વર્લ્ડ ઈમોજી ડે:ફેસબુકે બોલતું ઈમોજી લોન્ચ કર્યું, વ્હોટ્સેપ પર તમારા ફેશિયલ એક્સપ્રેશનવાળા ઈમોજી બનાવવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો

એક વર્ષ પહેલા
  • હવે ફેસબુક યુઝર ઈમોજી સાથે એક સાઉન્ડ ક્લિપ પણ મેસેજમાં સેન્ડ કરી શકશે
  • સેન્ડ કરતાં પહેલાં યુઝર તેનો પ્રિવ્યૂ પણ જોઈ શકશે

આજે 17 જુલાઈએ વર્લ્ડ ઈમોજી દિવસ છે. આ અવસરે ફેસબુકે શાનદાર ઈમોજી લોન્ચ કર્યું છે. તે સાઉન્ડ ઈમોજી છે. આમ કરનાર ફેસબુક પ્રથમ કંપની છે. ફેસબુકે દાવો કર્યો છે કે તેના દ્વારા ડેવલપ કરાયેલું Soundmojis એક નેક્સ્ટ જનરેશન ઈમોજી છે. તેનાથી યુઝર્સ ઈમોજી સાથે એક સાઉન્ડ ક્લિપ પણ મેસેજમાં સેન્ડ કરી શકશે.

આ ઈમોજી સેન્ડ કરવા માટે તમે જેને સાઉન્ડઈમોજી મોકલવા માગો છો તેની ચેટ ઓપન કરો. હવે સ્માઈલી ફેસ પર ક્લિક કરો. ત્યારબાદ એક્સપ્રેશન મેન્યુ પર જાઓ. તેમાં લાઉડ સ્પીકર આઈકોન પર ક્લિક કરી તેને સિલેક્ટ કરો. અહીં સાઉન્ડ ઈમોજી દેખાશે. મોકલતાં પહેલાં તમને તેનો પ્રિવ્યૂ જોવા મળશે.

વ્હોટ્સએપ માટે તમારા ફેસના ઈમોજી બનાવો
તમારા ફેશિયલ એક્સપ્રેશનવાળી ઈમોજી પણ તમે ફ્રી એન્ડ્રોઈડ એપ્સથી બનાવી શકો છો. તેના માટે તમે પ્લે સ્ટોર પર Emoji Maker સર્ચ કરો. અહીં ઘણી બધી એપ્સ જોવા મળશે. સારા રેટિંગ ધરાવતી અને રિવ્યૂ જોઈ કોઈ એપ ઈન્સ્ટોલ કરો. હવે એપમાં તમારા ફેસના અલગ અલગ એક્સપ્રેશનના ફોટોઝ ક્લિક કરો. તેને એપની મદદથી કાર્ટૂન જેવા લાગતા ઈમોજીમાં પરિવર્તિત કરો. તેને ફોનમાં ફોટો ફોર્મેટમાં સેવ કરી લો.

આગળ આ પ્રકારે પ્રોસેસ કરો...

  • હવે તમે Background Eraser અને Personal stickers for WhatsApp નામની 2 એપ્સ ઈન્સ્ટોલ કરો. એન્ડ્રોઈડ યુઝર્સ આ એપ્સને ફ્રી ઈન્સ્ટોલ કરી શકે છે.
  • Background Eraser એપની મદદથી તમે કોઇપણ ફોટાનું બેકગ્રાઉન્ડ ક્લિયર કરી શકાય છે. એપમાં ફોટો ક્રોપની સાથે, તેને ઇરેઝ કરવાનું પણ ઓપ્શન મળે છે. ફોટોના બેકગ્રાઉન્ડ ઓટૉ, મેન્યુઅલ, મેઝિક, રિપેર ટૂલની મદદથી સરળતાથી ઇરેઝ કરી શકાય છે. ફોટૉ ઇરેઝ કર્યા બાદ તેને સેવ કરી લો.
  • તેની સાથે, જો એપ પર ફોટાનું બેકગ્રાઉન્ડ ડિલીટ નથી થઇ રહ્યું, તો તેને કોમ્પ્યુટર પર ફોટૉશોપ અથવા અને સોફ્ટવેરની મદદથી ઇરેઝ કરી લો. ત્યારબાદ ફોટોને PNG ફોર્મેટમાં સેવ કરો. આ રીતે તમે ફોટો અથવા નામના ઓછામાં ઓછા 3 ઈમોજી તૈયાર કરી શકો છો. આ ફોટો જ ઈમોજીનું કામ કરશે.
  • Personal stickers for WhatsApp એપ ઓપન કરશો તો PNG ફોર્મેટમાં સેવ ફોનની દરેક ફાઇલ અહીં જોવા મળશે. તમારા દ્વારા તૈયાર કરવામાં આવેલો ફોટો પણ અહીં જોવા મળશે. તમારે માત્ર આ ફોટાની સામે ADD પર ટેબ કરવાનું છે. ત્યારબાદ તમારી સામે એક મિની વિન્ડૉ આવશે તેમાં એકવાર ફરી ADD કરી લો. આ પ્રકારે તમારા દ્વારા તૈયાર કરવામાં આવેલા ઈમોજી વ્હોટ્સએપ પર પહોંચી જશે.

ઈમોજી સેન્ડ કરવાની પ્રોસેસ
- વ્હોટ્સએપ ઓપન કરી તે કોન્ટેક્ટ પર જાઓ જેને ઈમોજી સેન્ડ કરવું છે.
- હવે ટાઇપિંગ સ્પેસની પાસે આપવામાં આવેલા સ્માઇલી પર ટેબ કરો.
- અહીં સૌથી નીચે સ્માઇલીની સાથે GIF અને સ્ટીકરના લોગો જોવા મળશે.
- સ્ટીકરના લોગો પર ટેબ કરો અને ઉપર આપવામાં આવેલા લિસ્ટથી બનાવેલાં ઈમોજીને સિલેક્ટ કરો.
- ઈમોજી પર ટેબ કરતાં તે સેન્ડ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...