

‘રેડમી નોટ 9 પ્રો’નાં બેઝિક  સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ

6.67-ઈંચ

ડિસ્પ્લે ટાઈપ

ફુલ HD+ 1080x2400 પિક્સલ

OS 

એન્ડ્રોઈડ 10  વિથ MIUI11

પ્રોસેસર

કવૉલકોમ સ્નેપડ્રેગન 720G

રિઅર કેમેરા   

48 MP+ 8 MP + 5 MP+ 2 MP

ફ્રન્ટ કેમેરા     

16 MP

રેમ    

4GB/6GB

સ્ટોરેજ 

64GB/128GB

બેટરી   

5020mAh વિથ ફાસ્ટ વૉટ ચાર્જિંગ
અન્ય સમાચારો પણ છે...