સેમસંગ નંબર-1 પર:ગ્લોબલ સ્માર્ટફોન શિપમેન્ટમાં શાઓમી ગગડીને બીજા નંબરે આવી, સેમસંગને ફાયદો થયો; એપલનો ગ્રોથ માત્ર 1%

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટૉપ 5 કંપનીઓ પાસે કુલ સ્માર્ટફોન શિપમેન્ટનો 70% માર્કેટ શેર છે. તેમાંથી 34% માર્કેટ શેર ચાઈનીઝ કંપનીઓ પાસે

ગ્લોબલ સ્માર્ટફોન શિપમેન્ટમાં ચાઈનીઝ કંપની શાઓમી આ વર્ષના બીજા ક્વાર્ટરમાં બીજા નંબરે આવી ગઈ છે. માર્કેટ રિસર્ચ ફર્મ કેનાલિસના રિપોર્ટ પ્રમાણે, એપ્રિલથી જૂન વચ્ચે ગ્લોબલ સ્માર્ટફોન શિપમેન્ટમાં શાઓમીએ તેની નંબર-1ની પોઝિશન ગુમાવી છે. જોકે આ ક્વાર્ટરમાં કંપનીને 83%નો ગ્રોથ મળ્યો છે. લિસ્ટમાં 19%ના માર્કેટ શેર સાથે પ્રથમ નંબરે સાઉથ કોરિયન કંપની સેમસંગે બાજી મારી છે.

કેનાલિસના રિપોર્ટ પ્રમાણે, ટૉપ-5 કંપનીઓમાં સેમસંગ 19% માર્કેટ શેર સાથે પ્રથમ નંબરે છે. શાઓમીનો માર્કેટ શેર 17% છે. અર્થાત શાઓમીએ 2% માર્કેટ શેર સાથે તેની નંબર-1ની પોઝિશિન ગુમાવી છે. લિસ્ટમાં ત્રીજા નંબરે 14% માર્કેટ શેર સાથે ટેક જાયન્ટ એપલ છે. તો 10%-10%ના માર્કેટ શેર સાથે ઓપ્પો અને વિવો ટૉપ-5માં સામેલ છે. ટૉપ-5નાં લિસ્ટમાં 3 કંપનીઓ ચાઈનીઝ છે. ટૉપ 5 કંપનીઓ પાસે કુલ સ્માર્ટફોન શિપમેન્ટનો 70% માર્કેટ શેર છે. તેમાંથી 34% માર્કેટ શેર ચાઈનીઝ કંપનીઓ પાસે છે.

શાઓમી ભલે 2% માર્કેટ શેર ગુમાવી બીજા નંબરે છે પરંતુ તેનો એન્યુઅલ ગ્રોથ સૌથી વધારે 83% છે. રિપોર્ટ પ્રમાણે, શાઓમીના તમામ બિઝનેસમાં તેને ગ્રોથ મળ્યો છે. ત્યારબાદ ઓપ્પોને 28%નો અને વિવોનો 27%નો ગ્રોથ મળ્યો છે. ગ્રોથના મામલે પણ ચાઈનીઝ કંપનીઓએ બાજી મારી. સેમસંગનો ગ્રોથ 15% રહ્યો. માર્કેટ શેરમાં ત્રીજા સ્થાને રહેલી એપલનો ગ્રોથ માત્ર 1% છે. અર્થાત ટોપ-5 કંપનીઓના એન્યુઅલ ગ્રોથ લિસ્ટમાં એપલનો ગ્રોથ સૌથી ઓછો છે.

અન્ય સમાચારો પણ છે...