Moto G82 5G ફોન લોન્ચ:ટ્રિપલ કેમેરા પેક સાથે 5000mAhની દમદાર બેટરી મળશે, કિંમત 21,499 રૂપિયાથી શરૂ

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

Moto G82 5G આજે લોન્ચ કરવામાં આવ્યો છે. આ કંપનીનો નવો મિડ-રેન્જ મોડલ ફોન હશે. આ ફોનમાં 120Hz pOLED ડિસ્પ્લે અને ટ્રિપલ રિયલ કેમેરા મળશે. આ ફોનમાં Snapdragon 695 SoC પ્રોસેસર અને 8 GB સુધીની રેમ મળશે. આ સેગમેન્ટમાં સ્માર્ટફોન એકદમ લાઈટ અને પાતળો હશે. તેનું વજન 173 ગ્રામ હશે અને તે 7.99 મીમી પાતળું હશે. Moto G82 5G ની સ્પર્ધા રેડમી નોટ 11 પ્રો+, વનપ્લસ નોર્ડ CE 2 લાઈટ અને વિવો T1 સાથે થશે.

Moto G82 5G ની કિંમત 21,499 રૂપિયાથી શરૂ થશે
Moto G82 5Gની કિંમત 6GB રેમ + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે 21,499 રૂપિયાથી શરૂ થાય છે. આ ફોન 8GB + 128GB ઓપ્શન સાથે પણ આવે છે, તેની કિંમત 22,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. Moto G82 5G બે કલર ઓપ્શનમાં મળશે. જેમાં મિટિઓરાઈટ ગ્રો અને વ્હાઈટ લીલીનો સમાવેશ થાય છે. 14 જૂનથી ફ્લિપકાર્ટ, રિલાયન્સ ડિજિટલ અને રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકાશે. લોન્ચ ઓફર્સમાં SBI ક્રેડિટ કાર્ડ યૂઝર્સને Moto G82 5Gમાં 1,500નું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.

Moto G82 5G સ્પેસિફિકેશન્સ

  • Moto G82 5Gમાં ડ્યુઅલ નેનો સિમ, એન્ડ્રોઇડ OS 12 અને 6.6 ઇંચની ફુલ-HD+ (1,080x2,400 પિક્સલ) pOLED ડિસ્પ્લે 20:9 આસ્પેક્ટ રેશિયો અને 120Hz રિફ્રેશ રેટ સાથે ઉપલબ્ધ થશે. આ ફોનમાં 8GB LPDDR4X રેમ અને સ્નેપડ્રેગન 695 SOC પ્રોસેસર આપવામાં આવ્યું છે.
  • Moto G82 5Gમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળે છે. તેમાં f/1.8 લેન્સ સાથે 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવ્યો છે. તે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન ફીચર સાથે આવે છે. આ ઉપરાંત તમને 8 MPનો અલ્ટ્રા વાઇડ શૂટર અને 2 MPનો મેક્રો શૂટર પણ મળશે. મોટોમાં સેલ્ફી અને વીડિયો ચેટ માટે 16 MPનું સેલ્ફી કેમેરા સેન્સર મળે છે.
  • Moto G82 5Gમાં 5,000mAhની બેટરી મળશે, જે 30W ટર્બો ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.
  • કનેક્ટિવિટી વિકલ્પોમાં Moto G82 5Gમાં 5G,4G LTE, Wi-Fi 802.11ac, બ્લૂટૂથ v5.1, GPS સામેલ છે. આ સિવાય A-GPS, NFC, USB ટાઈપ-સી અને 3.5 એમએમ હેડફોન જેક મળશે. આ સેન્સરમાં એક્સેલોરોમીટર, એમ્બિયન્ટ લાઇટ, ગાયરોસ્કોપ અને મેગ્નોમીટર મળે છે. આ સાથે જ તેમાં સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ પણ મળશે.