ટેક અપડેટ:‘એપ સર્વે’ ફીચર પર કામ કરી રહ્યું છે વ્હોટ્સએપ, રિપોર્ટંમાં ખુલાસો થયો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વ્હોટ્સએપ એક નવા ફીચર ‘વ્હોટ્સએપ સર્વે’ પર કામ કરી રહ્યું છે, જ્યાં યૂઝર્સ નવા ફીચર્સ, પ્રોડક્ટ્સ અને અન્ય બાબતો વિશે ફીડબેક આપી શકે છે. શનિવારના રોજ ઓનલાઇન પ્લેટફોર્મ WaBetaInfoના એક અહેવાલમાં એવુ કહેવામાં આવ્યું છે કે, વ્હોટ્સએપ તેના હેતુ વિશે એકદમ સ્પષ્ટ હશે અને યુઝર્સ સર્વે પર ફીડબેક આપવા માટેના નિમંત્રણને નકારવા માટે સ્વતંત્ર છે કારણ કે, તે વૈકલ્પિક છે.

WaBetaInfoના અહેવાલમાં શનિવારના રોજ જણાવવામાં આવ્યુ હતું કે, ‘જો તમે કોઈ સર્વેમાં ભાગ લો છો તો તમારો પ્રતિભાવ તમારા એકાઉન્ટ, સુવિધાઓ અને અનુભવને અસર કરશે નહીં, પરંતુ તે ચોક્કસપણે વ્હોટ્સએપને તેની સુવિધાઓ અને આવનાર ફિચરમાં સુધારો કરવામાં મદદ કરશે.’ યુઝર્સને કયા પ્રકારના સર્વે પ્રાપ્ત થશે, તે વિશે હજી સ્પષ્ટ થવાનું બાકી છે.

ઉપરોક્ત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, સર્વે હેઠળના યુઝર્સના પ્રતિભાવો સુરક્ષિત રીતે સાચવવામાં આવે છે અને તેમાં કોઈપણ પ્રકારની છેડછાડ ન થાય કે પછી વ્હોટ્સએપ યુઝર્સની પ્રાઈવસી ભંગ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. વ્હોટ્સએપના સર્વેમાં યુઝર્સને ક્યારેય પણ સંવેદનશીલ માહિતી જેમ કે, ક્રેડિટ કે ડેબિટ કાર્ડ નંબર, 6 ડિજિટનો કોડ અથવા ટુ-સ્ટેપ વેરિફિકેશન પિન નહીં પૂછવામાં આવે. આ સર્વેનો ઉપયોગ માત્ર પ્રતિભાવ હેતુસર જ કરવામાં આવશે અને જો યુઝર્સની ઈચ્છા ન હોય તો તે આ સર્વેને અવગણી પણ શકે છે.

WaBetaInfoના રિપોર્ટમાં એ પણ ચેતવણી આપવામાં આવી છે કે, યૂઝર્સે કોઈપણ વેરિફાઈડ ચેટ્સમાં પણ ક્યારેય પોતાની ખાનગી માહિતી શેર ન કરવી જોઇએ.