દિવાળી વિથ Mi:1 રૂપિયામાં 17 હજારનો સ્માર્ટફોન અને 14 હજારનું સ્માર્ટ ટીવી ખરીદવાની તક, 16 ઓક્ટોબરથી શરૂ થશે શાઓમીનો ફેસ્ટિવલ સેલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ સેલ 16 ઓક્ટોબરથી કંપનીના ઓફિશિયલ ઇ-કોમર્સ પ્લેટફોર્મ Mi.com પર થશે
  • ગોલ્ડ, પ્લેનિટમ અને ડાયમંડ VIP મેમ્બર્સ માટે 1 દિવસ પહેલાં સેલ શરૂ થશે

ફેસ્ટિવ સીઝન શરૂ થતાં જ આગામી અઠવાડિયાથી અનેક ઇ-કોમર્સ પ્લેટફોર્મ સેલ શરૂ કરશે. તેવામાં શાઓમીએ પણ દિવાલી વિથ એમઆઈ સેલની જાહેરાત કરી છે. આ સેલ 16 ઓક્ટોબરે કંપનીની ઓફિશિયલ સાઈટ પર થશે. ગોલ્ડ, પ્લેટિનમ અને ડાયમંડ VIP મેમ્બર્સ માટે આ સેલ એક દિવસ પહેલાં અર્થાત 15 ઓક્ટોબરથી શરૂ થશે.

શાઓમીએ તેના સેલ માટે એક્સિસ બેંક અને બેંક ઓફ બરોડા સાથે પાર્ટનરશિપ કરી છે. અર્થાત આ બેંકના ગ્રાહકોને ડિસ્કાઉન્ટ અને કેશબેક ઓફર મળશે. કંપની સેલ દરમિયાન સ્માર્ટફોન અને એક્સેસરીઝને ઓછી કિંમતમાં વેચશે. કંપની સેલના આયોજન પહેલાં Mi 10T અને Mi 10T પ્રો સ્માર્ટફોન લોન્ચ કરશે.

1000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ
શાઓમીનો સેલ 16થી 21 ઓક્ટોબર અર્થાત 6 દિવસ સુધી ચાલશે. આ દરમિયાન એક્સિસ બેંક અને બેંક ઓફ બરોડાના ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરવા પર 1000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. શાઓમી ઈન્ડિયાના હેડ મનુ કુમાર જૈને ટ્વીટ કરીને જણાવ્યું કે ગોલ્ડ, ડાયમંડ અને પ્લેટિનમ VIP મેમ્બર્સ માટે એક દિવસ પહેલાં સેલ ઓપન થશે.

દિવાલી વિથ Mi સેલની ખાસ વાતો

  • કંપનીએ ઓફર કરેલી ગેમ રમીને ગિફ્ટ જીતવાની તક
  • Mi પેથી શોપિંગ કરવા પર 5000 રૂપિયા સુધીનું કેશબેક જીતી શકાશે
  • વોરન્ટી એક્સટેન્ડ કરાવા માટે 399 રૂપિયાને બદલે 199 રૂપિયા ચૂકવવાના રહેશે

1 રૂપિયામાં સ્માર્ટફોન ખરીદવાની તક

આ સેલ દરમિયાન કંપની 1 રૂપિયાવાળો ફ્લેશ સેલ પણ લઈને આવી છે. આ સેલમાં 17 હજાર રૂપિયાનો રેડમી નોટ 9 પ્રો, 14 હજાર રૂપિયાનું Mi 4A 32 ઈંચ હોરિઝોન્ટલ એડિશન ટીવી સાથે અન્ય પ્રોડક્ટ પણ 1 રૂપિયામાં ખરીદી શકાશે.

બ્લેન્ક કિંમત સાથે ટીઝર રિલીઝ
કંપનીએ કેટલાક સ્માર્ટફોન, બેન્ડ, ટ્રિમર, પાવરબેંક અને એક્સેસરીઝનું ટીઝર પણ રિલીઝ કર્યું છે. તેમાં કેટલીક પ્રોડક્ટની કિંમત પર હજુ પણ સસ્પેન્સ છે. રેડમી નોટ 9 પ્રો મેક્સ, રેડમી નોટ 9 પ્રો, રેડમી નોટ 9, Mi બેન્ડ 4, Mi બેન્ડ 3i, ટ્રિમર 1Cની કિંમત બ્લેન્ક રખાઈ છે. આ સેલમાં 1299 રૂપિયાની પાવરબેન્ક 3iને 799 રૂપિયામાં ખરીદી શકાશે. Mi અક્સેસરીઝની પ્રારંભિક કિંમત 49 રૂપિયાથી થશે. Mi સ્ક્રીન પ્રોટેક્શનને 299 રૂપિયામાં ખરીદી શકાશે.

અન્ય સમાચારો પણ છે...