તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શો કેસ:શાઓમીએ 14.2mmનાં સ્પીકર્સ ધરાવતા ‘Mi ટ્રુ વાઈરલેસ ઈયરફોન’ રજૂ કર્યાં

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગેજેટ ડેસ્ક: ચાઈનીઝ ટેક કંપની શાઓમીએ ‘Mi ટ્રુ વાઈરલેસ ઈયરફોન’ રજૂ કર્યા છે. કંપનીની ગ્લોબલ વેબસાઇટ પર તેને રજૂ કરવામાં આવ્યાં છે. આ ઇયબડ્સમાં 14.2mmનાં સ્પીકર્સ આપવામાં આવ્યાં છે. આ ઇયરફોન નોઇઝ કેન્સલેશન સપોર્ટ કરે છે. જોકે તેને ગ્લોબલી ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ જાહેરાત કરી નથી. ગ્લોબલ વેબસાઈટ પર ઈયરબડ્સની કિંમત EUR 79.99 (આશરે 6700 રૂપિયા) દર્શાવવામાં આવી છે. જોકે તેનું વેચાણ ક્યારથી કરવામાં આવશે તેની કોઈ માહિતી નથી.

‘Mi ટ્રુ વાઈરલેસ ઈયરફોન’નાં બેઝિક ફીચર્સ

  • આ ઇયબડ્સમાં 14.2mmનાં સ્પીકર્સ આપવામાં આવ્યાં છે.
  • તેમાં બલુટૂથ હાઇ ડેફિનેશ ટોન ટેક્નોલોજી LHDC આપવામાં આવી છે, જે હાઈ ક્વૉલિટી સાઉન્ડ ડિલીવર કરે છે. તે નોઈઝ કેન્સલેશન ફીચર પણ સપોર્ટ કરે છે.
  • કનેક્ટિવિટી માટે તેમાં બ્લુટૂથ 5.0 આપવામાં આવ્યું છે.
  • આ વાયરલેસ ઈયરફોન મ્યૂઝિક, વોઈસકોલ અને વોઈસ અસિસ્ટન્ટ માટે ટેપિંગ જેસ્ચર સપોર્ટ કરે છે.
  • તેમાં ક્વિક પોપ-અપ પેરિંગ ટેક્નોલોજી આપવામાં આવી છે, જે ચાર્જિંગ કેસમાંથી બહાર નીકળતા જ ડિવાઈસ સાથે પેર કરે છે.
  • ફુલ ચાર્જ થવામાં તે 1 કલાકનો સમય લે છે. સિંગલ ચાર્જ પર તે 4 કલાકનું બેકએપ અને 14 કલાકનું મ્યૂઝિક પ્લેબેક આપે છે.
  • ચાર્જિંગ કેસથી તેની બેટરા લાઈફ 14 કલાક થાય છે.
  • ઈયરફોનનું વજન 50 ગ્રામ છે.
અન્ય સમાચારો પણ છે...