ટેક અપડેટ:ભારતમાં આવી રહ્યો છે દુનિયાનો પહેલો 200 મેગાપિક્સલનો કેમેરા ફોન, 8 સપ્ટેમ્બરે લોન્ચ થઈ શકે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોટોરોલા કંપની પોતાનો નવો સ્માર્ટફોન ભારતીય મોબાઇલ માર્કેટમાં લોન્ચ કરવા જઇ રહી છે. 8 સપ્ટેમ્બરે એક ઇવેન્ટનું આયોજન થશે, જેમાં કેટલાક લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ થઇ શકે છે. આ ફોન Moto Edge 30 Neo હોઇ શકે છે, જેના સ્પેસિફિકેશન પણ લીક થયા છે. આ સિવાય મોટોરોલાના અન્ય સ્માર્ટફોન જેમ કે Moto Edge 30 Ultra અને Moto Edge 30 પણ આ દિવસે જોવા મળી શકે છે. ત્યારે ભારતમાં પણ હવે 200 મેગાપિક્સલનો કેમેરો જોવા મળશે. ચાલો હવે જાણીએ આ ફોનના કેમેરા, સ્પેસિફિકેશન્સ અને અન્ય ફીચર્સ વિશે.

Motorola Edge 30 Ultra ભારતીય સર્ટિફિકેશન સાઇટ BIS પર લિસ્ટેડ મળી આવ્યું છે, જે 8 સપ્ટેમ્બરે પોતાનો પ્રીમિયમ સ્માર્ટફોન લોન્ચ કરે તેવી શક્યતા છે. ભારતીય ટિપસ્ટર અભિષેક યાદવે મોટોરોલાના આ સ્માર્ટફોનના લિસ્ટિંગ વિશે માહિતી શેર કરી છે. આ ટ્વીટમાં તેમણે મોટોરોલાના આગામી ફોન અને મોડલ નંબરની યાદી આપી છે. મોટોરોલાના આ ફોનમાં 200 મેગાપિક્સલનો રિયર કેમેરો છે અને તેમાં 6.7 ઇંચની ડિસ્પ્લે છે, જે કર્વ ડિસ્પ્લે સાથે આવે છે. આ સાથે જ તેમાં 5000mAhની બેટરી અને 125 વોટનું ફાસ્ટ ચાર્જર મળશે.

સ્પેસિફિકેશન્સ
ટિપસ્ટરે Motorola Edge 30ના સ્પેસિફિકેશન વિશે જણાવ્યું છે. આ ફોનમાં 6.2 ઇંચની POLED ડિસ્પ્લે છે, જે HD+ રિઝોલ્યુશન સાથે આવે છે. આ સાથે જ તેમાં 120hzના રિફ્રેશ રેટ જોવા મળશે. તેમાં સ્નેપડ્રેગન 695 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે, ભારતમાં લોન્ચ કરવામાં આવેલા ડિવાઇસમાં આ તમામ સ્પેસિફિકેશન્સમાં કેટલાક ફેરફાર પણ જોઇ શકાય છે. તેમાં 8GB રેમ અને 256GB ઈન્ટરનલ સ્ટોરેજ છે.

કેમેરા સેટઅપ
Motorola Edge 30ના કેમેરા સેટઅપની વાત કરીએ તો તેમાં બેક પેનલ પર 64MP કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે, જે OIS સાથે આવશે તેમજ તેમાં 13MPનો સેકન્ડરી કેમેરા છે, જ્યારે 32MPનો સેલ્ફી કેમેરો આપી શકાય છે. તેમાં 4020mAhની બેટરી આપવામાં આવી છે, જે 33 વોટના ફાસ્ટ ચાર્જર સાથે આવશે.

કિંમત
આ સ્માર્ટફોનની કિંમત અંગે હજુ કોઈપણ સ્પષ્ટતા કરવામાં આવી નથી.