તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાઓમી સ્માર્ટર લિવિંગ ઈવેન્ટ:તમારાં એન્ટરટેઈનમેન્ટથી લઈને હેલ્થનું ધ્યાન રાખશે શાઓમીની આ લેટેસ્ટ પ્રોડક્ટ્સ, જાણો તેની કિંમત અને ખાસિયતો

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

શાઓમીએ સ્માર્ટર લિવિંગ ઈવેન્ટમાં 6 પ્રોડક્ટ લોન્ચ કરી છે. કંપનીનું કહેવું છે કે, આ પ્રોડક્ટ વધુ સારી લાઈફસ્ટાઈલના હેતુથી લોન્ચ કરાઈ છે. કંપનીએ આ ઈવેન્ટમાં વાઈફાઈ કનેક્ટિવિટી માટે Mi રાઉટર 4A, Mi 360 હોમ સિક્યોરિટી કેમેરા, Mi ટીવી 5Xની 3 સિરીઝ અને Mi સ્માર્ટ બેન્ડ 6 લોન્ચ કરી છે. આ તમામ પ્રોડક્ટ IoT પર કામ કરતી હોવાથી તે સ્માર્ટ બને છે. આ ઈવેન્ટમાં કંપનીએ શૂઝ પણ લોન્ચ કર્યા છે.

IoT શું છે તેનાથી કેવી રીતે પ્રોડક્ટ સ્માર્ટ બને છે આવો જાણીએ...

IoT એટલે ઈન્ટરનેટ ઓફ થિંગ્સ તમારા ડિવાઈસને ઈન્ટરનેટથી કનેક્ટ કરી તમારું કામ સરળ બનાવે છે. એવા ડિવાઈસ જેમને ઈન્ટરનેટથી કનેક્ટ કરી શકાય છે તેમને IoT કહેવામાં આવે છે. તેમાં સ્માર્ટફોન, કમ્પ્યુટર અને CCTV જેવાં ગેજેટ્સ સામેલ હોય છે.

IoT નેટવર્કિંગ ટેક્નોલોજી પર કામ કરે છે
IoTને આધુનિક ટેક્નોલોજીની મદદથી એડવાન્સ્ડ બનાવી શકાય છે. તે નેટવર્કિંગ ટેક્નોલોજી પર કામ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે ડિજિટલ ડિવાઈસની સમજણ હોવી જરૂરી છે. IoTની મદદથી ઘરના બધા ડિવાઈસ એક સાથે ઈન્ટરનેટની મદદથી કનેક્ટ કરી શકાય છે.

IoTને એક ઉદાહરણથી સમજીએ...
માની લો કે તમે તમારા ઘરમાં કમ્પ્યુટર પર કામ કરી રહ્યા છો અને ઈમર્જન્સીમાં બહાર જવું પડ્યું. ઉતાવળે તમે કમ્પ્યુટર બંધ કરવાનું ભૂલી ગયા. આવી સ્થિતિમાં IoT કામ લાગે છે. તેની મદદથી તમે ભલે ગમે તે લોકેશન પર હો પરંતુ તમે તમારા ઘરમાં ચાલુ રહેલું કમ્પ્યુટર બંધ કરી શકો છો.

શાઓમીએ સ્માર્ટર લિવિંગ ઈવેન્ટમાં લોન્ચ કરેલી પ્રોડક્ટ્સ...

1. Mi રાઉટર 4A

તેમાં 3 ગીગાબિટ નેટવર્ક પોર્ટ મળશે. ડ્યુઅલ કોર CPU અને 4 હાઈ ગેન એન્ટિના મળશે. તેની મદદથી 1167Mbpsની ઈન્ટરનેટ સ્પીડનો એક્સપિરિઅન્સ મળશે.

2. Mi 360 હોમ સિક્યોરિટી કેમેરા

આ કેમેરા ડ્યુલ બેન્ડ વાઈફાઈ સિસ્ટમ સાથે આવે છે અને 2 પ્રકારનું વોઈસ કોલિંગ મળે છે. તે F1.5 અપર્ચર ધરાવે છે. તેમાં નાઈટ વિઝન સેન્સર પણ મળે છે. કેમેરા ડ્યુઅલ વોઈસ કોલિંગ સપોર્ટ કરે છે.

3. શાઓમી રનિંગ શૂઝ
આ ઈવેન્ટમાં કંપનીએ રનિંગ શૂઝ પણ લોન્ચ કર્યા છે. તેનાં બ્લેક, બ્લૂ અને ગ્રે કલર વેરિઅન્ટની ખરીદી કરી શકાશે. તેમાં PU હીલ સ્ટેબિલાઈઝર, એન્ટિ ટ્વિસ્ટ સપોર્ટ લેયર, TPU ફ્લેક્સ યુનિટ, ક્લાઉડ બોમ્બ પોપકોર્ન મિડસોલ, અલ્ટ્રા સ્ટ્રોન્ગ રબર ગ્રિપ મળે છે. તેની પ્રારંભિક કિંમત 2699 રૂપિયા છે.

4. Mi ટીવી 5X સિરીઝ
તેનાં 43, 50 અને 55 ઈંચના વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ટીવીની સાથે કંપની સ્ટેન્ડ પણ આપશે. ટીવીનો સ્ક્રીન ટુ બોડી રેશિયો 96.6% છે. કંપનીનો દાવો છે કે તેમાં 100 કરોડથી વધારે કલર ઓપ્શન છે.

તે ડોલ્બી વિઝન, HDR10+, HDR 10 અને 40 વૉટના સ્ટીરિયો સ્પીકરથી સજ્જ છે. પેરેન્ટલ લોક અને ઉંમર પ્રમાણે સેફ કન્ટેન્ટ સર્ચ કરવાની તેમાં સુવિધા મળે છે.

5. Mi સ્માર્ટ બેન્ડ 6

આ વોચમાં 80થી વધારે ફુલ સ્ક્રીન વોચ ફેસિસ મળશે. વૉટર રેઝિસ્ટન્સ, રિયલ ટાઈમ હાર્ટ રેટ મોનિટર, SpO2 લેવલ અને નોટિફિકેશન અલર્ટ મોકલી શકાય છે. તેમાં મેગ્નેટિક ચાર્જિંગની સુવિધા મળે છે. તેના માટે સ્ટ્રેપ કાઢવાની જરૂર નહિ પડે. તેમાં 30 ફિટનેસ મોડ મળે છે.

6. Mi નોટબુક અલ્ટ્રા
શાઓમીએ ભારતમાં 2 નવા લેપટોપ લોન્ચ કર્યા છે. આ નવા લેપટોપ Mi નોટબુક પ્રો અને Mi નોટબુક અલ્ટ્રા છે. નવા મોડેલ્સમાં 3.2k સુધીની ડિસ્પ્લે અને 11th જનરેશન ઈન્ટેલનું પ્રોસેસર મળે છે.

8GB રેમ અને કોર i5 પ્રોસેસર ધરાવતાં વેરિઅન્ટની કિંમત 56,999 રૂપિયા છે. 16GB રેમ અને કોર i5 પ્રોસેસરથી સજ્જ વેરિઅન્ટની કિંમત 59,999 રૂપિયા છે. 16GB રેમ અને કોર i7 પ્રોસેસર ધરાવતા ટોપ વેરિઅન્ટની કિંમત 72,999 રૂપિયા છે.

અન્ય સમાચારો પણ છે...