તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોબાઈલ ફોટોગ્રાફી:માત્ર કેમેરાના વધુ પિક્સલ જોઈને મોબાઈલ ના ખરીદો, ફોટોગ્રાફી માટે આ આઠ સ્માર્ટફોન બેસ્ટ છે, જાણો કેમ

9 મહિનો પહેલાલેખક: ગૌરવ પાંડેય
 • કૉપી લિંક
 • એક્સપર્ટ્સની સલાહઃ મોબાઈલના પ્રોસેસરનું પણ ધ્યાન રાખો, ગ્રાફિક પ્રોસેસર પણ જરૂરી, અપર્ચર પણ જુઓ
 • કલર વેરિએશન તથા કલર ક્વૉલિટીનાં પેરામીટર જોવા જોઈએ, પિક્સલ ડેન્સિટી પણ મહત્ત્વની

આજે (19 ઓગસ્ટ) વર્લ્ડ ફોટોગ્રાફી ડે છે. ફોટોગ્રાફ્સ આપણાં જીવનનો સૌથી મહત્ત્વનો હિસ્સો છે. આપણે ક્યાંય પણ જઈએ અને ફોટો ક્લિક ના કરીએ એવું ભાગ્યે જ બને છે. આજે દરેક વ્યક્તિ મહત્ત્વની ક્ષણોને કેમેરામાં ક્લિક કરવા માગે છે. આ કામને મોબાઈલ કેમેરા સરળ બનાવે છે. ફોટોગ્રાફી માટે મોબાઈલ કેમેરા D-SLR કેમેરાની ઊણપને પૂરી કરે છે. આથી જ જ્યારે આપણે માર્કેટમાં મોબાઈલ લેવા જઈએ છીએ ત્યારે સૌથી પહેલાં કેમેરાના ફીચર અંગે જાણવા માગીએ છીએ કે કેટલા મેગા પિક્સલનો કેમેરા છે? રિઝોલ્યુશન શું છે? કેમેરા HD છે કે નહીં? સેલ્ફી કેમેરા કેવી રીતે કામ કરે છે? દિલ્હીના ટેક એક્સપર્ટ લલિત મિશ્રાએ કહ્યું હતું કે જ્યારે પણ આપણે ફોટોગ્રાફીના હેતુથી મોબાઈલ ફોન લેતા હોઈએ ત્યારે મેગા પિક્સલનો સંબંધ ઈમેજ સાઈઝ સાથે છે, ક્વૉલિટી સાથે નથી. આથી જ માત્ર વધુ પિક્સલ જોઈને સ્માર્ટફોન ખરીદવો જોઈએ નહીં. ફોન ખરીદતા પહેલાં ફોનનું અપર્ચર કેટલું છે, તે જાણવું જરૂરી છે. અપર્ચર જેટલું ઓછું હશે, એટલું સારું રહેશે. ઓટો ફોકસ લેન્સ પણ જરૂરી છે.

ફોટોગ્રાફી ડે પર અમે તમને દેશમાં ઉપલબ્ધ બેસ્ટ કેમેરાવાળા સ્માર્ટફોન અંગે જણાવીશું. આ દરેક ફોનની કિંમત 9-10 હજારથી 40 હજાર રૂપિયાની વચ્ચે છે.

મોબાઈલ ખરીદતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

 • લલિત મિશ્રાના મતે, ફોટોગ્રાફી માટે મલ્ટિ પ્રોસેસરવાળો સ્માર્ટફોન લેવો જોઈએ. પ્રોસેસરમાં બે ફીચર હોય છે, ડેટા પ્રોસેસર તથા ગ્રાફિક પ્રોસેસર. અનેક ફોનમાં ડેટા પ્રોસેસર હોય છે પરંતુ ગ્રાફિક પ્રોસેસર હોતું નથી. આથી જ ગ્રાફિક પ્રોસેસરવાળો મોબાઈલ લેવો.
 • સારા પર્ફોર્મન્સ માટે ઓછામાં ઓછા ક્વૉડ કોર પ્રોસેસરવાળો જ ફોન લેવો જોઈએ. હવે તો ઑક્ટા કોર પ્રોસેસરવાળો મોબાઈલ પણ આવી ગયો છે. ARM કોર્ટેક્સ કેટેગરીનાં પ્રોસેસર પોતાની રેન્જમાં 30 ટકા વધુ સારું પર્ફોર્મન્સ આપતાં હોય છે. આવા ફોનમાં કેમેરા બહુ ઝડપથી કામ કરે છે અને રિઅલ ટાઈમ પ્રોસેસિંગ કરે છે.
 • લલિલ મિશ્રાએ કહ્યું હતું કે વધુ સ્ટોરેજ તથા રેમવાળા સ્માર્ટફોનથી સારી ફોટોગ્રાફી થતી હોય છે. કલર ફ્રેમિંગ હોવું જરૂરી છે, કારણ કે પિક્સલ તમામ કલરને સપોર્ટ કરતું નથી.
 • કલર વેરિએશન તથા કલર ક્વૉલિટીનાં પેરામીટર પણ જોવા જોઈએ. પિક્સલ ડેન્સિટીનું પણ ધ્યાન રાખવું જોઈએ. વિવો તથા એપલના મોબાઈલના ફીચર સેક્શનમાં આ વાત લખી હોય છે.
 • મોબાઈલ લેતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેમાં AI ફીચર સપોર્ટ છે કે નહીં. ફોટોગ્રાફ્સ ક્લિક કરતાં સમયે લાઈટની સૅન્સિટિવિટી મહત્ત્વ ધરાવે છે, આમાં ISO-800 ઉપરનો મોબાઈલ લેવો જોઈએ.
 • મીડિયમ રેન્જના મોબાઈલ ફોનમાં વિવો તથા વન પ્લસના કેમેરા સારા હોય છે, આમાં AI ફીચર હોવાને કારણે કલર કરેક્શન સારું હોય છે. લાઈટ સેન્સિંગ ફીચર પણ હોવું જોઈએ.
 • જો નેચરલ ફોટોગ્રાફી કરવી હોય અને લાઈવ કલરનો અનુભવ લેવો હોય તો પિક્સલ ડેન્સિટીનું ધ્યાન રાખો. આ સાથે જ કલર વેરિએશનના ગ્રેડિઅન્ટની સ્મૂધનેસનું પણ ધ્યાન રાખવું જોઈએ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો