અપકમિંગ 5G સ્માર્ટફોન:શાઓમીએ કન્ફર્મ કરી રેડમી નોટ 9Tની લોન્ચ ડેટ, 20 હજાર રુપિયા કરતાં ઓછી હોઈ શકે છે કિંમત

એક વર્ષ પહેલા
  • રિપોર્ટ્સ પ્રમાણે, તેમાં રાઉન્ડ શૅપ કેમેરા મોડ્યુલ જોવા મળી શકે છે
  • ફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 800U પ્રોસેસર મળી શકે છે

શાઓમીએ તેને લેટેસ્ટ સ્માર્ટફોન રેડમી નોટ 9Tની લોન્ચ ડેટ જાહેર કરી દીધી છે. સ્માર્ટફોન 8 જાન્યુઆરીએ લોન્ચ કરવામાં આવશે. કંપનીએ સોશિયલ મીડિયા પર સ્માર્ટફોનનું ટીઝર રિલીઝ કર્યું છે. ટીઝર પરથી માલુમ પડે છે કે ફોન 5G કનેક્ટિવિટી સાથે આવશે સાથે જ ફોનમાં સર્ક્યુલર શૅપ રિઅર કેમેરા સેટઅપ હશે.

​​​​​​​

રેડમી નોટ 9T: ભારતમાં ક્યારે લોન્ચ થશે

હાલ ફોનનાં ઈન્ડિયા લોન્ચિંગ વિશે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી. ગત વર્ષે ભારતમાં કંપનીએ રેડમી નોટ સિરીઝના 3 સ્માર્ટફોન રેડમી નોટ 9, રેડમી નોટ 9 પ્રો અને રેડમી નોટ 9 પ્રો મેક્સ લોન્ચ કર્યા હતા. રેડમી નોટ સિરીઝ ભારતમાં ઘણી પોપ્યુલર છે. ગ્લોબલ માર્કેટમાં લોન્ચ થયા બાદ ભારતમાં પણ તે ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે.

રેડમી નોટ 9T: ખાસિયતો

  • રિપોર્ટ્સ પ્રમાણે, ફોન 5G કનેક્ટિવિટીથી સજ્જ હશે. ગત અઠવાડિયે ગીકબેન્ચ લીક અને બેન્ચમાર્ક લિસ્ટિંગ પરથી હિન્ટ મળી હતી કે ફોન મીડિયાટેક ડાયમેન્સિટી 800U ચિપસેટ અને 4GB રેમથી સજ્જ હોઈ શકે છે.
  • રેડમીના આ અપકમિંગ સ્માર્ટફોનમાં 4 રિઅર કેમેરા સેટઅપ હશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે સિંગલ ફ્રન્ટ કેમેરા મળશે. રિઅર કેમેરા સેટઅપમાં પ્રાઈમરી+ અલ્ટ્રાવાઈડ સાથે 2MPનું ડેપ્થ કોમ્બો મળી શકે છે.
  • શાઓમીએ તાજેતરમાં જ રેડમી નોટ 9 6G સાથે રેડમી નોટ 9 4G અને 5G મોડેલ લોન્ચ કર્યા છે. ચીનમાં રેડમી નોટ 9 5Gના 6GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત CNY1299 (આશરે 14600 રૂપિયા) છે જ્યારે 8GB રેમ અને 128GB સ્ટોરેજ મોડેલની કિંમત CNY1499 (આશરે 16800 રૂપિયા) છે. તેના ટોપ એન્ડ 8GB+256GB વેરિઅન્ટની કિંમત CNY1499 (આશરે 19100 રૂપિયા) છે.
અન્ય સમાચારો પણ છે...