તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ લોન્ચ:શાઓમીએ 3 નવાં 5G સ્માર્ટફોન લોન્ચ કર્યાં, તેમાં 12GBની રેમ અને 256GBનું સ્ટોરેજ મળશે; જાણો તેનાં સ્પેસિફિકેશન

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શાઓમી Mi 11 અલ્ટ્રા વાયરલેસ અને રિવર્સ ચાર્જિંગ સપોર્ટ કરે છે
 • ત્રણેય ફોનમાં સિક્યોરિટી માટે ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે

શાઓમીએ પોતાની Mi 11 5G સિરીઝ ગ્લોબલી લોન્ચ કરી છે. આ સિરીઝમાં 3 સ્માર્ટફોન Mi 11 અલ્ટ્રા, Mi 11 પ્રો અને Mi 11 લાઈટ 5G લોન્ચ થયાં છે. કંપનીએ આ 3 સ્માર્ટફોન ચીનમાં પહેલાં જ લોન્ચ કર્યાં છે. આ ફ્લેગશિપ મોડેલને ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.

શાઓમી Mi 11 સિરીઝની કિંમત

મોડેલવેરિઅન્ટકિંમત
Mi 11 અલ્ટ્રા8GB+256GBCNY 5,999 (આશરે 66,400 રૂપિયા)
8GB+128GBCNY 6,499 (આશરે 72,000 રૂપિયા)
12GB+512GB6,999 (આશરે 77,500 રૂપિયા)
Mi 11 પ્રો8GB+128GBCNY 4,999 (આશરે 55,400 રૂપિયા)
8GB+256GBCNY 5,299 (આશરે 58,700 રૂપિયા)
12GB+256GBCNY 5,699 (આશરે 63,100 રૂપિયા)
Mi 11 લાઈટ8GB + 128GBCNY 2,299 (આશરે 25,500 રૂપિયા)
8GB+256GBCNY 2,599 (આશરે 28,800 રૂપિયા)

Mi 11 અલ્ટ્રાના બ્લેક અને વ્હાઈટ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. 11 પ્રોનાં બ્લેક, ગ્રીન અને વ્હાઈટ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. લાઈટ વર્ઝનનાં યલો, મિન્ટ ગ્રીન અને ટ્રફલ બ્લેક કલર વેરિઅન્ટ અવેલેબેલ છે.

શાઓમી Mi 11 અલ્ટ્રાનાં સ્પેસિફિકેશન

 • ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. તે એન્ડ્રોઈડ બેઝ્ડ MIUI 12 ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે. તેમાં 6.81 ઈંચની કર્વ્ડ ડિસ્પ્લે છે. તેનું રિઝોલ્યુશન 3200X1440 પિક્સલ છે. તેનો રિફ્રેશ રેટ 120Hz છે. સ્ક્રીન કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન સાથે આવે છે.
 • ફોન ક્વૉલકોમ સ્નેપડ્રેગન 888 પ્રોસેસરથી સજ્જ છે. ફોનમાં 5000mAhની બેટરી છે. તે 67 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. તે વાયરલેસ અને રિવર્સ ચાર્જિંગ પણ સપોર્ટ કરે છે.
 • ફોનમાં 50MP(સેમસંગ GN2 વાઈડ એંગલ લેન્સ વિથ OIS)+48MP (સોની IMX586)+48MP(ટેલિ મેક્રો લેન્સ)નું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે.
 • અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ 128 ડિગ્રી વ્યૂ કવર કરે છે અને ટેલિ મેક્રો લેન્સ 5X ઓપ્ટિકલ ઝૂમ તેમજ 120X ડિજિટલ ઝૂમ સપોર્ટ કરે છે. ફોન 8K વીડિયો સપોર્ટ પણ કરે છે.
 • કનેક્ટિવિટી માટે તેમાં 5G,LTE, વાઈફાઈ 6, બ્લૂટૂથ 5.1, GPS,NFC અને USB ટાઈપ સી પોર્ટ સહિતના ઓપ્શન મળે છે.
 • સિક્યોરિટી માટે તેમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે.

Mi 11 પ્રોનાં સ્પેસિફિકેશન

 • ફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે. અલ્ટ્રા વેરિઅન્ટ જેવી જ આમાં ડિસ્પ્લે સ્ક્રીન મળશે. પરંતુ તેમાં બીજી સ્ક્રીન નહિ મળે. ફોન ક્વૉલકોમ સ્નેપડ્રેગન 888 પ્રોસેસર મળે છે. ફોનને IP68 ડસ્ટ અને વૉટર રેઝિસ્ટન્સ રેટિંગ મળ્યું છે. ફોનમાં 5000mAhની બેટરી છે. તે 67 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
 • ફોનમાં 50MP(સેમસંગ GN2 વિથ OIS)+13MP (અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ 123 ડિગ્રી વ્યૂ)+8MP (ટેલિ મેક્રો લેન્સ)નું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે.
 • કનેક્ટિવિટી માટે તેમાં 5G,LTE,વાઈફાઈ 6, બ્લૂટૂથ 5.1, GPS,NFC અને USB ટાઈપ સી પોર્ટ સહિતના ઓપ્શન મળે છે.
 • સિક્યોરિટી માટે તેમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે.

શાઓમી Mi 11 લાઈટ 5Gનાં સ્પેસિફિકેશન

 • આ ફોન પણ ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે. તે MIUI 12 OS પર રન કરે છે. ફોનમાં 6.55 ઈંચની ફુલ HD+ AMOLED ડિસ્પ્લે મળે છે.
 • તેમાં 5G પાવર્ડ ક્વૉલકોમ સ્નેપડ્રેગન 780G પ્રોસેસર મળે છે. SD કાર્ડની મદદથી તેનાં સ્ટોરેજને 512GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.
 • ફોનમાં 64MP+8MP+5MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે.
 • ફોનમાં 4250mAhની બેટરી છે. તે 33 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
 • કનેક્ટિવિટી માટે તેમાં 5G,LTE,વાઈફાઈ 6, બ્લૂટૂથ 5.1, GPS,NFC અને USB ટાઈપ સી પોર્ટ સહિતના ઓપ્શન મળે છે.
 • સિક્યોરિટી માટે તેમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો