શાઓમીએ ભારતીય માર્કેટમાં 67 વૉટ સોનિકચાર્જ 3.0 ફાસ્ટ ચાર્જર લોન્ચ કર્યું છે. તેના સાથે 1 મીટર લાંબો USB ટાઈપ-C પોર્ટ કેબલ પણ કંપની આપી રહી છે. કંપનીનું કહેવું છે કે, આ સિંગલ ચાર્જર તમામ માટે ફ્યુઅલનું કામ કરશે. અર્થાત સ્માર્ટફોન, લેપટોપ, ફિટનેસ ટ્રેકરસ, સ્માર્ટવોચ, ટેબ્લેટ સહિતનાં મલ્ટિપલ ડિવાઈસ સહિત અન્ય USB ટાઈપ C પ્રોડક્ટ્સને ચાર્જ કરી શકાય છે.
Mi 67 વૉટ સોનિકચાર્જ 3.0નાં સ્પેસિફિકેશન
આ ચાર્જર 67 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. તેમાં ક્વૉલકોમની ક્વિક ચાર્જ 3.0 ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચાર્જરમાં ગુણવત્તા, સુરક્ષા અને વિશ્વસનીયતા માનકો પૂરા કરવા માટે બિલ્ટ ઈન સર્જ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. ચાર્જર 100-120Vનો ઈનપુટ લે છે અને 67 વૉટનો આઉટપુટ આપે છે. તેની બોડી પોલીકાર્બોનેટ મટિરિયલથી બની છે. તેને BISનું સર્ટિફિકેશન મળ્યું છે.
36 મિનિટમાં ફુલ ચાર્જ થશે બેટરી
કંપનીના જણાવ્યા પ્રમાણે, 67 વૉટના ચાર્જરથી 5000mAh બેટરીનો સ્માર્ટફોન માત્ર 36 મિનિટમાં ફુલ ચાર્જ કરી શકાય છે. Mi 11 અલ્ટ્રા સ્માર્ટફોનની બેટરી આ ચાર્જર 1 કલાકમાં ચાર્જ કરી શકશે. તેમાં 55 વૉટ સાથેની 5000mAhની બેટરી મળે છે.
ચાર્જર સંબંધિત સવાલો અને જવાબો
1. શું ચાર્જર તમામ પ્રકારના ડિવાઈસ ચાર્જ કરશે?
કંપનીના જણાવ્યા પ્રમાણે, આ ચાર્જર એ ડિવાઈસને ચાર્જ કરશે જેની બેટરી ક્વિક ચાર્જ ટેક્નોલોજી સપોર્ટ કરે છે અને જેમાં USB ટાઈપ C પોર્ટ મળે છે.
2. નોર્મલ USBવાળા ડિવાઈસ ચાર્જ થશે?
હા, આ ચાર્જરથી માઈક્રો USB પોર્ટ ધરાવતા ડિવાઈસ પણ ચાર્જ કરી શકાશે. તેના માટે યુઝર તેના નોર્મલ ચાર્જરનો કેબલ 67 વૉટના અડોપ્ટર સાથે કનેક્ટ કરી શકે છે.
3. આ ચાર્જરથી કયા ડિવાઈસને નુક્સાન થશે?
આ ક્વિક ચાર્જર છે જે ડિવાઈસમાં 67 વૉટનું આઉટપુટ આપે છે. જો તેને એવાં ડિવાઈસમાં કનેક્ટ કરવામાં આવે છે જે 5 અથવા 10 વૉટનું ચાર્જિંગ સપોર્ટ કરતું હોય તો તેને નુક્સાન થઈ શકે છે. ચાર્જિંગથી બેટરી ગરમ થઈ શકે છે. ડિવાઈસના અન્ય કમ્પોનન્ટને નુક્સાન થઈ શકે છે. ડિવાઈસ ફાટી જાય તેની પણ સંભાવના રહે છે.
4. 50 વૉટ ચાર્જિંગ સપોર્ટ ધરાવતા ડિવાઈસનું શું થશે?
જે ડિવાઈસમાં 25થી 50 વૉટ અથવા તેનાથી વધારે વૉટનો ચાર્જિંગ સપોર્ટ હોય તેને આ ચાર્જરથી જોખમ નથી. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે આવા ડિવાઈસને ચાર્જર સાથે કનેક્ટ કરી કલાકો સુધી રાખી ન મૂકવા. તેને 1 કલાકમાં ડિસકનેક્ટ કરવા જરૂરી છે.
5. શું આ ચાર્જરથી બેટરીને નુક્સાન થશે?
બેટરીની કેપિસિટી અને ચાર્જિંગ ટેક્નોલોજી પર આ વાત નિર્ભર કરે છે. જો ફોન આ પ્રકારનું ચાર્જિંગ સપોર્ટ ન કરતું હોય તો તે ખરાબ થઈ શકે છે. બને ત્યાં સુધી ડિવાઈસને એ જ કેપેસિટીવાળા ચાર્જરથી ચાર્જ કરો જે કંપની ડિવાઈસ સાથે આપે છે.
ભારતમાં મળનારા ટૉપ-5 ફાસ્ટ ચાર્જર
કંપની | વૉટ |
વનપ્લસ વૉર્પ ચાર્જર | 65W |
સ્ટફકૂલ નેપોલિયન PD | 65W |
બેસસ GaN ચાર્જર | 65W |
બેસસ USB PD ચાર્જર | 45W |
AMX XP60 | 45W |
Mi અલ્ટ્રામાં 67 વૉટ ચાર્જિંગ સપોર્ટ
કંપનીનો ફ્લેગશિપ સ્માર્ટફોન Mi 11 અલ્ટ્રા આ વર્ષે એપ્રિલ મહિનામાં 67 વૉટના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે લોન્ચ થયો છે. જોકે ઈન્ડિયન વેરિઅન્ટમાં કંપનીએ 55 વૉટ સપોર્ટ આપ્યો છે. ફોનના લોન્ચિંગ સમયે કંપનીએ કહ્યું હતું કે 67 વૉટનાં ચાર્જરને કંપની એક એક્સેસરીઝ તરીકે લોન્ચ કરશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.