• Gujarati News
  • Utility
  • Gadgets
  • Xiaomi 11T And 11T Pro Launched With Cinemagic Feature And 120W Fast Chargings; Specifications, Features And Price

ન્યૂ લોન્ચ:આઈફોન 13 જેવાં 'સિનેમેજિક ફીચર' સાથે લોન્ચ થઈ શાઓમીની 11T સિરીઝ, 17 મિનિટમાં 100% ચાર્જ થશે ફોન

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 'સિનેમેજિક ફીચર' થી મોબાઈલમાં મૂવીઝ જેવાં વીડિયો શૂટ કરી શકાશે
  • ફોનમાં 8K વીડિયો રેકોર્ડિંગ અને એન્ડ ટુ એન્ડ HDR10+ સપોર્ટ મળે છે
  • દમદાર ફોટોગ્રાફી માટે બંને ફોનમાં 108MPનો પ્રાઈમરી કેમેરા

ચાઈનીઝ સ્માર્ટફોન કંપની શાઓમીએ પોતાની 11T સિરીઝના 2 સ્માર્ટફોન 11T અને 11T પ્રો લોન્ચ કર્યા છે. આ ફોનમાં 108MPનો પ્રો ગ્રેડ પ્રાઈમરી રિઅર કેમેરા મળશે. આ સિરીઝને કંપનીએ 'સિનેમેજિક'નું નામ આપ્યું છે. આ ફોનથી મૂવી ઈફેક્ટ જેવો વીડિયો રેકોર્ડ કરી શકાશે. તાજેતરમાં જ એપલે તેની આઈફોન 13 સિરીઝમાં આ ફીચરનો ઉપયોગ કર્યો છે. શાઓમીની આ સિરીઝ 120Hz વૉટ હાઈપર ચાર્જર સપોર્ટ કરે છે.

શાઓમી 11T સિરીઝની કિંમત

મોડેલવેરિઅન્ટકિંમત
11T પ્રો8GB+128GB649 યુરો (આશરે 56300 રૂપિયા)
11T પ્રો8GB+256GB699 યુરો (આશરે 60600 રૂપિયા)
11T પ્રો12GB+256GB749 યુરો (આશરે 65000 રૂપિયા)
11T8GB+128GB499 યુરો (આશરે 43300 રૂપિયા)
11T8GB+256GB549 યુરો (આશરે 47600 રૂપિયા)
  • કંપની લોન્ચિંગ ઓફર હેઠળ, 11T પ્રોનું 8GB+128GB વેરિઅન્ટ 599 યુરો (આશરે 51,900 રૂપિયા)માં મળશે. તેનો સેલ ચીન સાથે સ્પેન, ઈટાલી, ફ્રાન્સ, જર્મની સહિતના દેશમાં થશે. ફોનને એમેઝોન, mi.com, અલી એક્સપ્રેસ સહિતની વેબસાઈટ પરથી ખરીદી શકાશે.
  • શાઓમીના જણાવ્યા પ્રમાણે, આ સ્માર્ટફોન પર 3 એન્ડ્રોઈડ અપડેટ્સ સાથે 4 વર્ષ સુધીની સિક્યોરિટી અપડેટ્સ મળશે. બંને મોડેલ પર 2 વર્ષની ગેરેન્ટી પણ મળશે. પહેલાં 6 મહિના માટે ફ્રી સ્ક્રીન રિપેર પણ મળશે. 24 મહિનાની 'નો કોસ્ટ EMI'થી પણ ફોનની ખરીદી કરી શકાશે.

શાઓમી 11T સિરીઝના ખાસ ફીચર્સ
17 મિનિટમાં 100% ચાર્જ:
શાઓમી 11T પ્રોમાં 5000mAhની બેટરી મળે છે. કંપનીનો દાવો છે કે, માત્ર 17 મિનિટમાં જ ફોન 100% ચાર્જ થઈ જશે. ચાર્જરને TUF સેફ ચાર્જ સિસ્ટમનું સેફ્ટી સર્ટિફિકેટ પણ મળ્યું છે. બીજી તરફ શાઓમી 11T 67 વૉટનું ચાર્જિંગ સપોર્ટ કરે છે. તે 36 મિનિટમાં 100% ચાર્જ થઈ જાય છે.

સિનેમેજિક કેમેરા: શાઓમીના આ સિરીઝના કેમેરાનું નામ 'સિનેમેજિક' છે. બંને મોડેલમાં 108MP+8MP+5MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. સિનેમેજિક ફીચરની મદદથી મૂવીઝ જેવાં વીડિયો શૂટ કરી શકાય છે.

કંપનીનો દાવો છે કે તેના કેમેરા આઈફોન કરતાં વધુ સારા છે. તેમાં કમ્પ્લિટ સિનેમેજિક ટૂલકિટ મળશે. સાથે જ નાઈટ મોડમાં પણ સારું રેકોર્ડિંગ થશે. સિનેમેટિક વીડિયો વન ક્લિકમાં શૂટ કરી શકાશે. તેમાં ઓડિયો ઝૂમનો પણ ઓપ્શન મળશે. અર્થાત વીડિયોમાં ઝૂમ કરતાં તેનો સાઉન્ડ વધુ ક્લિયર રેકોર્ડ થશે.

શાઓમી 11T સિરીઝનાં સ્પેસિફિકેશન્સ

  • આ સ્માર્ટફોન સિરીઝમાં 6.67 ઈંચની ફ્લેટ AMOLED ડિસ્પ્લે મળે છે. તેનો રિફ્રેશ રેટ 120Hz છે. ફોનની ડિસ્પ્લે સિન્ક્રોનાઈઝ ફીચર સાથે આવે છે. ફોનમાં મેટ A+ ડિસ્પ્લે છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે તેમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ મળે છે. તે ડોલ્બી અટમ્સ સપોર્ટ કરે છે. ફોનમાં દમદાર સાઉન્ડ માટે હર્મન કાર્ડન સ્પીકર આપવામાં આવ્યા છે.
  • તેમાં 3.0Ghz ક્વૉલકોમ સ્નેપડ્રેગન 888 પ્રોસેસર અટેચ છે. આ પ્રોસેસર 8K વીડિયો રેકોર્ડિંગ અને એન્ડ ટુ એન્ડ HDR10+ સપોર્ટ કરે છે. ફોનના કેલેસ્ટેયિલ બ્લૂ, મૂનનાઈટ વ્હાઈટ અને મેટેઓરાઈટ ગ્રે કલર વેરિઅન્ટ અવેલેબલ છે.