• Gujarati News
  • Utility
  • Gadgets
  • With This, You Will Be Able To Walk While Looking At The Smartphone Without Crashing, The Third Eye Will Be Automatically Activated As Soon As The Head Is Down.

હાઇટેક થર્ડ આઇ:ચાલતા સમયે માથું નીચું રાખી સ્માર્ટફોનના ઉપયોગ કરતા સમયે થર્ડ આઇ અકસ્માત થતા રોકશે, યુઝરની સામે ઓબ્જેક્ટ આવતાં જ અલર્ટ કરશે

એક વર્ષ પહેલા
  • યુઝરની બંને આંખો મોબાઈલ જોવામાં વ્યસ્ત હશે ત્યારે આ હાઇટેક થર્ડ આઇ એક્ટિવ થશે
  • દીવાલ, બાઉન્ડરી, પથ્થર સહિતના ઓબ્જેક્ટ્સ યુઝર સામે આવતાં થર્ડ આઇ અલાર્મ વગાડી અલર્ટ કરશે

આ જમાનામાં સ્માર્ટફોનના બંધાણી હોવું એ સામાન્ય સમસ્યા બનતી ગઈ છે. લોકો ચાલતા સમયે કે ડ્રાઈવિંગ કરતા સમયે સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. એને લીધે ધ્યાન ભટકતાં લોકો હાસ્યાસ્પદ સીન ક્રિએટ કરે છે. તમે ઘણી એવી ફની ક્લિપ જોઈ હશે એમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરતા લોકો ખાડામાં પડી જાય છે કે પછી થાંભલા સાથે અથડાઈ જાય છે. ચાલતા સમયે સ્માર્ટફોન જોઈએ તો ધ્યાન મોબાઈલમાં જતું રહે છે, તેથી સામેની વસ્તુ જોઈ શકાતી નથી. જો કોઈ વ્યક્તિ સામેથી આવતી હશે તો તેની સાથે પણ અથડાઈ જવાય છે, કારણ કે તેમની આંખોનું ધ્યાન સ્માર્ટફોનમાં હોય છે.

પરંતુ હવે તમારે ગભરાવાની જરૂર નથી. ઈન્ડસ્ટ્રિયલ ડિઝાઈન સ્ટુડન્ટે હવે હાઈટેક થર્ડ આઇ ડેવલપ કરી છે. જ્યારે તમારી અસલ બંને આંખો સ્માર્ટફોન જોવામાં વ્યસ્ત હશે ત્યારે આ આંખ એક્ટિવ થઈ જશે. થર્ડ આઈ બનાવનાર મિનવૂક પેંગનું કહેવું છે કે તેની મદદથી અકસ્માત થવાનું જોખમ રહેતું નથી. ભીડભાડવાળી જગ્યાએ પણ સ્માર્ટફોનનો ઉપયોગ કરી સરળતાથી ચાલી શકાય છે.

માથું નીચે નમે એટલે થર્ડ આઇ એક્ટિવ થાય છે

પેંગની થર્ડ આઈમાં ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક છે. એને ચાંદલાની જેમ જેલ પેડની મદદથી માથા પર ચોંટાડી શકાય છે. આ જ પ્લાસ્ટિકની અંદર નાનું સ્પીકર, ઝાયરોસ્કોપ અને સોનાર સેન્સર હોય છે. યુઝર્સનું માથું નીચું થાય તેવા આ સેન્સર્સ એક્ટિવ થઈ જાય છે. ત્યાર બાદ પ્લાસ્ટિક આઈ એક્ટિવ થાય છે. સોનાર સામેના એરિયાનું મોનિટરિંગ શરૂ કરે છે.

ઓબ્જેક્ટ સામે આવતાં જ અલાર્મ વાગશે

થર્ડ આઈમાં બ્લેક કોમ્પોનન્ટ હોય છે. એ આંખની કીકી જેવું લાગે છે. એ અલ્ટ્રાસોનિક સેન્સર છે. એનાથી ડિસ્ટન્સ માલૂમ કરી શકાય છે. દીવાલ, બાઉન્ડરી, પથ્થર સહિતના ઓબ્જેક્ટ્સ યુઝર સામે આવે તો અલાર્મ વાગે છે. એનાથી યુઝર અલર્ટ થાય છે અને અકસ્માત થતા બચે છે.

સ્માર્ટફોન આપણા શરીરને બદલી રહ્યા છે

સ્માર્ટફોનના ઉપયોગને લીધે શરીરના પોશ્ચરથી ગરદનનાં હાડકાં 'ટર્ટલ નેક સિન્ડ્રોમ' આપી રહી છે. તેમાં ગરદન ફેરવવા પર દુખે છે અને ખભામાં તણાવ થાય છે. સ્માર્ટફોનના ઉપયોગે આપણા શરીરને બદલ્યું છે. મજાકિયા અંદાજમાં પેંગ કહે છે કે કેટલાક દશક પછી માણસોને 'હોમો સેપિયન્સ'ને બદલે 'ફોનો સેપિયન્સ' કહેવાશે.