તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Mi 11 લાઈટને શાનદાર રિસ્પોન્સ:લોન્ચિંગના 7 દિવસની અંદર કંપનીએ 200 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો, બેઝિક વેરિઅન્ટની કિંમત ₹21,999

3 મહિનો પહેલા
  • ફોનમાં 64MP+8MP+5MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે
  • ફોન 4,250 mAhની બેટરીથી સજ્જ છે, જે 33 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે

શાઓમીએ ગયા અઠવાડિયે ભારતીય માર્કેટમાં 'Mi લાઈટ' સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. આ સ્માર્ટફોનને લોકોનો શાનદાર રિસ્પોન્સ મળ્યો છે. તેને લીધે 1 વીકની અંદર જ ફોનનો સેલ 200 કરોડ રૂપિયાને પાર થયો છે. શાઓમી ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પર સેલિંગનો આંકડો શેર કર્યો છે. આ ફોનનાં બેઝિક વેરિઅન્ટની કિંમત ₹21,999 છે.

કંપનીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, Mi ફેન્સ અમને તમને એ જણાવી ખુશી થઈ રહી છે કે અમે Mi લાઈટનાં લોન્ચિંગના 7 દિવસની અંદર 200 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ફોનને આટલો શાનદાર રિસ્પોન્સ આપવા બદલ આભાર.

Mi લાઈટની કિંમત
શાઓમી Mi 11 લાઈટનાં 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 20,499 રૂપિયા છે. 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 23,999 રૂપિયા છે. HDFC બેંકથી પેમેન્ટ કરવા પર 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. ફોન શાઓમીનાં ઓફિશિયલ સ્ટોર ઉપરાંત ફ્લિપકાર્ટ એમેઝોન સહિતની ઈ કોમર્સ સાઈટ પરથી પણ ખરીદી શકાય છે.

Mi લાઈટનાં બેઝિક સ્પેસિફિકેશન

  • શાઓમી Mi 11 લાઈટની બોડી ઘણી સ્લિમ છે. આ ફોન ઘણો હળવો છે. તેનું વજન 157 ગ્રામ છે. વજન ઓછું કરવા માટે મેગ્નેશિયમ ધાતુનો ઉપયોગ કર્યો છે.
  • ફોનમાં 10 બિટ AMOLED ડિસ્પ્લે છે. તેમાં HDR 10 સપોર્ટ કરે છે. ડિસ્પ્લેમાં 90Hzનો રિફ્રેશ રેટ મળે છે.
  • ફોનમાં પાવરફુલ પ્રોસેસર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 732 છે. તેમાં 4G કનેક્ટિવિટી મળે છે.
  • શાઓમી Mi 11 લાઈટનું 780G ચિપસેટ વેરિઅન્ટ 5G કનેક્ટિવિટી સાથે મળે છે. કંપનીનું કહેવું છે કે, તેને 5G ડિમાન્ડ અનુસાર ભારતમાં લોન્ચ કરવામાં આવશે.
  • ફોનમાં 64MP+8MP+5MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે. ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16MPનો ફ્રન્ટ કેમેરા મળશે. ફોનનો કેમેરા AI બ્યુટી, નાઈટ મોડ, 4K વીડિયો રેકોર્ડિંગ સહિતના ફીચર સપોર્ટ કરે છે.
  • ફોનની બેટરી 4,250 mAhની છે. તેની સાથે 33Wનું ફાસ્ટ ચાર્જિંગ સ્પોર્ટેડ ચાર્જર પણ મળે છે.
  • કનેક્ટિવિટી માટે 4G LTE, Wi-Fi 802.11ac,બ્લુટૂથ, ઈન્ફ્રારેડ, GPS/ A-GPS, USB-C ટાઈપ પોર્ટ સહિતના ઓપ્શન મળે છે. તેને IP53 સર્ટિફિકેશન મળ્યું છે. અર્થાત તે વૉટર અને ડસ્ટ રઝિસ્ટન્સ છે.
અન્ય સમાચારો પણ છે...